Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 11:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, તમે કતલ કરેલાઓને [શહેરની] અંદર નાખ્યા છે તેઓ પેલું માંસ છે, ને આ [નગર] તે કઢાઈ છે; પણ તેમાંથી હું તમને બહાર લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 “તેથી હું પ્રભુ પરમેશ્વર કહું છું કે આ નગર ખરેખર કઢાઇ છે અને તમે જે લોકોની હત્યા કરી છે તેઓ માંસ છે; પણ તમને તો હું નગરની બહાર હાંકી કાઢીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, મારી નંખાયેલા લોકોને યરુશાલેમની મધ્યે નાખ્યા છે, તેઓ માંસ છે, આ નગર કઢાઈ છે. પણ તમને આ નગરમાંથી બહાર લાવવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેથી હું યહોવા તમારો માલિક, તમને કહું છું કે, ‘આ નગર કઢાઇ છે એ ખરું, પણ એમાનું માંસ તમે નથી; માંસ તો તમે આ શહેરમાં જે મડદાં નાખ્યાં છે તે છે; તમને તો હું એની બહાર ફેંકી દેનાર છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 11:7
10 Iomraidhean Croise  

એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે વખતે દેશમાં મોંઘવારી હતી. પ્રબોધકોના પુત્રો તેની આગળ બેઠેલા હતા. અને તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું સેરવાવાળું શાક રાંધ.”


વળી બીજીવાર યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું એક ઊકળતું હાલ્લું જોઉં છું; અને તેનું મુખ ઉત્તર તરફ વળેલું છે.”


આ નગર તમારી કઢાઈરૂપ થશે નહિ ને તમે તેની અંદર માંસરૂપ થશો નહિ. હું ઇઝરાયલની સરહદ પર તમારો ન્યાય કરીશ.


તેઓ કહે છે કે, ‘હમણા ઘરો બાંધવાનો વખત નથી. આ નગર તો કઢાઈ છે, ને આપણે માંસ છીએ.’


તેમાંથી તમને બહાર કાઢીને હું તમને પરદેશીઓના હાથમાં સોંપી દઈશ, ને ન્યાય કરીને તમને શિક્ષા કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan