Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 11:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 એ માટે કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હું તમને વિદેશીઓમાંથી ભેગા કરીશ, ને જે જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી એકત્ર કરીને હું તમને ઇઝરાયલનો દેશ આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તેથી તું તારા સાથી નિર્વાસિતોને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હું તમને અન્ય પ્રજાઓમાંથી એકઠા કરીશ ને તમને વિખેરી નાખવામાં આવ્યા છે તે દેશોમાંથી એકત્ર કરીને તમને ઇઝરાયલ દેશ પાછો આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તે માટે, પ્રભુ યહોવાહ કહે છે કે, ‘હું લોકોમાંથી તમને ભેગા કરીશ, જે જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી હું તમને એકત્ર કરીશ, હું તમને ઇઝરાયલનો દેશ આપીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તેઓ જે દેશોમાં વિખેરાઇ ગયા છે ત્યાંથી હું તેઓને એકઠા કરીશ અને તેઓને ફરીથી ઇસ્રાએલનું વતન આપીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 11:17
27 Iomraidhean Croise  

અને દેશેદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી, તેઓને એકત્ર કર્યા.


વળી તારા સર્વ લોક ધાર્મિક થશે, તેઓ મારા મહિમાને અર્થે મારા રોપેલા રોપના અંકુરો, મારા હાથની કૃતિ થશે, તેઓ સદાકાળ દેશનો વારસો ભોગવશે.


“યહોવા, જે ઇઝરાયલના ઈશ્વર, તે કહે છે કે, યહૂદિયામાંના જેઓ બંદીવાસમાં છે, જેઓને આ જગામાંથી ખાલદીઆ દેશમાં મેં તેઓના હિતને માટે મોકલ્યા છે, તેઓને આ સારાં અંજીરના જેવા હું ગણીશ.


કેમ કે હું તેમનું હિત કરવા માટે તેમના પર મારી નજર રાખીશ, ને તેઓને આ દેશમાં પાછા લાવીશ; અને હું તેઓને બાંધીશ, ને પાડી નાખીશ નહિ; અને હું તેઓને રોપીશ, ને ઉખેડી નાખીશ નહિ.


જ્યારે તેઓ પોતાના ખરા હ્રદયથી મારી તરફ ફરશે ત્યારે મને ઓળખનારું, એટલે યહોવા તે હું છું એવું ઓળખનારું, હ્રદય હું તેઓને આપીશ; અને તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.’”


કેમ કે યહોવા કહે છે, “બાબિલમાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હું તમારી મુલાકાત લઈશ, ને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ.


તું જઈને આ વચનો ઉત્તર તરફ જાહેર કરીને કહે, ‘હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, તું ફર, યહોવા એમ કહે છે; હું ક્રોધાયમાન દષ્ટિથી તમને જોઈશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું દયાળું છું, હું સર્વકાળ [કોપ] કાયમ રાખીશ નહિ.


તે સમયે યહૂદિયાનો વંશ ઇઝરાયલના વંશની સાથે હળીમળીને ચાલશે, ને ઉત્તર દેશમાંથી ભેગા થઈને મેં તમારા પૂર્વજોને વારસામાં આપેલા દેશમાં તેઓ આવશે.”


યહોવા કહે છે, “જુઓ, હું યાકૂબના તંબુઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ને તેનાં ઘરો પર દયા કરીશ. અને નગર પોતાની ટેકરી પર બંધાશે, ને રાજમહેલ [માં રજવાડા] ની રીત પ્રમાણે લોકો વસશે.


યહોવા કહે છે કે, તું વિલાપ કરીને રુદન કરવાનું ને તારી આંખોમાંથી આંસુ પાડવાનું બંધ કર; કેમ કે તારો શ્રમ સફળ થશે, એવું યહોવા કહે છે; તેઓ શત્રુના દેશમાંથી પાછા આવશે.


હું પરાક્રમી હાથ વડે તથા ભુજ લંબાવીને તથા કોપ રેડીને તમને વિદેશીઓમાંથી કાઢી લાવીશ, ને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો તેઓમાંથી હું તમને ભેગા કરીશ.


હું તમને [બીજી] ‍ પ્રજાઓમાંથી કાઢી લાવીશ, ને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છોતેઓમાંથી તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસની જેમ સ્વીકારીશ.અને વિદેશીઓના દેખતા હું તમારામાં પવિત્ર મનાઈશ.


વળી હું તમને ઇઝરાયલના દેશમાં, એટલે જે દેશ તમારા પૂર્વજોને આપવા માટે મેં સમ ખાધા હતા તેમાં લાવીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


પ્રભુ યહોવા કહે છે, “જે પ્રજાઓમાં તેઓ વિખેરાઈ ગયેલા છે તેઓમાંથી ઇઝરાયલના વંશજોને હું ભેગા કરીશ, ને વિદેશીઓની નજરમાં હું તેઓની મારફતે પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ પોતાના દેશમાં એટલે જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો, તેમાં રહેશે.


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જુઓ હું જાતે, હા, હું જ, મારાં ઘેટાંની ખોળ કરીને તેમને શોધી કાઢીશ.


વળી હું તેમને વિદેશીઓમાંથી કાઢી લાવીશ, ને બીજા દેશોમાંથી તેમને ભેગાં કરીશ, ને તેમને તેમના પોતાના દેશમાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર, વહેળાઓને કાંઠે, તથા દેશની સર્વ વસતિવાળી જગાઓમાં ચારીશ.


કેમ કે હું તમને અન્ય પ્રજાઓમાંથી બહાર કઢીને તથા સર્વ દેશોમાંથી ભેગા કરીને, તમને તમારા પોતાના દેશમાં લાવીશ.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, જુઓ, હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ.


ત્યારે યહોવા તારા ઈશ્વર તારી ગુલામી ફેરવી નાખશે, ને તારા પર દયા કરશે, ને પાછા આવીને જે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તને એકત્ર કરશે.


Lean sinn:

Sanasan


Sanasan