Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 15:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જો, તે બળતણ તરીકે અગ્નિમાં નંખાય છે. અગ્નિએ તેના બન્ને છેડા ભસ્મ કર્યા છે, ને તેનો વચલો ભાગ પણ બળી ગયો છે, ત્યારે તે કોઈ કામને માટે ઉપયોગી છે શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 એ તો માત્ર અગ્નિ પેટાવવાના જ કામનું છે. અગ્નિમાં તેના બન્‍ને છેડા સળગી ઊઠે છે અને વચલો ભાગ પણ બળી જાય છે. તો પછી એ કોઇ ઉપયોગમાં આવે ખરું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જો, તેને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે જો અગ્નિથી તેના બન્ને છેડા અને તેનો વચ્ચેનો ભાગ પણ સળગવા લાગે છે. શું તે કામને માટે સારું છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 એને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે તેના બંને છેડા સળગવા લાગે છે અને વચ્ચેનો ભાગ ખાખ થઇ જાય છે. પછી એ શા કામમાં આવે?

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 15:4
13 Iomraidhean Croise  

તે અગ્નિથી બાળવામાં આવ્યો છે, તેને કાપી નાખવામાં આવ્યો છે; તેઓ તમારા મુખની ધમકીથી નાશ પામે છે.


વળી જે બળવાન છે તે શણના કચરા જેવો, ને તેનું કામ ચિણગારી જેવું થશે; તે બન્નેને સાથે બાળી નાખવામાં આવશે, ને તેને કોઈ હોલવનાર મળશે નહિ.


તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે; કેમ કે આ લોક સમજણા નથી; તે માટે તેમનો કર્તા તેમના પર દયા કરશે નહિ, ને તેમને બનાવનાર તેમના પર કૃપા કરશે નહિ.


શું તેનું લાકડું કંઈ પણ ચીજ બનાવવાના કામમાં આવે? અથવા શું માણસો કોઈ વાસણ લટકાવવાને માટે તેની ખીંટી બનાવી શકે?


જ્યારે તે આખું હતું ત્યારે પણ તે કોઈપણ ચીજ બનાવવાને માટે લાયક નહોતું; તો જ્યારે અગ્નિએ તેને ભસ્મ કર્યું છે ને તે બળી ગયું છે, ત્યારે તે કોઈ પણ કામને માટે તદ્‍ન નિરુપયોગી છે.


એથી પ્રભુ યહોવા કહે છે કે, જેમ વનનાં વૃક્ષોમાંના દ્રાક્ષાવૃક્ષને બળતણ તરીકે અગ્નિને હવાલે કર્યુ છે, તેમ જ હું યરુશાલેમના રહેવાસીઓને [અગ્નિને] હવાલે કરીશ.


તેની ડાળીઓના સોટામાંથી અગ્નિએ પ્રગટ થઈને તેના ફળને ભસ્મ કર્યા છે, તેથી રાજકર્તાનો રાજદંડ બને એવો મજબૂત સોટો તેમાં એકે રહ્યો નથી.” આ તો વિલાપ છે, ને વિલાપ કરવા માટે રહેશે.


“ઈશ્વરે સદોમ તથા ગમોરાની પાયમાલી કરી, તેની જેમ મેં તમારામાંના [કેટલાક] ની પાયમાલી કરી છે, ને બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા તમે હતા. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


કેમ કે, જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે. અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ.


તેમનું સૂપડું તેમના હાથમાં છે, ને તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે, ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે, પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”


જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે, ને તેઓ બળી જાય છે.


કેમ કે આપણા ઈશ્વર ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.


પણ જેમાં કાંટા તથા ઝાંખરાં ઊગે છે, તેને નાપસંદ કરવામાં આવે છે, અને તે લગભગ શાપિત થયેલી છે. પરિણામે તે બાળી નંખાવાની છે.


Lean sinn:

Sanasan


Sanasan