Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 11:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેઓ કહે છે કે, ‘હમણા ઘરો બાંધવાનો વખત નથી. આ નગર તો કઢાઈ છે, ને આપણે માંસ છીએ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેઓ કહે છે, ‘હાલ તો કંઈ મકાનો બાંધવાનો સમય નથી. આ નગર તો કઢાઇ છે, અને આપણે માંસ છીએ. પણ એ આપણને સુરક્ષિત રાખે છે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓ કહે છે કે, ‘હમણાં ઘરો બાંધવાનો સમય નથી, આ નગર કઢાઈ છે, આપણે માંસ છીએ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેઓ એમ વિચારે છે કે, ‘આપણે થોડીવારમાં યરૂશાલેમને ફરીથી બાંધીશું, આપણું નગર લોખંડની કઢાઇ સમાન છે, આપણે એમાંનું માંસ છીએ અને તે આપણને સર્વ નુકશાનમાંથી બચાવશે.’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 11:3
11 Iomraidhean Croise  

એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે વખતે દેશમાં મોંઘવારી હતી. પ્રબોધકોના પુત્રો તેની આગળ બેઠેલા હતા. અને તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું સેરવાવાળું શાક રાંધ.”


તેઓ કહે છે, “યહોવાએ ઉતાવળ કરવી, ને તેમણે પોતાનું કામ જલદી કરવું કે, અમે તે જોઈએ; અને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની ધારણા અમલમાં આવે છે કે નહિ, તે અમે જાણીએ.”


“હે મનુષ્યપુત્ર, ‘દિવસોને વિલંબ લાગે છે ને દરેક સંદર્શન નિષ્ફળ જાય છે, ’ એવી કહેવત ઇઝરાયલ દેશમાં, તમારા લોકોમાં, ચાલે છે, તે શું છે?


“હે મનુષ્યપુત્ર, જો, ઇઝરાયલ લોકો કહે છે કે, ‘જે સંદર્શન તને થાય છે તે ઘણા દિવસો પછીના વખતને માટે છે, ને તે ઘણા દૂરના સમયો વિષે ભવિષ્ય કહે છે.’


હે દેશના રહેવાસી, તારું આવી બન્યું છે! વખત આવી પહોચ્યો છે, દિવસ પાસે છે! એટલે પર્વતો પર હર્ષનાદનો નહિ, પણ ગડબડાટનો [દિવસ આવી પહોંચ્યો છે].


તમે સારંગીના સૂર સાથે નકામાં ગીતો ગાઓ છો. તમે પોતાને માટે દાઉદની જેમ નવાં નવાં વાજિંત્રો બનાવો છો.


તમે મારા લોકોનું માંસ પણ ખાઓ છો. તમે તેમની ચામડી તેમના પરથી ઉતારી લો છો, ને હાંલ્‍લીને માટે [તૈયાર કરે છે] તેમ, અથવા કઢાઇમાંના માંસની જેમ તેમનાં હાંડકાં ભાંગીને, ને તેમને કાપીને ટુકડેટુકડા કરો છો.


અને કહેશે કે, પ્રભુના આગમનના વચનનું શું થયું છે? કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં બધું જેવું હતું તેવું જ રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan