Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “હે મનુષ્યપુત્ર, તું એવા બંડખોર લોકોમાં રહે છે કે, જેઓને જોવાને આંખો છે પણ જોતા નથી, ને જેઓને સાંભળવાને કાન છે પણ સાંભળતા નથી; કેમ કે તેઓ તો બંડખોર લોકો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “હે મનુષ્યપુત્ર, તું એવા બંડખોર લોકો મધ્યે વસે છે, કે જેઓ જોવાને આંખો હોવા છતાં જોતા નથી, ને સાંભળવાને કાન હોવા છતાં સાંભળતા નથી. એ તો વિદ્રોહી પ્રજા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “હે મનુષ્યપુત્ર, તું બંડખોર લોકો મધ્યે રહે છે. જોવાને માટે તેઓને આંખો હોવા છતાં પણ તેઓ દેખતા નથી અને કાન હોવા છતાં પણ સાંભળતા નથી, કેમ કે તેઓ બંડખોર લોકો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “હે મનુષ્યના પુત્ર, તું બંડખોરોની જમાતની વચ્ચે વસે છે. એ લોકો છતી આંખે દેખતા નથી, છતે કાને સાંભળતા નથી. એ તો બંડખોરોની જમાત છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:2
46 Iomraidhean Croise  

તોપણ તેઓએ યહોવાનું સાંભળ્યું નહિ, પણ તેઓના પિતૃઓ કે જેઓ પોતાના ઈશ્વર યહોવા પર વિશ્વાસ રાખતા નહોતા, તેઓના જેવા તેઓ સ્વચ્છંદી થઈ ગયા હતા.


[યહોવા] ના વિધિઓનો તથા તેમના પિતૃઓની‍‍ સાથે યહોવાએ કરેલા કરારનો, તથા તેમણે તેમને આપેલા સાક્ષ્યોનો તેઓએ ત્યાગ કર્યો હતો. અને વ્યર્થતાની પાછળ ચાલીને તેઓ નકામાં થઈ ગયા, અને તેમની આસપાસ રહેનારી પ્રજાઓ જેમના વિષે યહોવાએ તેમને કહ્યું હતું, “તમારે તેમની જેમ કરવું નહિ, ” તેમનું અનુકરણ તેઓએ કર્યું.


તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની સામે ફિતૂર ઉઠાવ્યું; અને રાનમાં તેમને દુ:ખી કર્યા!


તારા સરદારો બળવાખોરો છે, અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંનો દરેક લાંચનો લાલચુ છે, ને નજરાણાં માટે વલખાં મારે છે; તેઓ અનાથને ઇનસાફ આપતા નથી, અને વિધવાની દાદ તેઓ સાંભળતા નથી.


યહોવાએ કહેલું છે, “અફસોસ છે બળવાખોર આગેવાનોને! તેઓ યોજના કરે છે, પણ મારી નહિ; તેઓ પાપ પર પાપ ઉમેરવા માટે પેયાર્પણ રેડે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ;


કેમ કે આ લોકો બળવાખોર લબાડ છોકરા છે, તેઓ યહોવાનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છોકરાઓ છે.


જે લોકો છતી આંખે આંધળા છે, જે જેઓ કાન છતાં બહેરા છે, તેઓને આગળ લાવ.


તેઓ જાણતા નથી, ને સમજતા પણ નથી; કારણ કે પ્રભુએ તેઓની આંખોને એવો લેપ કર્યો છે કે, તેઓ જોતા નથી; અને તેઓનાં હ્રદયોને એવો લેપ કર્યો છે કે, તેઓ સમજતા નથી.


ત્યારે મેં કહ્યું, “અફસોસ છે મને! મારું આવી બન્યું છે; કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું; કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયા છે.”


એ બંડખોર લોકો જેઓ સ્વચ્છંદી રીતે ખોટે માર્ગે ચાલે છે તેમને [અપનાવી લેવા] મેં આખો દિવસ મારા હાથ લાંબા કર્યા છે.


ખેતરના રખેવાળોની જેમ તેઓ ચારે તરફ પડાવ નાખે છે; કેમ કે તેણે મારી સામે બંડ કર્યું છે, એવું યહોવા કહે છે.


“હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખો છતાં જોતા નથી, અને કાનો છતાં સાંભળતા નથી, હવે તમે આ સાંભળો:


પણ આ લોકનું હ્રદય બંડખોર તથા બળવાખોર છે; તેઓ બંડ કરીને ગયા છે.


તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ; ઊલટું તેઓએ હઠીલા થઈને પોતાના પૂર્વજોના કરતાં વધારે દુષ્ટતા કરી.


વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,


કેમ કે હું યહોવા છું; હું બોલીશ તે ફળીભૂત કરીશ, એમ પ્રભુ યહોવા કહે છે.”


“હવે બંડખોર લોકોને તું કહે કે, આ વાતોનો શો અર્થ છે તે શું તમે નથી જાણતા? આ વાતોનો શો અર્થ‌ છે તે શું તમે નથી જાણતા? તેઓને કહે કે, જો બાબિલનો રાજા યરુશાલેમ આવીને ત્યાંના રાજાને તથા ત્યાંના સરદારોને પકડીને પોતાની પાસે બાબિલમાં લઈ ગયો.


તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને ઇઝરાયલી લોકો પાસે, એટલે જે બંડખોર પ્રજાઓએ મારી વિરુદ્ધ બંડ કર્યુ છે તેમની પાસે, મોકલું છું. તેઓના પૂર્વજો તથા તેઓ પોતે છેક આજ સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે.


આ બંડખોર લોકોને એક ર્દ્દષ્ટાંત આપીને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, કઢાઈ ચઢાવો, તેને ચઢાવીને તેમાં પાણી પણ રેડો.


તારું કપાળ મેં‍ ચકમક કરતાં કઠણ વજ્ જેવું કર્યું છે! જો કે તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તારે તેઓથી બીવુ નહિ, તેમ જ તેમના ચહેરા જોઈને ગભરાવું પણ નહિ.


ત્યારે બંડખોરોને એટલે ઇઝરાયલના વંશજોને કહેવું કે, પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલના વંશજો, તમારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોમાં આ જે કર્મ તમે કર્યું છે તો તે હવે તમે બંધ કરો તો ઠીક.


એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ! રખેને તેઓ ફરે, ને તેઓને [પાપની] માફી મળે.”


તેમણે તેઓને કહ્યું, “ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને તો દ્દષ્ટાંતોદ્વારે; એ માટે કે જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ.


“તેઓ આંખોથી ન જુએ, અને અંત:કરણથી ન સમજે, અને પાછા ન ફરે, અને હું તેઓને સારાં ન કરું, માટે તેમણે તેઓની આંખો આંધળી કરી છે, અને તેઓનાં મન જડ કર્યાં છે.”


પણ તેઓનાં મન કઠણ થયાં, કેમ કે છેક આજ સુધી જૂનો કરાર વાંચતી વખતે તે જ મુખપટ કાઢ્યા વગર એમ ને એમ રહે છે. પણ તે [મુખપટ] તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.


તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓનાં હ્રદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાન છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર‌ છે.


એટલે તારી આંખોએ જોયેલાં મોટાં પરીક્ષણો, ચિહ્નો, તથા તે મોટા ચમત્કારો:


પણ યહોવાએ તમને સમજૂક હ્રદય તથા જોતી આંખો તથા સાંભળતા કાન, આજ દિન સુધી આપ્યાં નથી.


કેમ કે હું તારું બંડ તથા તારી હઠીલાઈ જાણું છું. જેઓ, હું આજે હજી તો જીવતો તથા તમારી મધ્યે હયાત છું, તેમ છતાં તમે યહોવાની સામે બંડખોર થયા છો, તો મારા મરણ પછી કેલા વિશે થશો!


જ્યારથી મારે તમારી સાથે ઓળખાણ થઈ ત્યારથી યહોવાની સામે તમે બંડખોર ઠરી ચૂક્યા છો.


તેં અરણ્યમાં કેવી રીતે યહોવા તારા ઈશ્વરને કોપ ચઢાવ્યો, તે તું યાદ રાખ, ભૂલી જઈશ નહિ. મિસર દેશમાંથી તું નીકળ્યો તે દિવસથી, તે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી, તમે યહોવાની વિરુદ્ધ બંડ કર્યા કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan