Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 11:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે તમે જાણશો કે હું યહોવા છું, કેમ કે તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી, ને મારી આજ્ઞાઓનો અમલ કર્યો નથી, પણ તમારી આસપાસની પ્રજાઓની વિધિઓનું અનુસરણ કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું: કારણ, તમે મારા કરારનો ભંગ કર્યો છે, અને મારા નિયમોનો અમલ કર્યો નથી, પણ તમે તો તમારી આસપાસની પ્રજાઓના રીતરિવાજોને અપનાવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું, જેના વિધિઓ પ્રમાણે તમે ચાલ્યા નથી અને જેના હુકમોનું તમે પાલન કર્યું નથી. પણ તેને બદલે તમે તમારી આસપાસ રહેતી પ્રજાઓના હુકમોનુ પાલન કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તમે મારી આજ્ઞાઓનું પાલન કર્યું નથી પણ તમારી આસપાસ વસતી અન્ય પ્રજાઓનું અનુકરણ કર્યું છે, એટલે તમે જાણશો કે હું યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 11:12
35 Iomraidhean Croise  

કારણ કે તેઓએ મને ત્યાગીને સિદોનીઓની દેવી આશ્તોરેથને, તથા મોઆબના દેશ કમોથને તથા આમ્મોનપુત્રોના દેવ મિલ્કોમને પૂજ્યાં‌ છે, અને તેના પિતા દાઉદની જેમ મારી ર્દષ્ટિમાં જે ખરું હતું તે કરીને, તથા મારા વિધિઓ ને મારા હુકમો [પાળીને] મારા માર્ગોમાં તેઓ ચાલ્યા નથી.


પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, ને જે પ્રજાઓને યહોવાએ ઇઝરાયલી લોકો આગળથી હાંકી કાઢી હતી તેમનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે તેણે પોતાના દીકરાને અગ્નિમાં થઈને ચલાવ્યો.


કારણ કે તેઓએ પોતાના ઈશ્વર યહોવાની વાણી સાંભળી નહિ, પણ તેમના કરારનું. એટલે યહોવાના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તેનું ઉલ્લંઘન કર્યું, ને તેને કાન દીધો નહિ તથા તે પ્રમાણે કર્યું નહિ.


જે મૂર્તિપૂજકોને યહોવાએ ઇઝરાયલની આગળથી હાંકી કાઢ્યા હતા, તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે વર્તીને તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.


તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો, ને તે યહોવાના માર્ગમાં ચાલ્યો નહિ.


પરંતુ તેઓએ એ ગણકાર્યું નહિ. યહોવાએ જે પ્રજાઓનો ઇઝરાયલની આગળ નાશ કર્યો હતો, તેઓના કરતાં મનાશ્શાએ વધારે ભૂંડા કામ તેઓની પાસે કરાવ્યાં.


શું તમે યહોવાના યાજકોને, એટલે હારુનપુત્રોને તથા લેવીઓને કાઢી મૂકીને અન્ય પ્રજાઓના રિવાજ પ્રમાણે પોતાને માટે યાજકો ઠરાવ્યા નથી? હરકોઈ માણસ એક જુવાન ગોધો તથા સાત ઘેટાં લઈને પોતાને પવિત્ર કરવા માટે આવે; તે પોતે, તમારા દેવો જેઓ દેવ નથી, તેમનો યાજક થાય.


વળી જે વીદેશીઓને યહોવાએ ઇઝઃરાયલીઓની આગળથી હાંકી કાઢ્યા હતા તેઓની ધિક્કારપાત્ર વર્તણૂક પ્રમાણે તે હિન્‍નોમપુત્રની ખીણમાં ધૂપ બાળતો ને પોતાનાં છોકરાંને અગ્નિમાં હોમતો.


વળી યાજકોના સર્વ મુખીઓએ તથા લોકોએ પણ વિદેશીઓનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને અનુસરીને મહાપાપ કર્યુ. યરુશાલેમમાં યહોવાએ પોતાનું જે મંદિર પવિત્ર કર્યું હતું તેને તેઓએ ભ્રષ્ટ કર્યું.


અમારા પિતૃઓના સમયથી તે આજ સુધી અમે ઘણા અપરાધ કર્યા છે. અમે, અમારા રાજા તથા અમરા યાજકો, અમારા અધર્મને લીધે, [બીજા] દેશોના રાજાઓના હાથમાં સોંપાઈને, તરવારને, બંદીવાસને, લૂટફાટને, ને ગેરઆબરૂને વશ થયા છીએ, આજે અમારી એ જ દશા છે.


પરંતુ અમારા પર જે વીત્યું છે, તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વાજબી કર્યું છે, પણ અમે તો દુષ્ટતા કરી છે.


અમારા રાજાઓએ, અમારા સરદારોએ, અમારા યાજકોએ, તેમ જ અમારા પિતૃઓએ તમારો નિયમ પાળ્યો નથી, અને તમારી આજ્ઞાઓ ને તમારાં સાક્ષ્યો, જે વડે તમે તેઓને ચેતવણી આપી, તેમના પર તેઓએ લક્ષ આપ્યું નથી.


તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ, અને તેમના નિયમ પ્રમાણે વર્તવાને ના પાડી;


યહોવા કહે છે, “વિદેશીઓનો માર્ગ ન શીખો, ને આકાશના અદભુત દેખાવોથી ભયભીત ન થાઓ. કેમ કે વિદેશીઓ તેઓથી ભયભીત થાય છે.


યહોવા આમ બોલે છે, “માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતી મળશે. પણ તેઓએ કહ્યું, ‘અમે [તે માર્ગમાં] ચાલીશું નહિ.’


પણ જેઓના અંત:કરણનું વલણ તેમની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ છે, તેઓની કરણીઓનો બદલો હું તેમને આપીશ, એમ પ્રભુ યહોવા કહે છે.”


જેણે વ્યાજે [નાણાં] આપ્યાં નહિ હોય, તેમ કંઈ વટાવ લીધો નહિ હોય, જેણે પોતાનો હાથ દુષ્કર્મોથી પાછો ખેંચી લીધો હશે, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવ્યો હશે.


મારા વિધિઓ પ્રમાણે ચાલ્યો હશે, મારી આજ્ઞાઓ પાળીને પ્રામાણિકપણે વર્ત્યો હશે; તો તે નેક છે, તે નિશ્ચે જીવશે, એમ પ્રભુ યહોવા કહે છે.


કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો, ને મારા વિધિઓમાં ચાલ્યા નહિ, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા કેમ કે તેમનું મન તેમની મૂર્તિઓ તરફ ખેંચાતું હતું.


પણ તે છોકરાંઓએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેમ જ તેઓએ મારી આજ્ઞાઓ પાળીને તેમનો અમલ કર્યો નહિ. તે વિધિઓ તો એવા છે કે જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, તેઓએ મારા સાબ્બાતથોને ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું મારો કોપ તેમના પર રેડીને તેમના પર મારો રોષ અરણ્યમાં પૂરો કરીશ.


કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અમલ નહોતો કર્યો, પણ મારા વિધિઓનો અનાદર કર્યો હતો, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા હતા, ને તેઓના પિતાઓની મૂર્તિઓ તરફ તેઓની ર્દષ્ટિ હતી.


યરુશાલેમ દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓના કરતાં વધારે બંડ, ને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના દેશો કરતાં વધારે બંડ કર્યું છે; કેમ કે તેઓએ મારા હુકમોનો અનાદર કર્યો છે, ને મારે વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા નથી.”


એટલે મેં અંદર જઈને જોયું, તો દરેક જાતના પેટે ચાલનારાં પ્રાણીઓ તથા કંટાળો આવે એવાં પશુઓ તથા ઇઝરાયલના લોકોની સર્વ મૂર્તિઓ ભીંત પર ચારે તરફ ચીતરેલાં હતાં.


ત્યાર પછી તે મને યહોવાના મંદિરના ઉત્તર તરફના દરવાજાના બારણા પાસે લાવ્યો; તો જુઓ, ત્યાં તો સ્ત્રીઓ તામ્મૂઝને માટે રડતી બેઠેલી હતી.


પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લાવ્યો, તો જુઓ, યહોવાના મંદિરના બારણા આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે, આશરે પચીસ માણસો હતા, તેઓની પીઠ યહોવાના મંદિર તરફ હતી, ને તેમનાં મુખ પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વ તરફ [જોઈને] સૂર્યની પૂજા કરતા હતા.


યહોવા અમારા ઈશ્વરની વાણીને ન માનતાં તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકની મારફતે અમને બતાવ્યા તે પ્રમાણે અમે ચાલ્યા નથી.


મિસર દેશ જેમાં તમે રહેતા હતા, તેનાં કૃત્યોનું અનુકરણ તમે ન કરો, અને કનાન દેશ જેમાં હું તમને લઈ જાઉં છું, તેના કૃત્યોનું અનુકરણ પણ તમે ન કરો; તેમ જ તેઓના વિધિઓ પ્રમાણે તમે ન ચાલો.


અને મારી વિરુદ્ધ જે ઉલ્‍લંઘન તેઓએ કર્યું તેમાં તેમનો અન્યાય તેઓ કબૂલ કરશે, ને એ પણ કબૂલ કરશે કે તેઓ મારાથી ઊલટા ચાલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan