Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 કેમ કે હું યહોવા છું; હું બોલીશ તે ફળીભૂત કરીશ, એમ પ્રભુ યહોવા કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 પરંતુ હું પ્રભુ પરમેશ્વર જે કહેવાનું હશે તે કહીશ, અને હું જે સંદેશ આપીશ તે વિના વિલંબે ફળીભૂત થશે. ઓ બંડખોર લોકો, પ્રભુ પરમેશ્વર કહે છે કે હું જે કહીશ તે તમારા પોતાના જીવનકાળ દરમિયાન પૂરું કરી બતાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 કેમ કે હું, યહોવાહ છું, હું બોલીશ, હું જે વચન બોલીશ તે ફળીભૂત થશે. તેનો વિલંબ કરવામાં આવશે નહિ. હે બંડખોર લોકો, હું તમારા દિવસોમાં આ વચનો બોલીશ, તેને હું ફળીભૂત કરીશ. આ પ્રભુ યહોવાહનાં વચનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 કારણ કે હું, યહોવા, મારે જે કહેવું હશે તે કહીશ અને જે કહીશ તે સાચું પડશે. એમાં વિલંબ નહિ થાય. હે બંડખોર ઇસ્રાએલીઓ, હું આ તમારા જીવનકાળ દરમ્યાન જ કરીશ.” આ યહોવા મારા માલિકના વચનો છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:25
20 Iomraidhean Croise  

સૈન્યોના [ઈશ્વર] યહોવાએ સમ ખાઈને કહ્યું છે, “જે પ્રમાણે મેં ધારણા કરી છે તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે ઠરાવ કર્યો છે તે કાયમ રહેશે:


તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે [સફળ] થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું, તેમાં સફળ થયા વિના, તે ફોગટ મારી પાસે પાછું વળશે નહિ.


વળી યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું:“હે યર્મિયા, તું શું જુએ છે?” મેં કહ્યું, “હું બદામડીનો ફણગો જોઉં છું.”


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જુઓ, હું આ સ્થળે તમારી નજર આગળ તથા તમારી હયાતીમાં આનંદનો તથા હર્ષનો અવાજ, તેમ જ વરનો તથા કન્યાનો અવાજ બંધ પાડીશ.


યહોવાએ જે નિર્ણય કર્યો હતો તે તેમણે પાર પાડ્યો છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પાર પાડ્યું છે. દયા રાખ્યા વગર તેમણે તને તોડી પાડ્યું છે. અને તારો શત્રુ તારા [હાલ જોઈને] હરખાય, એવું તેમણે કર્યું છે. પ્રભુએ તારા દુશ્મોનોનું શિંગ ઊંચું ચઢાવ્યું છે.


વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,


એ માટે તેઓને કહે, પ્રભુ યહોવા કહે છે કે, મારું કોઈ પણ વચન હવે પછી મુલતવી રાખવામાં આવશે નહિ, પણ જે વચન હું બોલીશ તે ફળીભૂત થશે, એમ પ્રભુ યહોવા કહે છે.”


ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું; અને હું તેમના પર આ આફત લાવીશ, એ મેં ફોકટ કહ્યું નથી.”


કેમ કે વેચનાર તે વેચાયેલી ભૂમિ પર પાછો આવશે નહિ, જો કે તેઓ બન્ને હજી જીવતા હશે તોપણ, કેમ કે સંદર્શન તેઓના આખા સમુદાય વિષે છે, કોઈ પાછો આવશે નહિ; અને કોઈ પોતાના અધર્મથી પોતાનું જીવન સાર્થક કરશે નહિ.


અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી વિરુદ્ધ તથા અમારો ન્યાય કરનારા અમારા ન્યાયાધીશોની વિરુદ્ધ પોતે બોલેલાં વચનો તેમણે પરિપૂર્ણ કર્યા છે; કેમ કે યરુશાલેમ પર જે [વિપત્તિ] પાડવામાં આવી છે તેવી [વિપત્તિ] આખા આકાશ નીચે [કોઈ સ્થળે] પડી નથી.


પ્રભુએ કહ્યું, “તમે વિદેશીઓમાં જુઓ, ને લક્ષ આપો, ને અતિશય વિસ્મય પામો, કેમ કે હું તમારા સમયમાં એવું એક કાર્ય કરવાનો છું કે, જે તમને કહેવામાં આવશે તોપણ તમે તે માનશો નહિ.


કેમ કે એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, કેમ કે તે [સંદર્શન] પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહિ. જો કે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જોજે; કેમ કે તે નક્કી થશે જ, તેને વિલંબલ થશે નહિ.


પણ જે મારાં વચનો તથા મારા વિધિઓ મેં મારા સેવક પ્રબોધકોને ફરમાવ્યાં, તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડયા નહિ? અને તેઓ ફર્યા, ને કહ્યું, યહોવાએ આપણને આપણા માર્ગો પ્રમાણે તથા આપણા કૃત્યો પ્રમાણે જેમ કરવા ધાર્યું, તેમ જ તેમણે આપણને કર્યું છે.’”


અને યહોવાએ મૂસાને કહ્યું, “શું યહોવાનો હાથ ટૂંકો પડયો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહિ એ તું હવે જોઈશ.”


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.


એ તમારે માટે સાક્ષીરૂપ થઈ પડશે.


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે; પણ મારી વાતો જતી રહેવાની નથી.


Lean sinn:

Sanasan


Sanasan