Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 13:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે કાચા કોલને લપેડો કરનારાઓને કહે છે કે, એ તો પડી જશે. રેલ આવે એવું મોટું ઝાપટું પડશે, અને મોટા કરા પડશે, અને તોફાની પવન તેને પાડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તું એ લપેડા કરનારાઓને કહે કે, એ ભીંત તો પડી જશે. તેના પર મુશળધાર વરસાદ વરસશે, કરા પડશે અને વાવાઝોડું ફૂંકાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ચૂનો ધોળનારાઓને કહે કે; ‘તે દીવાલ પડી જશે; ત્યાં મુશળધાર વરસાદ વરસશે; મોટા કરા વરસશે અને તોફાની વાવાઝોડું તેને પાડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તું એ ચૂનો ધોળનારાઓને કહી દે; એ ભીત તો પડી જશે. યહોવા મૂશળધાર વરસાદ મોકલશે; કરા વરસશે અને તોફાની વાવાઝોડું તેને તોડી પાડશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 13:11
19 Iomraidhean Croise  

પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે, એટલે તે લોપ થાય છે. તે તેને તેની જગાએથી બહાર ઘસડી નાખે છે.


શું તું બરફના ભંડારોમાં ગયો છે? અથવા કરાના ભંડારો શું તેં જોયા છે?


તેમને મેં સંકટના દિવસોને માટે [અને] યુદ્ધ તથા સંગ્રામના દિવસને મટે ભરી મૂક્યા છે.


તે દુષ્ટો પર ફાંદાનો વરસાદ વરસાવશે. અગ્નિ, ગંધક, અને ભયંકર લૂ, એ તેઓના પ્યાલાનો ભાગ થશે.


તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે; સાચે જ ઘણાં પાણીની રેલ ચઢે ત્યારે તે તેને પહોંચશે નહિ.


જ્યારે ભયંકર લોકોનો ઝપાટો કોટ પરના તોફાન જેવો છે, ત્યારે તમે ગરીબોનો આશ્રય, સંકટસમયે દીનોનો આધાર, તોફાનની સામે ઓથો, ને તડકાની સામે છાયો છો.


જુઓ, પ્રભુનો એક પરાક્રમી ને સમર્થ [વીર] છે; તે કરાની આંધી, નાશ કરનાર તોફાન, જબરાં ઊભરાતાં પાણીના પૂરની જેમ તેઓને જમીન પર જોરથી પછાડશે.


સૈન્યોના ઈશ્વર યહોવા ગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી તથા ભસ્મ કરનાર અગ્નિની જ્વાળા મારફતે તેની ખબર લેશે.


પણ જંગલના પતન સમયે કરા પડશે; અને નગર જમીનદોસ્ત કરવામાં આવશે.


મેં જોયું, અને જુઓ, એજ આંધીરૂપી મહા વાદળું ઉત્તરમાંથી નીકળી આવ્યું, ને તેમાં અખંડ ચમકતો અગ્નિ હતો, ને તેની આસપાસ પ્રકાશ હતો, ને તેમાંથી, એટલે તે અગ્નિમાંથી તૃણમણિનાં જેવું તેજ આવતું હતું.


ભીંત પડી જશે ત્યારે શું તમને કહેવામાં નહિ આવે કે, જે કાચા કોલથી તમે લપેડી મૂક્યું છે તે ક્યાં છે?”


વળી હું મરકીથી તથા ખૂનરેજીથી તેને શિક્ષા કરીશ; અને હું તેના ઉપર, તેનાં સૈન્ય ઉપર તથા તેની સાથેના ઘણી જાતના લોકો ઉપર પૂર લાવે એવો વરસાદ, મોટા કરા, અગ્નિ તથા ગંધક વરસાવીશ.


યહોવા કોપ કરવામાં ધીમા ને મહા પરાક્રમી છે, તે [દોષિતને] કોઈ પણ રીતે નિર્દોષ ગણનાર નથી. યહોવાનો માર્ગ વંટોળિયામાં તથા તોફાનમાં છે, ને વાદળાં તેમના પગની રજ છે.


અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો, માટે તે પડયું નહિ.


અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા, ને તે પડી ગયું, અને તેનો નાશ મોટો થયો.”


Lean sinn:

Sanasan


Sanasan