Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 14:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી ઇઝરાયલના વડીલોમાંના કેટલાક મારી પાસે આવીને મારી આગળ બેઠા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલના કેટલાક આગેવાનો મારી પાસે આવ્યા અને મારી આગળ બેઠા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલના કેટલાક વડીલો મારી પાસે આવીને મારી આગળ બેઠા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલના કેટલાક આગેવાનો મારે ત્યાં આવીને બેઠા હતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 14:1
13 Iomraidhean Croise  

એલિશા પોતાના ઘરમાં બેઠો હતો, ને વડીલો તેની પાસે બેઠા હતા; [રાજાએ] પોતાની હજૂરમાંથી એક માણસ મોકલ્યો; પણ તે સંદેશિયો તેની પાસે આવી પહોંચ્યો તે પહેલાં તો તેણે વડીલોને કહ્યું, “મારું માથું કાપી નાખવા કેવો એ ખૂનીના દીકરાએ માણસ મોકલ્યો છે, તે તમે જુઓ છો? જુઓ, તે સંદેશિયો આવે ત્યારે તેને બહાર રાખીને કમાડ સંભાળીને વાસી રાખજો. શું તેના ધણીના પગનો અવાજ તેની પાછળ નથી [સંભળાતો] ?”


ચોકીદારે કહ્યું, “સવાર થાય છે, ને રાત પણ આવે છે; જો તમારે પૂછવું હોય તો પૂછો; ફરીને આવો.”


વળી પ્રભુએ કહ્યું, “આ લોકો તો મારી પાસે આવે છે, ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હ્રદય મારાથી દૂર રાખ્યું છે, ને તેઓમાં મારી જે બીક છે તે [માત્ર] પાઠે કરેલી માણસની આજ્ઞા છે;


એ વખતે યહોવાનું વચન મારી પાસે આવ્યું,


સાતમા વરસના પાંચમા માસની દશમીએ એવું બન્યું કે ઇઝરાયલના વડીલોમાંના કેટલાક યહોવાની સલાહ પૂછવા માટે આવીને મારી આગળ બેઠા.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના વડીલો સાથે વાત કર, અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, શું તમે મારી પાસેથી ખબર કાઢવા આવ્યા છો? તો પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે હું તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ નહિ.


તેઓ લોકોના રિવાજ પ્રમાણે તારી પાસે આવે છે, ને મારા લોકો તરીકે તારી આગળ બેસે છે, તેઓ તારા વચનો સાંભળે છે, પણ તેમનો અમલ કરતા નથી, કેમ કે તેમના મુખથી તેઓ બહું પ્રેમ દર્શાવે છે, પણ તેમનું મન તો તેમના સ્વાર્થ પાછળ ભટકે છે.


વળી જો, તું તેઓને કોઈ મધુર કંઠના ને સારી રીતે વાજિંત્ર વગાડનાર મનોહર ગીતના જેવો [લાગે] છે; કેમ કે તેઓ તારાં વચનો સાંભળે છે, પણ તેમનો અમલ કરતા નથી.


છઠ્ઠા વરસના છઠ્ઠા માસની પાંચમીએ, હું મારા ઘરમાં બેઠો હતો ને યહૂદિયાના વડીલો મારી આગળ બેઠા હતા, ત્યારે ત્યાં પ્રભુ યહોવાનો હાથ મારા પર પડ્યો.


મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના‍ ચરણ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.


“હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો યહૂદી છું. પણ આ શહેરમાં ગમાલીએલના ચરણમાં ઊછરેલો, અને આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલો, અને આજે તમે સર્વ જેવા ઈશ્વરના સંબંધમાં ચુસ્ત છો તેવો જ હું પણ હતો.


બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્‍ત્રીઓ,


ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું, “ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો,


Lean sinn:

Sanasan


Sanasan