Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એ માટે તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હું આ કહેવત બંધ પાડીશ, ને તેઓ ઇઝરાયલમાં હવે પછી તેને કહેવત તરીકે કદી વાપરશે નહિ. પણ તેઓને કહે કે, વખત આવી પહોચ્યો છે, જેમાં દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હું એ કહેવતનો અંત આણી દઇશ, અને તેઓ ઇઝરાયલમાં એ ફરી કદી દોહરાવશે નહિ. તેને બદલે તું તેમને કહે, “સમય આવી પહોંચ્યો છે અને પ્રત્યેક સંદર્શન પરિપૂર્ણ થશે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 માટે, તું તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: ‘હું આ કહેવતનો અંત લાવીશ, જેથી ઇઝરાયલી લોકો તેનો ફરીથી ઉપયોગ કરે નહિ.’ તેઓને કહે કે, “સમય નજીક આવ્યો છે અને દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “તું એમને કહે: આ યહોવાના વચન છે. હું એ કહેવત જૂઠી પાડીશ, ઇસ્રાએલમાં એ હવે કદી ઉચ્ચારાશે નહિ, તેના બદલે તેઓ કહેશે: ‘સમય આવ્યો છે અને એકેએક ભવિષ્યવાણી સાચી પડવાની જ છે!’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:23
13 Iomraidhean Croise  

પ્રભુ જુએ છે કે તેનો કાળ પાસે આવ્યો છે, તેથી તે તેની હાંસી કરશે.


તો હવે તમે નિંદા ન કરશો, રખેને તમારાં બંધન મજબૂત કરવામાં આવે. કેમ કે આખી પૃથ્વી પર [આવનાર] વિનાશ, નિર્માણ થયેલો વિનાશ, એની ખબર મેં સૈન્યોના પ્રભુ યહોવા પાસેથી સાંભળી છે.


કેમ કે હું યહોવા છું; હું બોલીશ તે ફળીભૂત કરીશ, એમ પ્રભુ યહોવા કહે છે.”


જો, કહેવતોનો ઉપયોગ કરનાર દરેક તારે માટે આ કહેવત તને લાગુ પાડશે કે, ‘જેવી મા તેવી દીકરી.’


પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ, હવે પછી ઇઝરાયલમાં તમને આ કહેવતનો ઉપયોગ કરવાનો [પ્રસંગ] આવશે નહિ.


“હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવા ઇઝરાયલ દેશને એમ કહે છે કે, અંત આવ્યો છે; દેશના ચારે ખૂણાઓનો અંત આવ્યો છે.


સિયોનમાં રણશિંગડું વગાડો, ને મારા પવિત્ર પર્વતમાં ભયસૂચક [નગારું] વગાડો. દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો; કેમ કે યહોવાનો દિવસ આવે છે, ને તે છેક નજીક [આવી પહોંચ્યો] છે.


યહોવાનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે. યહોવાના દિવસનો સ્વર [સંભળાય છે]. તે વખતે બળવાન માણસ પોક મૂકીને રડે છે.


કેમ કે, જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે. અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ.


હું તમને ખચીત કહું છું કે, એ બધાં પૂરાં નહિ થશે ત્યાં; સુધી આ પેઢી ગુજરી નહિ જશે.


Lean sinn:

Sanasan


Sanasan