Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 વળી જે મારું અન્ન હું તને આપતો હતો, એટલે જે મેંદાથી, તેલથી તથા મધથી હું તારું પોષણ કરતો હતો, તે પર તેં સુવાસને માટે તેઓની આગળ અર્પણ કર્યું, અને એમ જ થતું! એમ પ્રભુ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 મેં તને ખોરાક તરીકે આપેલાં મેંદો, તેલ તથા મધ પણ તે મૂર્તિઓને ખુશકારક સુવાસને અર્થે ચડાવી દીધાં. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અને મારા ઉત્તમ લોટની રોટલી, મધ તથા તેલ જે તને ખાવા આપ્યાં હતાં, તે તેં સુવાસિત સુવાસને સારુ તેઓને ચઢાવી દીધાં. એમ જ થયું!” એવું પ્રભુ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 મેં તને જે ઉત્તમ લોટ, મધ અને તેલ ખાવા આપ્યાં હતાં તે તેમને પ્રસન્ન કરવા ચઢાવી દીધાં.” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:19
7 Iomraidhean Croise  

અને યહોવાને તેની સુગંધ આવી, અને યહોવાએ પોતાના મનમાં કહ્યું, “માણસને લીધે હું પૃથ્વીને ફરી શાપ નહિ દઈશ, કેમ કે માણસના મણીઇ કલ્પના તેના બાળપણથી ભૂંડી છે; પણ જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહિ કરીશ.


અમારી તરુણાવસ્થાથી અમારા પિતૃઓના શ્રમનું ફળ, તેઓનાં ઘેટાં તથા તેઓનાં ઢોરઢાંક, તેઓના પુત્રો તથા તેઓની પુત્રીઓ, તે બધાંને એ લજ્જાસ્પદ [વસ્તુ] ખાઈ ગઈ છે.


આવી રીતે મેં સોનારૂપાથી તને શણગારી હતી; અને તારો પોશાક ઝીણા શણનો તથા રેશમનો તથા બુટ્ટાદાર ભરતકામનો હતો. તું મેંદો, મધ તથા તેલ ખાતી હતી. તું અતિશય સુંદર હતી, ને તું આબાદ થઈને તને રાજપદવી મળી.


તેં તારા બુટ્ટાદાર વસ્ત્રો લઈને તેઓને ઓઢાડ્યાં, ને મારું તેલ તથા મારો ધૂપ તેમની આગળ મૂક્યાં.


તેઓનાં સુશોભિત આભૂષણો તેઓના ગર્વનું કારણ થયાં છે; અને તેઓ વડે તેઓએ પોતાની તિરસ્કારરૂપ તથા ધિક્કારપાત્ર વસ્તુઓની મૂર્તિઓ બનાવી. માટે મેં તે [સોનુંરૂપું] તેમની નજરમાં અશુદ્ધ વસ્તુ જેવું કરી નાખ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan