હઝકિયેલ 15:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એથી પ્રભુ યહોવા કહે છે કે, જેમ વનનાં વૃક્ષોમાંના દ્રાક્ષાવૃક્ષને બળતણ તરીકે અગ્નિને હવાલે કર્યુ છે, તેમ જ હું યરુશાલેમના રહેવાસીઓને [અગ્નિને] હવાલે કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 આથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “જેમ વનનાં વૃક્ષોમાંથી દ્રાક્ષાવેલાનાં લાકડાં અગ્નિ પેટાવવાને વપરાય છે તેમ હું યરુશાલેમના લોકોને સજા ફટકારીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી પ્રભુ યહોવાહ કહે છે; જેમ જંગલની દ્રાક્ષાની ડાળીને મેં બળતણ તરીકે અગ્નિને આપી છે; તે પ્રમાણે હું યરુશાલેમના રહેવાસીઓ સાથે કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 આથી યહોવા મારા માલિક કહે છે; જેમ મેં દ્રાક્ષાવેલને લાકડા કરતાં વધારે બિનઉપયોગી બનાવ્યું છે, અગ્નિમાં ઇંધણ તરીકે વપરાતા કોઇ પણ લાકડાં કરતા પણ બિન ઉપયોગી, તે પ્રમાણે હું યરૂશાલેમના લોકોનું પણ કરીશ. Faic an caibideil |
વળી યહોવા કહે છે, ત્યાર પછી હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોકો આ નગરમાં મરકીથી, તરવારથી તથા દુકાળથી બચ્યા છે, તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં, તથા તેઓના શત્રુઓના હાથમાં, તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હથામાં સોંપીશ. તે તેઓને તરવારથી મારી નાખશે; તે તેઓ પર ક્ષમા, કરુણા કે દયા કરશે નહિ.