Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તેં તારા બુટ્ટાદાર વસ્ત્રો લઈને તેઓને ઓઢાડ્યાં, ને મારું તેલ તથા મારો ધૂપ તેમની આગળ મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 મેં આપેલાં બુટ્ટાદાર વસ્ત્રો લઇ એ પ્રતિમાઓને તે પહેરાવ્યાં અને મારું ઓલિવ તેલ તથા મારા સુગંધિત ધૂપનું પણ તેમની આગળ અર્પણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેં તારા ભરતકામનાં વસ્ત્રો લઈને તેઓને ઓઢાડ્યાં, મારું તેલ તથા મારો ધૂપ તેઓને ચઢાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તેં મારાં આપેલાં જરીયાન વસ્ત્રો લઇને મૂર્તિઓને પહેરાવ્યાં અને મારું તેલ અને મારો ધૂપ તેમને ચઢાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:18
9 Iomraidhean Croise  

જેઓએ મને છોડીને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, તથા પોતાને હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે, તેઓની બધી દુષ્ટતાને લીધે હું તેઓની સામે મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ.


ત્યારે જો કે નૂહ, દાનિયેલ તથા અયૂબ, એ ત્રણ માણસો તેમાં હોય તોપણ તેઓ પોતાની નેકીથી ફકત પોતાના જ જીવ બચાવશે, એમ પ્રભુ યહોવા કહે છે.


વળી મેં તને ભરત ભરેલાં વસ્ત્ર પહેરાવ્યાં, ને તારે પગે મિસરી ચામડાની મોજડીઓ પહેરાવી ને તારી કમરે ઝીણા શણના કપડાનો કમરબંધ બાંધ્યો, ને તને રેશ્મી [વસ્ત્ર] પહેરાવ્યાં.


વળી મારા સોનારૂપાના તારા સુંદર દાગીના જે મેં તને આપ્યા હતા, તે લઈને તેં પોતાને માટે પરુષોના પૂતળા બનાવીને તેમની સાથે વ્યભિચાર કર્યો.


વળી જે મારું અન્ન હું તને આપતો હતો, એટલે જે મેંદાથી, તેલથી તથા મધથી હું તારું પોષણ કરતો હતો, તે પર તેં સુવાસને માટે તેઓની આગળ અર્પણ કર્યું, અને એમ જ થતું! એમ પ્રભુ યહોવા કહે છે.


તું ભપકાદાર ગદેલા પર બેઠી, ને તેની આગળ મેજ બિછાવી હતી, ને તે પર તેં મારો ધૂપ તથા મારું તેલ મૂક્યાં હતાં.


તારી કારીગરીનો માલ પુષ્કળ હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતો હતો. તેઓ નીલમણિ, જાંબુડિયાં [વસ્ત્રો] , ભરતકામ, બારીક શણ, પરવાળા તથા માણેક આપીને તારો માલ લેતા.


તે પોતાના પ્રીતમોની પાછળ જશે, પણ તે તેઓને પકડી પાડશે નહિ; તે તેઓને શોધશે, પણ તેઓ તેને મળશે નહિ. ત્યારે તે કહેશે, ‘હું ચાલીને મારા પહેલા ધણીની પાસે પાછી જઈશ; કેમ કે હમણાના કરતાં તે વખતે મને વધારે સુખ હતું.’


જેઓએ તેઓના યજ્ઞની ચરબી ખાધી, [અને] તેઓનાં પેયાર્પણનો દ્રાક્ષારસ પીધો તેઓ ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!


Lean sinn:

Sanasan


Sanasan