Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 14:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે ઇઝરાયલ લોકોનો તથા ઇઝરાયલમાં રહેનાર પરદેશીઓમાંનો દરેક માણસ જે મારાથી વિમુખ થઈને પોતાની મૂર્તિઓને પોતાના હ્રદયમાં સંઘરી રાખતો હશે, ને પોતાની દુષ્ટતારૂપી ઠેસ પોતાની આગળ મૂકીને પ્રબોધક પાસે મારે વિષે પૂછવા આવશે, તેને હું યહોવા જાતે ઉત્તર આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 જ્યારે કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલમાં રહેનાર કોઈ પરદેશી મારાથી વિમુખ થઈને પોતાનું મન મૂર્તિઓમાં પરોવે અને પોતાને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું ધ્યાન ધરે અને પછી કોઈ સંદેશવાહક પાસે પૂછપરછ કરવા જાય તો હું પ્રભુ જાતે તેને ઉત્તર આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઇઝરાયલ લોકનો દરેક તથા ઇઝરાયલ લોકમાં રહેનાર પરદેશીઓમાનો દરેક, જે મારો ત્યાગ કરીને પોતાના હૃદયમાં મૂર્તિઓને સંઘરી રાખતો હશે અને પોતાના મુખ આગળ પોતાના અન્યાયરૂપી ઠેસ મૂકતો હશે, જે પ્રબોધક પાસે મને શોધવા આવે છે તેને હું, યહોવાહ, પોતે જવાબ આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જો કોઇ ઇસ્રાએલી કે તેમના ભેગો વસતો કોઇ વિદેશી મારો ત્યાગ કરીને પોતાના હૃદયમાં મૂર્તિઓને સ્થાન આપશે અને પોતાના પતનના કારણરૂપ એ મૂર્તિઓનું ધ્યાન ધરશે અને કોઇ પ્રબોધક પાસે આવીને મારી ઇચ્છા જાણવા પ્રશ્ર્ન કરશે તો હું, યહોવા, પોતે તેનો જવાબ આપીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 14:7
24 Iomraidhean Croise  

અને જો કોઈ પ્રવાસી તારી સાથે વસેલો હોય, ને તે યહોવાનું પાસ્ખઅ પાળવા ચાહતો હોય, તો તેના [ઘરના] સર્વ પુરુષો સુન્‍નત કરાવે, ને ત્યાર પછી તે પાસ્ખા પાળવાને પાસે આવે; અને દેશમાં જન્મેલા માણસ જેવો તે ગણાય; પણ કોઈ બેસુન્‍નત માણસ તે ન ખાય.


પણ સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે; તેમાં તું કંઇ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારાં ઢોર કે તારા ઘરમાંનો પરદેશી;


હે યહોવા, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો? અમે તમારી બીક ન રાખીએ, એવી રીતે અમારાં હ્રદયોને તમે શા માટે કઠણ કરો છો? તમારા સેવકોને માટે તમારા વારસાના કુળોને માટે પાછા આવો.


ત્યાર પછી સિદકિયા રાજાએ [માણસ] મોકલીને તેને તેડી મંગાવ્યો; અને તેણે પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછયું, “યહોવા તરફથી કંઈ વચન છે?” ત્યારે યર્મિયાએ કહ્યું કે, છે. વળી, યર્મિયાએ રાજાને કહ્યું, “તમને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.”


વળી જ્ચારે કોઈ નેક માણસ પોતાની નેકીથી ફરી જઈને દુષ્કર્મ કરે, ને તેથી હું તેની આગળ ઠેસ મૂકું, તો તે માર્યો જશે. તેં તેને ચેતવણી નથી આપી તેથી તે તો પોતાના પાપને લીધે મરશે, ને તેનાં કરેલાં સુકૃત્યોનું સ્મરણ કરવામાં આવશે નહિ. પણ તેના રક્તનો જવાબ તો હું તારી પાસેથી માગીશ.


તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, ને તમારી પુત્રવધુઓ જારકર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ; કેમ કે [પુરુષો] પોતે છિનાળોને લઈને એકાંતમાં જતા રહે છે, ને દેવદાસીઓની સંઘાતે યજ્ઞો કરે છે; અને અજ્ઞાન લોકો પાયમાલ થશે.


તું દિવસે ઠોકર ખાઈને પડશે, ને પ્રબોધક પણ તારી સાથે રાત્રે ઠોકર ખાઈને પડશે; અને હું તારી માનો નાશ કરીશ.


અરણ્યમાં દ્રાક્ષા [મળે] તેમ ઇઝરાયલ મને મળ્યા. અંજીરીની પહેલી મોસમમાં તેનું પ્રથમફળ [જોવામાં આવે] તેમ મેં તમારા પૂર્વજોને જોયા, પણ તેઓ બાલ-પેઓર પાસે જઈને તે લજ્જાકારક વસ્તુને સમર્પિત થયા, ને તેઓ પોતાની પ્રિય વસ્તુના જેવા ધિક્કારપાત્ર થયા.


અને એ સદાને માટે તમારો વિધિ થાય. સાતમા માસમાં તે માસને દશમે દિવસે તમે આત્મકષ્ટ કરો, ને કોઈ પ્રકારનું કામ ન કરો, પછી આ દેશનો હો, કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો;


“વળી તું ઇઝરાયલી લોકોને કહે કે, જો કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલ મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓમાંનો જે કોઈ પોતાનાં સંતાનમાંથી માલેખને અર્પે તે જરૂર માર્યો જાય; દેશના લોકો તેને પથ્થરે મારે.


જેમ વતનની માટે તેમ જ પરદેશીને માટે એક જ પ્રકારનો કાયદો તમારે રાખવો; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.”


તમો જે મંડળીના છો તે તમારે માટે તથા પ્રવાસી પરદેશીને માટે એક જ વિધિ તમારી પેઢી દરપેઢી સદાને માટે થાય. યહોવાની આગળ જેમ તમે છો, તેમ પરદેશી પણ હોય.


“અજાણતાં કંઈ કરનારને માટે, એટલે ઇઝરાયલી લોકો મધ્યે આ દેશનાને માટે તથા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીને માટે તમારે એક જ નિયમ રાખવો.


અને રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે, તે પોતાના મનમાં પોતાને મુબારકબાદી આપીને કહે, ‘હું મારા હ્રદયની હઠીલાઈ પ્રમાણે ચાલું, ને સુકાની સાથે લીલાનો નાશ કરું તોપણ મને શાંતિ થશે.’


એઓ પક્ષ ઊભા કરનારા, અને વિષયી છે; એઓમાં [પવિત્ર] આત્મા નથી.


Lean sinn:

Sanasan


Sanasan