Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 14:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેમના આચરણ તથા તેમનાં કૃત્યો તમે જોશો, ત્યારે તે પરથી તમારા મનનું સાંત્વન થશે, ત્યારે તમે જાણશો કે જે સર્વ મેં તે પર વિતાડ્યું છે તે કારણ વગર કર્યું નથી, એમ પ્રભુ યહોવા કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 કારણ, તેમનાં વર્તન અને આચરણ પરથી તમને સમજાશે કે મેં તેમને વિના કારણ સજા કરી નથી. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 જ્યારે તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, ત્યારે તમારું મન સાંત્વના પામશે, ત્યારે તમે જાણશો કે જે સર્વ બાબતો મેં તેની વિરુદ્ધ કરી છે તે અમથી કરી નથી.” આમ પ્રભુ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 કારણ કે તેઓ કેવા દુષ્ટ છે તે જોઇને તમને ખાતરી થશે અને તમને સમજાશે કે મેં જે કઇં કર્યું છે તે વગર કારણે કર્યું નથી.” આ યહોવા મારા માલિકના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 14:23
20 Iomraidhean Croise  

પરંતુ અમારા પર જે વીત્યું છે, તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વાજબી કર્યું છે, પણ અમે તો દુષ્ટતા કરી છે.


માણસો તરફ જોઈને તે તેમને કહે છે કે, ‘મેં પાપ કર્યું છે, મેં સત્યને મરડી નાખ્યું છે, અને તેથી મને કંઈ લાભ થયો નહિ.


જેમ ભટકતી ચકલી, અથવા જેમ ઊડતું અબાબીલ પક્ષી છે, તેમ વિનાકારણ આપેલો શાપ [કોઈને માથે] ઊતરતો નથી.


વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,


એ માટે કે તું ફજેત થાય, ને તેં જે જે કર્યું છે ને જેથી તું તેઓને દિલાસારૂપ થઈ છે, તે સર્વને લીધે તું લજ્જિત થાય.


જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના ધબકારાથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી. અને સર્વ પાણી પીનારાં એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં.


રાજા શોક કરશે, ને સરદાર પાયમાલીથી ઘેરાઈ જશે, ને દેશના લોકોના હાથ કંપશે. તેઓના આચરણ પ્રમાણે હું તેઓને શિક્ષા કરીશ, ને તેઓના ગુણદોષ પ્રમાણે હું તેઓનો ન્યાય કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


એ માટે યહોવા યોગ્ય સમય જોઈને એ આપત્તિ અમારા પર લાવ્યા છે, કેમ કે અમારા ઈશ્વર યહોવા પોતે જે જે કરે છે, તે સર્વ કામો ન્યાયયુક્ત છે, ને અમે તેમની વાણી માની નથી.


હે પ્રભુ, ન્યાયપણું તો તમારું છે, પણ આજની જેમ મુખ પરની શરમિંદગી તો અમારી છે. એટલે યહૂદિયાના માણસોની તથા યરુશાલેમના રહેવાસીઓની, તથા તમારી વિરુદ્ધ પોતે કરેલા અપરાધોને લીધે, એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશોમાં જ્યાં તમે તેઓને હાંકી કાઢ્યા છે તે સર્વ ઇઝરાયલની છે.


અને મારી વિરુદ્ધ જે ઉલ્‍લંઘન તેઓએ કર્યું તેમાં તેમનો અન્યાય તેઓ કબૂલ કરશે, ને એ પણ કબૂલ કરશે કે તેઓ મારાથી ઊલટા ચાલ્યા.


તેથી હું પણ તેઓથી ઊલટો ચાલ્યો, ને તેમના શત્રુઓના દેશમાં તેઓને લાવ્યો. તે વખતે જો તેઓનું બેસુન્‍નત હ્રદય નમ્ર થયું હશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા કબૂલ કરશે,


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઇચ્છા છે કે નહિ તે જાણવા માટે તારું પારખું કરવાને યહોવા તારા ઈશ્વરે આ ચાળીસ વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ.


હે પ્રભુ, [તમારાથી] કોણ નહિ બીશે, અને તમારા નામની સ્તુતિ કોણ નહિ ગાશે? કેમ કે એકલા તમે પવિત્ર છો. હા, સર્વ પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે. કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.”


કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ [એ માટે] લાયક છે.”


Lean sinn:

Sanasan


Sanasan