Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 11:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તેઓ ત્યાં આવીને ત્યાંની સર્વ ધિક્કારપાત્ર બાબતો તથા ત્યાંની સર્વ તિરસ્કારપાત્ર વસ્તુઓ તેમાંથી દૂર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 જ્યારે તેઓ પાછા આવે ત્યારે તેઓ ઇઝરાયલ દેશમાંથી સર્વ ધિક્કારપાત્ર મૂર્તિઓ અને તેમને લગતા સર્વ તિરસ્કારપાત્ર કુરિવાજો દૂર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેઓ ત્યાં આવીને સર્વ ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તેમાંથી દૂર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જ્યારે તેઓ અહીં પાછા આવે ત્યારે તેમણે અહીંથી બધી ધૃણાજનક મૂર્તિઓને અને આચારોને હઠાવી દેવાના છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 11:18
14 Iomraidhean Croise  

વળી તમે તમારી રૂપાની મૂર્તિઓ પર મઢેલા પડને, તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે; તું તેને કહેશે, “અહીંથી ચાલી જા.”


પ્રથમ હું તેઓના અન્યાય તથા તેઓનાં પાપનો બમણો બદલો વાળીશ, કેમ કે તેઓએ પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓનાં મુડદાં વડે મારો દેશ વટાળ્યો છે, અને તેઓની કંટાળારૂપ વસ્તુઓથી મારા વારસાને ભરપૂર કર્યો છે.”


પણ જેઓના અંત:કરણનું વલણ તેમની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ છે, તેઓની કરણીઓનો બદલો હું તેમને આપીશ, એમ પ્રભુ યહોવા કહે છે.”


જેથી ઇઝરાયલ લોકો ફરીથી કદી મારાથી ભટકી ન જાય, ને ફરીથી કદી પોતાના અપરાધો વડે પોતાને ભ્રષ્ટ કરે નહિ. પણ તેઓ મારી પ્રજા થાય જે હું તેમનો ઈશ્વર થાઉં, એમ પ્રભુ યહોવા કહે છે.”


તેઓ ફરીથી કદી પણ પોતાની મૂર્તિઓથી, પોતાની ધિક્કારવા યોગ્ય વસ્તુઓથી તથા પોતાના કોઈ પણ અપરાધથી પોતાને અપવિત્ર કરશે નહિ.પણ તેમના સર્વ રહેઠાણોમાં, જ્યાં તેઓએ પાપ કર્યું છે, તેઓમાંથી હું તેમનો ઉદ્ધાર કરીશ, ને તેમને શુદ્ધ કરીશ; એ પ્રમાણે તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.


એ માટે પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે, “તારી સર્વ ધિક્કારપાત્ર વસ્તુઓથી, ને તારા સર્વ તિરસ્કારપાત્ર કૃત્યોથી તેં મારું પવિત્રસ્થાન ભ્રષ્ટ કર્યું છે, તે કારણથી હું પણ નિશ્ચે તેન કાપી નાખીશ; અને હું ખામોશી રાખીશ નહિ. ને હું કંઈ પણ દયા બતાવીશ નહિ.


તેઓનાં સુશોભિત આભૂષણો તેઓના ગર્વનું કારણ થયાં છે; અને તેઓ વડે તેઓએ પોતાની તિરસ્કારરૂપ તથા ધિક્કારપાત્ર વસ્તુઓની મૂર્તિઓ બનાવી. માટે મેં તે [સોનુંરૂપું] તેમની નજરમાં અશુદ્ધ વસ્તુ જેવું કરી નાખ્યું છે.


એફ્રાઈમ [કહેશે] , ‘હવે પછી મારે મૂર્તિઓની સાથે શું લાગેવળગે?’ હું તેના પર નજર રાખીશ એવો મેં ઉત્તર આપ્યો છે; હું લીલા દેવદાર જેવો છું. મારી પાસેથી તને ફળ મળે છે.”


કોણ જ્ઞાની હશે કે, તે આ વાતો સમજે? કોણ અક્કલવાન હશે કે, તેને એ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાના માર્ગો ન્યાયી છે, ને નેક માણસો તે માર્ગે ચાલશે; પણ પાપી માણસો તેમાં ઠોકર ખાશે.


તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે, અધર્મ તથા વિષયવાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી, પ્રામાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તવું.


Lean sinn:

Sanasan


Sanasan