Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તેં તારી જુવાનીના દિવસોનું સ્મરણ ન કરતાં, આ બધી બાબતોમાં મને ચીડ ચઢાવી છે, એ માટે, જો, પ્રભુ યહોવા કહે છે કે, હું પણ તારાં આચરણોનો બદલો તને આપીશ. તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત [આ] લંપટપણું તેં નથી કર્યું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 તારા બાળપણમાં મેં તારી સાથે કરેલો વર્તાવ તું વીસરી ગઇ છે અને તારાં કૃત્યોથી મને રોષ ચડાવ્યો છે. તેથી હું પણ તને તારાં કૃત્યોનો બદલો આપીશ. તેં તો તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત આ લંપટતા પણ આચરી છે. હું પ્રભુ પરમેશ્વર આ કહું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 પણ તેં તારી જુવાનીના દિવસો યાદ ન કરતાં, આ બધી બાબતોથી મને ગુસ્સો ચડાવ્યો છે-જો, હું તને તારાં કૃત્યો માટે સજા કરીશ” એવું પ્રભુ યહોવાહ કહે છે, “તારાં ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત શું તેં આ દુષ્ટ કામ નથી કર્યું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 તું તારું બાળપણ ભુલી ગઇ છે અને તારાં કૃત્યોથી તેં મારો રોષ વહોરી લીધો છે તેથી હું તને તારા કૃત્યો માટે સજા કરીશ. શું આ સાચું નથી? કે તું બીજી બધી અધમ વસ્તુઓ ઉપરાંત નિર્લજ વ્યભિચારમાં સંડોવાયેલી હતી?” આ મારા માલિક યહોવાના વચનો છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:43
22 Iomraidhean Croise  

પણ તેઓ જલદી તેમનાં કૃત્યો વીસરી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.


તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની સામે ફિતૂર ઉઠાવ્યું; અને રાનમાં તેમને દુ:ખી કર્યા!


તેઓએ તેમના [બળવાન] હાથને, વળી તેમણે શત્રુથી તેઓને છોડાવ્યા તે દિવસને સંભાર્યો નહિ.


ચાલીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો, “તે લોકો ભૂલકણા હ્રદયના છે, અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી.”


પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો; માટે તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડયા.


શું કુંવારી પોતાનાં ઘરેણાં અથવા પરણનારી કન્યા પોતાના કમરપટા વીસરે? તોપણ મારા લોક અસંખ્ય દિવસો સુધી મને વીસરી ગયા છે.


પણ જેઓના અંત:કરણનું વલણ તેમની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ છે, તેઓની કરણીઓનો બદલો હું તેમને આપીશ, એમ પ્રભુ યહોવા કહે છે.”


તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચારો કરતી વખતે તેં તારી યુવાવસ્થાના દિવસો કે, જ્યારે તું નગ્ન તથા ઉઘાડી હતી ને પોતાના લોહીમાં આળોટતી હતી, તે દિવસોનું સ્મરણ કર્યું નથી.


યહોવા કહે છે કે, તેં તારી લંપટતા તથા તારાં ધિક્કારપાત્ર કૃત્યો ની શિક્ષા વેઠી છે.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, મારા જે સોગન તેણે તુચ્છ ગણ્યા છે, ને મારો કરાર તેણે તોડ્યો છે, તેથી હું નક્કી તેને તેનો બદલો આપીશ.


એ માટે મેં મારો કોપ તેમના પર રેડ્યો છે. મારા ક્રોધરૂપી અગ્નિથી મેં તેમને ભસ્મ કર્યા છે. પ્રભુ યહોવા કહે છે કે, તેમના પોતાના આચરણનું ફળ મેં તેઓને આપ્યું છે.”


તમારામાંના જેઓ બચી જશે તેઓ, જે પ્રજાઓમાં તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મારું સ્મરણ કરશે કે, મારાથી દૂર થઈ ગયેલા તેમના દુરાચારી હ્રદયથી, ને તમની મૂર્તિઓની પાછળ મોહિત થઈ જતી તેમની આંખોથી મારું હ્રદય કેવું ભંગ થયું છે! અને પોતે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્કર્મો તેઓએ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.


મારી આંખ તો દરગુજર કરશે નહિ ને હું દયા રાખીશ નહિ, પણ તેમને તેમનાં કૃત્યોનો બદલો આપીશ.”


મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આ સર્વ વિપત્તિ અમારા પર આવી પડી છે. તોપણ અમારા અન્યાયથી ફરવા માટે, તથા તમારું સત્ય સમજવા માટે, અમે હજી સુધી અમારા પ્રભુ પરમેશ્વરની કૃપા મેળવવા માટે વિનંતી કરી નથી.


એ માટે યહોવા યોગ્ય સમય જોઈને એ આપત્તિ અમારા પર લાવ્યા છે, કેમ કે અમારા ઈશ્વર યહોવા પોતે જે જે કરે છે, તે સર્વ કામો ન્યાયયુક્ત છે, ને અમે તેમની વાણી માની નથી.


જુઓ, જેમ પૂળાથી ભરેલું ગાડું દબાઈ જાય છે, તેમ હું તમને તમારી જગાએ દાબી નાખીશ.


ઓ હઠીલાઓ અને બેસુન્‍નત મન તથા કાનવાળાઓ તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.


વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,


જે ઈશ્વર નથી તે વડે તેઓએ મને રોષિત કર્યો છે, પોતાની વ્યર્થતાથી તેઓએ મને ચીડવ્યો છે; અને જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ; મૂર્ખ દેશજાતિ વડે હું તેઓને ક્રોધ ચઢાવીશ.


Lean sinn:

Sanasan


Sanasan