Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 સર્વ વેશ્યાઓને તો લોકો બક્ષિસો આપે છે! પણ તું તો તારા સર્વ આશકોને બક્ષિસો આપે છે! ને તારી સાથે વ્યભિચાર કરવાને માટે તેઓ ચોતરફથી આવે તે માટે તું તેઓને લાંચ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 પુરુષો વેશ્યાને બક્ષિસો આપે છે, પણ તું તો તારા બધા આશકોને બક્ષિસો આપે છે અને તેઓ ચારે તરફથી તારી સાથે વ્યભિચાર કરવા આવે તે માટે તું તેમને લાંચ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 લોકો દરેક ગણિકાઓને પૈસા આપે છે, પણ તું તારું વેતન તારા પ્રેમીઓને તથા જેઓ ચારેબાજુથી તારી સાથે વ્યભિચાર કરવાને આવે છે તેઓને લાંચ તરીકે આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 વારાંગના તો પૈસા લે છે, પણ તું તો તારા બધા પ્રેમીઓને ભેટ આપે છે, તું તો તેમને બધેથી તારી સાથે વ્યભિચાર કરવા લલચાવી લાવવા લાંચ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:33
14 Iomraidhean Croise  

તેથી ફારુનનું બળ લજ્જારૂપ, ને મિસરની છાયાનું શરણ તમને અપજશરૂપ થશે.


તું સુગંધીદાર તેલ લઈને મોલેખની પાસે ચાલી ગઈ, ને તેં પુષ્કળ અત્તર ચોળ્યું, ને તારા સંદેશીયાને તેં દૂર સુધી મોકલ્યા, ને શેઓલ સુધી તું નીચે ગઈ.


તું રાજમાં ઊછરેલી જંગલી ગધેડી છે, જે કામાતુર થઈને વાયુ ચૂસ્યા કરે છે; જ્યારે તે મસ્ત હોય છે ત્યારે તેને કોણ ફેરવી શકે? જે કોઈ તેને શોધે છે તે થાકી જશે નહિ; પોતાની ઋતુમાં તે તેઓને મળશે.


જારકર્મ કરનારી પત્ની! પોતાના ધણીને બદલે પારકાઓનો અંગીકાર કરનારી!


તારા વ્યભિચારની બાબતમા તો તારી રીત [બીજી વ્યભિચારી] સ્ત્રીના કરતા ઊલટી છે, એટલે કે વ્યભિચાર કરવાને માટે કોઈ તારી પાછળ નથી આવતો, પણ તું વેતન આપે છે ને તને કોઈ વેતન આપતું નથી, તેને લીધે તારી વાત તો ઊલટી જ છે.


તેઓ તારા ઘરને આગ લગાડીને બાળી નાખશે, ને ઘણી સ્ત્રીઓના જોતાં તારો ન્યાય કરીને તને શિક્ષા કરશે. એમ હું તારું વ્યભિચાર કરવાનું બંધ કરીશ, ને વળી ત્યારપછી તું કંઈ વેતન પણ આપશે નહિ.


તેના દ્રાક્ષાવેલા તથા તેની અંજીરીઓ કે જેઓ વિષે તેણે કહ્યું છે, ‘આ તો મને મારા યારોએ આપેલું મારું વેતન છે.’ તેઓને હું વેરાન કરી નાખીશ; અને હું તેઓને જંગલ કરી નાખીશ, ને વનચર જાનવરો તેમનો ભક્ષ કરશે.


તેઓએ ચિઠ્ઠીઓ નાખીને મારા લોકોને વહેંચી લીધા છે. છોકરો આપીને તેઓએ વેશ્યા લીધી છે. ને છોકરી વેચીને મદ્યપાન કરવા માટે દ્રાક્ષારસ લીધો છે.


તેની સર્વ ઘડેલી મૂર્તિઓના ખંડાઈને ચૂરેચૂરા થશે, ને તેનાં સર્વ વેતન અગ્નિથી બાળી નાખવામાં આવશે, ને તેની સર્વ મૂર્તિઓને હું નષ્ટ કરી નાખીશ; કેમ કે વેશ્યાના વેતન વડે તેણે તેમનો સંગ્રહ કર્યો છે, ને તેઓ પાછાં વેશ્યાનું વેતન થઈ જશે.


પણ આ તમારો દીકરો વેશ્યાઓની સાથે તમારી મિલકત ખાઈ ગયો, તે પાછો આવ્યો ત્યારે તમે તેને માટે પાળેલા વાછરડાને કપાવ્યો છે!’


Lean sinn:

Sanasan


Sanasan