Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વસતિવાળાં નગરોને વેરાન કરવામાં આવશે, ને દેશ ઉજજડ થશે; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 વસ્તીવાળાં નગરો ઉજ્જડ બનાવી દેવાશે અને આખો દેશ વેરાન બની જશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 વસતિવાળાં નગરો વેરાન કરવામાં આવશે, દેશ ઉજ્જડ થઈ જશે; ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તમારા નગરો તારાજ થઇ જશે અને તમારાં ખેતરો વેરાન થઇ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:20
23 Iomraidhean Croise  

નગરમાં પાયમાલી થઈ રહેલી છે, ને દરવાજામાં વિનાશ થઈ રહ્યો છે.


પૃથ્વી ખાલી કરાશે જ કરાશે, ને લૂંટાશે જ લૂંટાશે; કેમ કે યહોવા એ વચન બોલ્યા છે.


તેના દરવાજાઓમાં શોક તથા વિલાપ થઈ રહેશે; અને તે ખાલી થઈને ભૂમિ પર બેસશે.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જુઓ, હું આ સ્થળે તમારી નજર આગળ તથા તમારી હયાતીમાં આનંદનો તથા હર્ષનો અવાજ, તેમ જ વરનો તથા કન્યાનો અવાજ બંધ પાડીશ.


ને તેઓને કહે, ‘સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ફરી સાંધી શકાય નહિ તેવી રીતે કુંભારનું વાસણ ફોડી નાખવામાં આવે છે, તેમ આ લોકોને તથા આ નગરને હું ભાંગી નાખીશ. અને દાટવાનું ઠેકાણું નહિ રહે એટલે સુધી તેઓ તોફેથમાં મુડદાં દાટશે.


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


યહોવા કહે છે, જુઓ, હું આજ્ઞા કરીને તેઓને આ નગરની પાસે પાછા બોલાવીશ. તેઓ તેની સાથે લડશે ને તેને જીતી લેશે, ને તેને આગ લગાડીને બાળી નાખશે. અને હું યહૂદિયાનાં નગરોને વસતિહીન તથા ઉજ્જડ કરી નાખીશ.”


સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે, તે તો પ્રજાઓનો વિનાશક છે; તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે; તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.


સિયોન પર્વત ઉજ્‍જડ થયો છે. તેના પર શિયાળવા ફરે છે.


જ્યારે હું તેઓને વિદેશીઓમાં દેશેદેશમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,


એથી પ્રભુ યહોવા કહે છે કે, જેમ વનનાં વૃક્ષોમાંના દ્રાક્ષાવૃક્ષને બળતણ તરીકે અગ્નિને હવાલે કર્યુ છે, તેમ જ હું યરુશાલેમના રહેવાસીઓને [અગ્નિને] હવાલે કરીશ.


તેઓએ અપરાધ કર્યો છે માટે હું દેશને ઉજ્જડ કરીશ” એમ પ્રભુ યહોવા કહે છે.


એ માટે ભવિષ્ય ભાખીને કહે કે, પ્રભુ યહોવા એમ કહે છે કે, તેઓએ તમને પાયમાલ કર્યા છે, ને તેઓ ચારે તરફથી અમને ગળી ગયા છે કે, તમે બાકી રહેલી પ્રજાઓનું વતન તઈ પડો ને તમે કૂથલી કરનારાની તથા નિંદકોની બત્રીસીએ ચઢ્યા છો.


વળી તારી આસપાસની પ્રજાઓમાં પાસે થઈને સર્વ જનારાની નજરમાં હું તને વેરાન તથા મહેણારૂપ કરીશ.


માટે હવે હે અમારા ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના તથા તેની વિનંતીઓ સાંભળીને તમારા પાયમાલ થયેલા પવિત્રસ્થાન ઉપર, પ્રભુની ખાતર, તમારી કૃપાદષ્ટિ પડવા દો.


અને હું તમારાં પવિત્રસ્‍થાનોને ઉજ્જડ કરીશ, ને તમારી સુંગધી વસ્તુઓની સુવાસ હું સૂંધીશ નહિ.


અને હું તમેન વિદેશીઓમાં વિખેરી નાખીશ, ને તમારી પાછળ તરવાર તાણીશ; અને તમારો દેશ ઉજ્‍જડ થઈ જશે, ને તમારાં નગરો વેરાન થશે.


Lean sinn:

Sanasan


Sanasan