Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 13:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પ્રભુ યહોવા કહે છે કે, જે મૂર્ખ પ્રબોધકો પોતાના મનમાં આવે તેવો પ્રબોધ કરે છે ને જેઓને કંઈ સંદર્શન થયું નથી, તેઓને સફસોસ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: કંઈ પણ સંદર્શન ન થયું હોવા છતાં પોતાના મનથી ઉપજાવી કાઢેલો સંદેશ કહેનારા એ સંદેશવાહકોની કેવી દુર્દશા થશે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પ્રભુ યહોવાહ કહે છે: જે મૂર્ખ પ્રબોધકો પોતાના મનમાં આવે છે તેમ પ્રબોધ કરે છે, પણ તેઓ કંઈ જોતા નથી તેઓને અફસોસ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ‘યહોવા મારા માલિકના આ વચન સાંભળો: એ દુષ્ટ પ્રબોધકોનો અંત આવી ગયો છે! તેઓ પોતાના દુષ્ટ આત્મા વડે જ પ્રેરણા મેળવે છે, તેઓ કોઇ સંદર્શન જોતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 13:3
21 Iomraidhean Croise  

બુદ્ધિમાનનું અંત:કરણ ડહાપણ શોધે છે; પણ મૂર્ખોનું મુખ મૂર્ખાઈનો આહાર કરે છે.


જ્ઞાનીની જીભ ખરી સમજ ઊચરે છે; પણ મૂર્ખો પોતાને મુખે મૂર્ખાઈને વહેતી મૂકે છે.


“જે પાળકો મારા બીડનાં ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે, તેઓને હાય હાય! એવું યહોવા કહે છે,


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનાં વચનો સાંભળશો નહિ; તેઓ તમને વ્યર્થ વાતો શીખવે છે. તેઓ યહોવાના મુખનું નહિ, પણ પોતાના હ્રદયમાં કલ્પેલું સંદર્શન પ્રગટ કરે છે.


પ્રબોધકો વિષેની વાત. મારું હ્રદય મારામાં ફૂટેલું છે, મારાં સર્વ હાડકાં કંપે છે! યહોવાને લીધે તથા તેમનાં પવિત્ર વચનોને લીધે હું છાકટા માણસના જેવો તથા દ્રાક્ષારસને વશ થયેલા માણસના જેવો છું.


પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, “રે હનાન્યા, સાંભળ; યહોવાએ તને મોકલ્યો નથી; પણ તું જૂઠી વાત પર આ લોકોને વિશ્વાસ કરાવે છે.


તારા પ્રબોધકોએ તારે માટે નિરર્થક તથા ઘેલાં સંદર્શનો જોયાં છે; અને તેઓએ તારો અન્યાય ઉઘાડો કર્યો નહિ કે, જેથી તારો બંદિવાસ પાછો ફેરવાઈ ગયો હોત; પણ તેઓએ તારે માટે અસત્ય વચનો તથા દેશનિકાલ થાય. એવાં સંદર્શનો જોયાં છે.


પ્રભુ યહોવા કહે છે કે, જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર તાવીજ બાંધે છે, ને માણસોના આત્માઓનો શિકાર કરવા માટે સર્વ કદના માથાંને બેસતા આવે એવા બુરખા બનાવે છે તેઓને અફસોસ! શું તમે મારા લોકોના જીવનો શિકાર કરશો, અને તમારા પોતાના જીવ બચાવી રાખશો?


હે ઇઝરાયલ, તારા પ્રબોધકો ખંડિયેરોમાં રહેનાર લોંકડીના જેવા થયા છે.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પાળકોની વિરુદ્ધ પ્રબોધ કર, પ્રબોધ કરીને તેમને, હા, તે પાળકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલના પાળકોને અફસોસ, કેમ કે તેઓ માત્ર પોતાનું પોષણ કરે છે! શું પાળકોએ ઘેટાંનું પોષણ ન કરવું જોઈએ?


શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે! ઇઝરાયલ તે જાણશે. તારા પુષ્કળ અન્યાયને લીધે તથા અધિક વૈરને લીધે, પ્રબોધક મૂર્ખ [ગણાય] છે, ને જે માણસમાં ઈશ્વરનો આત્મા છે તે ઘેલો [મનાય] છે.


વળી યહોવાએ મને કહ્યું, “હજી ફરીથી મૂર્ખ પાળકનાં સાહિત્યો તું લઈ લે.


અરે મૂર્ખો, જેમણે બહારનું બનાવ્યું તેમણે અંદરનું પણ બનાવ્યું નથી શું?


તમો પંડિતોને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર પેઠા નથી, અને જેઓ અંદર પેસતા હતા તેઓને તમે અટકાવ્યા છે.”


જો હું સુવાર્તા પ્રગટ કરું, તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે; અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે.


તે અભિમાની તથા અજ્ઞાન છે, અને વાદવિવાદ તથા શબ્દવાદમાં મઝા માને છે. તેઓથી અદેખાઈ, વઢવાડ, નિંદા તથા ખોટા વહેમ [ઉત્પન્‍ન થાય છે] ,


પણ તેઓ આગળ ચાલવાના નથી, કેમ કે જેમ એ [બંને] ની મૂર્ખતા પ્રગટ થઈ, તેમ તેઓની પણ સર્વની આગળ પ્રગટ થશે.


Lean sinn:

Sanasan


Sanasan