Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 જારકર્મ કરનારી પત્ની! પોતાના ધણીને બદલે પારકાઓનો અંગીકાર કરનારી!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 તું વ્યભિચારી પત્ની જેવી છે, જે પોતાના પતિને બદલે પરાયા પુરુષોને અપનાવવાનું પસંદ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 તું વ્યભિચારી સ્ત્રી, તું તારા પતિને બદલે પરદેશીઓનો અંગીકાર કરનારી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 તું તો કુલટા જેવી છે, જે પોતાના પતિને છોડીને પરપુરુષ સાથે સંબંધ બાંધે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:32
15 Iomraidhean Croise  

કેમ કે ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે;


તું તારા પગને ઉઘાડા તથા તારા ગળાને તૃષિત થવા ન દે;” પણ તેં કહ્યું, “મને આશા નથી, જરા પણ નથી; કેમ કે પારકાઓ પર મેં પ્રેમ કર્યો છે, ને તેઓની પાછળ હું જઈશ.”


“પણ તારા જે દેવો તેં તારે માટે બનાવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ તારા સંકટમાં જો તને બચાવી શકે તો ભલે તેઓ ઊઠે; કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગરો તેટલા તારા દેવો પણ છે.”


તેઓ કહે છે, ‘જો પુરુષ પોતાની સ્ત્રીને કાઢી મૂકે, અને તે [સ્ત્રી] તેની પાસેથી જઈને બીજા પુરુષની [સ્ત્રી] થાય, તો શું તે તેની પાસે પાછો જાય? [જો એવું થાય] તો તે દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’ પણ તેં ઘણા આશકોની સાથે વ્યભિચાર કર્યો છે! તથાપિ મારી પાસે પાછી આવ, ” એવું યહોવા કહે છે.


પરંતુ જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના પતિને તરછોડે છે, તેમ, ઓ ઇઝરાયલના વંશ, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે, ” એવું યહોવા કહે છે.


તું તારો ઘૂમટ દરેક માર્ગને મથકે બાંધે છે, ને તારો ચોતરો દરેક ગલીમાં રચે છે. તું વેશ્યા જેવી નથી થઈ, કેમ કે તું વેતનને ધિક્કારે છે.


સર્વ વેશ્યાઓને તો લોકો બક્ષિસો આપે છે! પણ તું તો તારા સર્વ આશકોને બક્ષિસો આપે છે! ને તારી સાથે વ્યભિચાર કરવાને માટે તેઓ ચોતરફથી આવે તે માટે તું તેઓને લાંચ આપે છે.


તારી પાસે થઈને જતા મેં તારા પર નજર નાખી ત્યારે, જો, તારી ઉંમર પ્રમ કરવા યોગ્ય ઉંમર હતી! અને મેં મારી ચાળ તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. હા, પ્રભુ યહોવા કહે છે કે, મેં તારી અગળ સોગન ખાધા ને તારી સાથે કરાર કર્યો, ને તું મારી થઈ.


કેમ કે તેઓએ વ્યભિચાર કર્યો છે, તેઓના હાથમાં રકત છે, તેઓએ પોતાની મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે; અને તેઓએ મારાથી થયેલા તેમના પુત્રોને [અગ્નિ] મા બલિદાન આપીને તેમની પાસે ભક્ષ થવા માટે સોંપ્યા છે.


નેક પુરુષો તેમનો ન્યાય કરીને તેમને છિનાળોની તથા ખૂની સ્ત્રીઓની શિક્ષા ફરમાવશે; કેમ કે તેઓ છિનાળો છે ને તેઓના હાથમાં રકત છે.


તમારી માને આજીજી કરો, તેને સમજાવો; કેમ કે તે મારી સ્ત્રી નથી, ને હું તેનો ધણી નથી. અને [તેને કહો કે] તે પોતાના વ્યભિચાર પોતાના મુખ પરથી, ને પોતાનાં જારકર્મ પોતાનાં સ્તનોમાંથી દૂર કરે,


યહોવાએ મને કહ્યું, “ફરીથી જા, ને જો કે ઇઝરાયલ પ્રજા અન્ય દેવો તરફ ફરી જાય છે, ને સૂકી દ્રાક્ષાની ભાખરીઓના શોખીલા થાય છે, તે છતાં યહોવા તેમના પર પ્રેમ રાખે છે તેવી જ રીતે તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રેમ કર.”


ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી કે, જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan