Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ફરીવાર મને યહોવાની વાણી સંભળાઇ:

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:1
13 Iomraidhean Croise  

સદાચારથી પ્રજાની ચઢતી થાય છે; પણ પાપ હરકોઈ પ્રજાને લાંછનરૂપ છે.


પતિવ્રતા નગરી કેમ વ્યભિચારિણી થઈ ગઈ છે! તે ઇનસાફથી ભરેલી હતી! ન્યાયીપણું તેમાં વસતું, પણ હાલ ઘાતકીઓ વસે છે.


“તું કેમ કહી શકે કે, હું મલિન થયો નથી, હું બાલીમની પાછળ ચાલ્યો નથી? નીચાણમાં તારો માર્ગ જો, તેં જે કર્યું છે તે જાણ: વેગવાન સાંઢણીના જેવો તું પોતાના માર્ગોમાં આમતેમ ભટકે છે;


તારા ઘાને લીધે તું કેમ બૂમ પાડે છે? તારું દુ:ખ મટાડવાનો કંઈ ઇલાજ નથી. તારાં પાપો ઘણાં થવાને લીધે તારા અપરાધો વધી ગયા છે, તેથી મેં તને આ બધું કર્યું છે.


તેઓએ અપરાધ કર્યો છે માટે હું દેશને ઉજ્જડ કરીશ” એમ પ્રભુ યહોવા કહે છે.


“હે મનુષ્યપુત્ર, યરુશાલેમને તેનાં ધિક્કારપાત્ર કૃત્યો જણાવીને


તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને ઇઝરાયલી લોકો પાસે, એટલે જે બંડખોર પ્રજાઓએ મારી વિરુદ્ધ બંડ કર્યુ છે તેમની પાસે, મોકલું છું. તેઓના પૂર્વજો તથા તેઓ પોતે છેક આજ સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે.


“હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય કરશે, શું તું ખૂની નગરનો ન્યાય કરશે? એમ હોય તો તેને તેનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો જણાવ.


એટલે બાબિલવાસીઓને, સર્વ ખાલદીઓને, પકોદને, શોઆને તથા કોઆને, [ને] તેમની સાથે સર્વ આશૂરીઓને, એ સર્વ મનમોહક જુવાન સૂબાઓ તથા અમલદારો, એ સર્વ ઘોડેસવાર સરદારો તથા મંત્રીઓને [લાવીશ].


યહોવા પહેલવહેલાં હોશિયાની સાથે બોલ્યા, ત્યારે યહોવાએ હોશિયાને કહ્યું, “જઈને એજ વેશ્યા સાથે લગ્ન કર, ને વેશ્યાના છોકરાંને પોતાનાં કરી લે; કેમ કે દેશ યહોવાનો ત્યાગ કરીને પુષ્કળ વ્યભિચાર કરે છે.”


મારા લોકો પોતાના વૃક્ષના ઠંઠાની સલાહ પૂછે છે, ને તેમના જોષી ની લાકડી તેમને પ્રત્યુત્તર આપે છે!કેમ કે વ્યભિચારી હ્રદયે તેમને ગેરમાર્ગે દોર્યા છે, ને પોતાના ઈશ્વરને તજીને તેઓ બગડી ગયા છે.


યહોવા કહે છે: ”યહૂદિયાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ યહોવાના નિયમનો અનાદર કર્યો છે, ને તેમના વિધિઓ પાળ્યા નથી, જે જૂઠાણાની પાછળ તેમના પૂર્વજો ફરતા હતા તે જૂઠાણાએ તેમને ભટકાવી દીધા છે.


(પછી જુઓ, સીસાનું એક તાલંત ઉપાડી લેવામાં આવ્યું:) એટલે એફાહની અંદર એક સ્ત્રી બેઠેલી [જોવામાં આવી].


Lean sinn:

Sanasan


Sanasan