Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 મારી જાળ પણ હું તેના પર નાખીશ, ને તે મારા પાશમાં સપડાશે; હું તેને ખાલદીઓના દેશના બાબિલમાં લાવીશ. જો કે તે ત્યાં [બાબિલમાં] મરણ પામશે તોપણ તે તેને દેખશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પણ હું તેના પર મારી જાળ ફેલાવીશ અને તેને મારા પાશમાં સપડાવીશ. હું તેને ખાલદી લોકોના દેશના બેબિલોન નગરમાં લાવીશ; જ્યાં તે નગર જોયા વિના જ મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હું તેના પર મારી જાળ ફેલાવીશ અને તે મારી જાળમાં પકડાઈ જશે; ત્યારે હું તેને ખાલદીઓના દેશમાં બાબિલમાં લાવીશ, પણ તે તે જોશે નહિ. તે ત્યાં મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હું તેને મારી જાળમાં ફસાવીને ખાલદીઓનાં દેશ બાબિલમાં લઇ જઇશ. પરંતુ તે જોઇ શકશે નહિ અને ત્યાં જ મૃત્યુ પામશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:13
24 Iomraidhean Croise  

જમીનમાં તેને માટે ફાંસલો, અને માર્ગમાં તેને ફસાવવાને માટે ખાડો ખોદાયેલો છે.


તો હવે સમજી લો કે ઈશ્ચરે મને ઉથલાવી પાડયો છે, અને તેમણે પોતાની જાળથી મને ઘેરી લીધો છે.


તે દુષ્ટો પર ફાંદાનો વરસાદ વરસાવશે. અગ્નિ, ગંધક, અને ભયંકર લૂ, એ તેઓના પ્યાલાનો ભાગ થશે.


તમે અમને જાળમાં પાડયા; તમે અમારી કમરો પર ત્રાસદાયક બોજો મૂક્યો.


વળી યહોવા એવું પણ ખાતરીથી કહે છે, “જેમ અંજીર બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં, તેમની જેમ યહૂદિયાનો રાજા સિદકિયા, તેના સરદારો, તથા યરુશાલેમના બાકી રહેલા લોકો જેઓ આ દેશમાં રહે છે, તથા મિસર દેશમાં વસે છે, તેઓને હું તજી દઈશ;


અને તે સિદકિયાને બાબિલ લઈ જશે, ને હું તેની મુલાકાત લઈશ ત્યાં સુધી તે ત્યાં રહેશે, એવું યહોવા કહે છે; તમે ખાલદીઓની સાથે લડશો, તોપણ તમે ફતેહ નહિ પામશો [એવું ભવિષ્ય તું શા માટે કહે છે] ?”


તું તેના હાથમાંથી છૂટીશ નહિ, પણ તું અવશ્ય પકડાશે ને તેના હથામાં સોંપાશે. અને તારી ને બાબિલના રાજાની આંખેઆંખ મળશે, ને તે તારી સાથે મોઢામોઢ વાત કરશે, ને તું બાબિલ જશે.’”


ત્યાર પછી સિદકિયા રાજાએ [માણસ] મોકલીને તેને તેડી મંગાવ્યો; અને તેણે પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછયું, “યહોવા તરફથી કંઈ વચન છે?” ત્યારે યર્મિયાએ કહ્યું કે, છે. વળી, યર્મિયાએ રાજાને કહ્યું, “તમને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.”


અને તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, ને તેને બાબિલમાં લઈ જવા માટે તેના પગમાં બેડીઓ નાખી.


હે બાબિલ, મેં તારે માટે છટકું માંડયું છે; તું સપડાયો છે, ને તું તે જાણતો ન હતો! તું હાથ આવ્યો, ને તું પકડાયો પણ છે. કેમ કે તેં યહોવાની સાથે બાથ ભીડી છે.


ઉપરથી યહોવાએ મારાં હાડકાંમાં અગ્નિ મોકલ્યો છે, ને તે તેઓને નિર્ગત કરે છે. યહોવાએ મારા પગને ફસાવવા માટે જાળ પાથરી છે, તેમણે મને પાછી ફેરવી છે. તેમણે મને એકલવાયી તથા આખો દિવસ નિર્બળ કરી છે.


ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.


ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બુઝીના પુત્ર હઝકિયેલ યાજક પાસે યહોવાનું વચન આવ્યું; ત્યાં પ્રભુનો હાથ તેના પર હતો.


તેમનાં દેખતાં તારે તે પોતાને ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જવો. તારે પોતાનું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલ લોકને માટે નિશાની તરીકે ઠરાવ્યો છે.


પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે, જેણે તેને રાજા બનાવ્યો, તથા જેના સોગનને તેણે તુચ્છ ગણ્યા, તથા જેનો કરાર તેણે તોડ્યો, તે રાજા જ્યાં રહે છે તે જગાએ, એટલે બાબિલમાં, તેની સાથે તે મરણ પામશે.


હું મારી જાળ તેના પર પાથરીશ, તે મારા છટકામાં સપડાશે, ને હું તેને બાબિલમાં લાવીને તેણે મારો જે અપરાધ કર્યો છે તેને લીધે હું ત્યાં તેની સાથે વિવાદ કરીશ.


પ્રભુ યહોવા કહે છે કે, હું ઘણી પ્રજાઓના સમૂહરૂપી મારી જાળ તારા પર પ્રસારીશ. અને તેઓ તને મારી જાળમાં [પકડી] બહાર ખેંચી લાવશે.


તેઓ જશે ત્યારે હું મારી જાળ તેમના પર નાખીશ; હું તેમને ખેચર પક્ષીઓની જેમ નીચે પાડીશ; તેમની પ્રજાને કહી સંભળાવ્યું છે તે પ્રમાણે હું તેમને શિક્ષા કરીશ.


કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે.


Lean sinn:

Sanasan


Sanasan