હઝકિયેલ 12:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તું તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, આ ઈશ્વરવાણી યરુશાલેમમાંના સરદારને તથા સર્વ ઇઝરાયલ લોકોને [લાગુ] પડે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે, ‘આ સંદેશ યરુશાલેમના રાજવી માટે અને ત્યાં વસવાટ કરતા બધા ઇઝરાયલીઓ માટે છે.’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તું તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે કે: આ ભવિષ્યવાણી યરુશાલેમના સરદારને તથા તેમાં વસતા બધા ઇઝરાયલી લોકો માટે છે.’” Faic an caibideilપવિત્ર બાઈબલ10 તું તેમને કહે કે, આ યહોવાના વચન છે: આ દેવવાણી યરૂશાલેમના રાજકર્તા માટે અને ત્યાં વસતા બધા ઇસ્રાએલીઓ માટે છે. Faic an caibideil |
વળી યહોવા કહે છે, ત્યાર પછી હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોકો આ નગરમાં મરકીથી, તરવારથી તથા દુકાળથી બચ્યા છે, તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં, તથા તેઓના શત્રુઓના હાથમાં, તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હથામાં સોંપીશ. તે તેઓને તરવારથી મારી નાખશે; તે તેઓ પર ક્ષમા, કરુણા કે દયા કરશે નહિ.