Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 એ માટે જો, મેં મારો હાથ તારા પર લંબાવીને તારું ભથ્થું ઘટાડી નાખ્યું છે, ને મેં તને તારી વેરણો, એટલે પલિસ્તીઓની પુત્રીઓની ઇચ્છાને સ્વાધીન કરી છે, ને તેઓ તારા લંપટ આચરણથી શરમિંદી પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તેથી મેં તારા પર મારો હાથ ઉગામ્યો છે અને તારી ખોરાકીનો નિયત હિસ્સો ઘટાડી દીધો છે. મેં તને તારા શત્રુ એટલે પલિસ્તી કન્યાઓના હાથમાં સોંપી દીધી હતી. તેઓ પણ તારા લંપટ આચરણથી શરમાઇ ગઇ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તેથી જો, હું તારી સામે મારો હાથ લંબાવીશ અને તારો ખોરાક ઓછો કરી નાખીશ. હું તારું જીવન તારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. પલિસ્તીઓની પુત્રીઓ તારાં શરમજનક કાર્યોથી શરમાઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 અને હવે મેં તારી સામે મારો હાથ ઉગામ્યો છે. મેં તારી ખોરાકી-પોશાકી ઘટાડી નાખી છે અને તારા શત્રુઓના હાથમાં તને સોંપી દેવામાં આવી છે. અરે પલિસ્તીઓની પુત્રીઓ તારી નિર્લજ વર્તણૂંકથી તું શરમાઇ ગઇ છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:27
21 Iomraidhean Croise  

યહોવા પોતાના સેવક પ્રબોધક હસ્તક પોતાનું જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે યહોવાએ તેની વિરુદ્ધ કારદીઓની ટોળીઓ, અરામીઓની ટોળીઓ, મોઆબીઓની ટોળીઓ તથા આમોનપુત્રોની ટોળીઓ મોકલી. તેમણે તે યુહૂદિયાની વિરુદ્ધ તેનો નાશ કરવા માટે મોકલી.


તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપ્યાં; તેમના વૈરીઓએ તેમના ઉપર રાજ કર્યું,


જુઓ, સૈન્યોના પ્રભૂ યહોવા યરુશાલેમમાંથી તથા યહૂદિયામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઈ લેનાર છે!


તેથી યહોવાનો કોપ તેમના લોકોની વિરુદ્ધ સળગ્યો છે, ને તેમના પર યહોવાએ હાથ ઉગામીને તેમને માર્યા છે. પર્વત ધ્રૂજ્યા, અને લોકોનાં મુડદાં ગલીઓમાં કચરાની જેમ પડયાં હતાં. એ સર્વ કર્યા છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો છે.


પૂર્વ તરફથી અરામીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને [તે ઉશ્કેરશે] ; તેઓ મુખ પહોળું કરીને ઈઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ. અને તેઓના અનાથો પર, તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહિ; કેમ કે તેઓ સર્વ અધર્મી, ને પાપ કરનારા છે, ને સર્વ મુખો મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સોંપી દઈશ.


વળી જો પ્રબોધક ભોળવાઈને વચન બોલે, તો મેં યહોવાએ તે પ્રબોધકને ભોળવ્યો છે, ને હું મારો હાથ તેના પર લંબાવીને મારા ઇઝરાયલ લોકોમાંથી તેનો નાશ કરીશ.


જો, હું તારા સર્વ આશકો જેમની સાથે તેં મોજ માણી છે તેઓને, અને તારા સર્વ અળખામણાઓને પણ હું એકત્ર કરીશ. હા, હુ તેઓને તારી સામે ચોતરફ એકઠા કરીશ, ને તમની આગળ તારી નગ્નતા ઉઘાડી કરીશ, જેથી તેઓ તારી બધી નગ્નતા જુએ.


તોપણ તું તેઓના માર્ગે ચાલીને ને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરીને [સંતોષ પામી] નથી. પણ [જાણે કે એ તો] નજીવી વાત હોય તેમ સમજીને તું તારા સર્વ આચરણમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ.


અરામની પુત્રીઓ તથા તેની આસપાસની સર્વ પલિસ્તિઓની પુત્રીઓ જેઓ ચોતરફ તને ધિક્કારે છે તેઓએ તારું અપમાન કર્યું તે વખતે તારી પુષ્ટતા પ્રગટ થઈ.


તે માટે, હે ઓહોલિબા, પ્રભુ યહોવા કહે છે કે, તારા જે આશકો પરથી તારું મન ઊઠી ગયું છે તે સર્વને હું તારી સામે ખડા કરીશ, ને હું તેઓને ચારે તરફથી તારી સામે લાવીશ.


હું મારો કોપ તારા પર રેડી દઈશ, ને તેઓ તારા પર કેર વર્તાવશે. તેઓ તારા નાકકાન કાપી લેશે. તારા બાકી રહેલા તરવારથી પડશે. તેઓ તારાં દીકરા-દીકરીઓને પકડી લેશે; અને તારા બાકી રહેલા અગ્નિથી ભસ્મ થશે.


જુઓ, જેઓ તને દુ:ખ દે છે તે સર્વની ખબર હું તે સમયે લઈશ. અને જે લંગડાય છે તેને હુમ બચાવીશ, ને જેને હાંકી કાઢવામાં આવી છે તેને હું પાછી લાવીશ. આખી પૃથ્વી પર જેઓની ઈજ્જત [ગઈ છે] , તેઓને હું પ્રશંસનીય તથા નામીચા કરીશ.


તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan