Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 જો, હું તારા સર્વ આશકો જેમની સાથે તેં મોજ માણી છે તેઓને, અને તારા સર્વ અળખામણાઓને પણ હું એકત્ર કરીશ. હા, હુ તેઓને તારી સામે ચોતરફ એકઠા કરીશ, ને તમની આગળ તારી નગ્નતા ઉઘાડી કરીશ, જેથી તેઓ તારી બધી નગ્નતા જુએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 તને ગમતા કે નહિ ગમતા એવા તારી સાથે રંગરાગ માણનારા તારા સર્વ આશકોને હું એકઠા કરીશ. તેમને હું ચારે તરફથી લાવીને તારી સામે ભેગા કરીશ અને તેઓ તારી પૂરેપૂરી નગ્નતા જુએ તે માટે હું તેમની આગળ તારી આબરૂ ઉઘાડી પાડીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 જો, હું તારા પ્રેમીઓને-જેઓને તું મળી હતી તેઓને, જે બધાઓને તું પ્રેમ કરતી હતી, જે બધાને તું ધિક્કારતી હતી તેઓને પણ હું ભેગા કરીશ, તેઓને હું ચારેબાજુથી ભેગા કરીશ. તેઓની આગળ તને ઉઘાડી કરીશ, જેથી તેઓ તારું સર્વ ઉઘાડુંપણું જુએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 આથી હું તારો ઉપભોગ કરનાર બધા પ્રેમીઓને-જેઓને તું ચાહતી હતી અને જેઓને તું ધિક્કારતી હતી તે સૌને ભેગા કરીશ. હું તને તેઓની આગળ નગ્ન કરીશ, જેથી તેઓ તારી સર્વ નિર્લજ્જતા જુએ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:37
16 Iomraidhean Croise  

હું તેના યારોના દેખતાં તેનું લંપટપણું ઉઘાડું કરીશ, ને મારા હાથમાંથી તેને કોઈ છોડાવશે નહિ.


રખેને હું તેને નવસ્ત્રી કરીને તેના જન્મદિવસે તે હતી તેવી નગ્ન કરી મૂકું, ને તેને વેરાનરૂપ કરીને, સૂકી જમીન જેવી કરી મૂકું, ને તેને તૃષાથી મારી નાખું;


જો તું તારા હ્રદયમાં પૂછે કે, ‘મારી એવી સ્થિતિ કેમ થઈ છે?’ તો તારા ઘણા અન્યાયને લીધે તારાં વસ્ત્રો ઊંચા કરવામાં આવ્યા છે, અને તારી એડીઓને ઈજા થઈ છે.


તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે.


હા, જો કે તેઓ વિદેશીઓમાં પૈસા ઠરાવીને તેમને રાખે છે, તોપણ હવે હું તેમને ઠેકાણે લાવીશ, જેથી તેઓ થોડી વાર સુધી રાજાને તથા અમલદારોને અભિષેક કરવાનું બંધ રાખે.


યરુશાલેમે મહા પાપ કર્યું છે; તેથી તે ભ્રષ્ટ થઈ ગઈ છે; જેઓ તેનો આદર કરતા હતા તેઓ સર્વ તેને તુચ્છ ગણે છે, કેમ કે તેઓએ તેની નગ્નતા જોઈ છે! હા, તે મોં ફેરવીને નિસાસા નાખે છે


તે માટે હું પણ તારા મોં આગળ તારાં વસ્ત્રો ઊંચા કરીશ, ને તારી લાજ દેખાશે.


મેં મારા આશકોને બોલાવ્યા, પણ તેઓએ મને દગો દીધો! મારા યાજકો તથા મારા વડીલો પોતાના પ્રાણ બચાવવા માટે અન્‍નને માટે ફાંફાં મારતા હતા, એટલામાં તેઓએ નગરમાં પ્રાણ છોડ્યા.


તું લબાનોન પર ચઢીને હાંક માર, અને બાશાનમાં તારો ઘાંટો પાડ, અને અબારિમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા પર પ્રેમ રાખનારા સર્વ નાશ પામ્યા છે.


હે લૂંટાયેલી, તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્ર પહેરે, ને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, ને કાજળથી તારી આંખો આંજે, તોપણ તું પોતાને ફોકટ સુશોભિત કરે છે! તારા આશકો તને ધિક્કારે છે, તેઓ તને મારી નાખવા માગે છે.


તારું શરીર ઉઘાડું થશે, તારી લાજ પણ જોવાશે; હું વેર લઈશ, ને કોઈ માણસ બચી જશે નહિ.”


અરામની પુત્રીઓ તથા તેની આસપાસની સર્વ પલિસ્તિઓની પુત્રીઓ જેઓ ચોતરફ તને ધિક્કારે છે તેઓએ તારું અપમાન કર્યું તે વખતે તારી પુષ્ટતા પ્રગટ થઈ.


બાબિલવાસીઓ આવીને તેની પાસે ઇશકની પ્રેમશય્યામાં સૂતા, તેઓએ તેની સાથે વ્યભિચાર કરીને તેને ભ્રષ્ટ કરી; તે તેમની સાથે ભ્રષ્ટ થઈ, ને તેનું મન તેમના પરથી ઊઠી ગયું.


Lean sinn:

Sanasan


Sanasan