Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 10:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પછી યહોવાનું ગૌરવ કરુબ ઉપરથી ઉપડીને મંદિરના ઊમરા ઉપર થંભ્યું; અને મંદિર વાદળાથી ભરાઈ ગયું, ને ચોક પ્રભુના ગૌરવના પ્રકાશથી ભરપૂર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ઈશ્વરનું ગૌરવ કરુબો પરથી ઊપડીને મંદિરનાં ઉંબરા પર ગયું; ત્યારે મંદિર વાદળથી ભરાઇ ગયું અને ચોકમાં પ્રભુના ગૌરવનો ઉજ્જવળ પ્રકાશ વ્યાપી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પછી યહોવાહનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો; સભાસ્થાન વાદળથી ભરાઈ ગયું અને આંગણું યહોવાહના ગૌરવના તેજથી ભરપૂર થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પછી યહોવાનો મહિમા કરૂબો ઉપરથી ઊડીને મંદિરના પ્રવેશદ્વાર આગળ ગયો. એટલે મંદિર વાદળથી ભરાઇ ગયું અને આખો ચોક યહોવાના ગૌરવનાં તેજથી ઝળાંહળાં થઇ ગયો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 10:4
15 Iomraidhean Croise  

તે વખતે મેઘે મુલાકાતમંડપ ઉપર આચ્છાદન કર્યું, ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.


અને મૂસા મુલાકાતમંડપમાં પેસી શક્યો નહિ. કેમ કે મેઘ તેના ઉપર સ્થિર રહ્યો હતો, ને તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતો.


ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું.


અને એ ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના દેખાવ જેવો હતો.


પછી યહોવાનું ગૌરવ મંદિરના ઊમરા પરથી જઈને કરુબો પર થંભ્યું.


અને જુઓ ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ પૂર્વને માર્ગેથી આવ્યું, તેમની વાણી ઘણાં મોજાઓની ગર્જના જેવી હતી. અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી.


પછી આત્મા મને ઊંચકીને અંદરના ચોકમાં લાવ્યો; અને જુઓ, યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું.


પછી તે મને ઉત્તર દરવાજાને માર્ગે મંદિરની આગળ લાવ્યો. હું જોઈ રહ્યો, તો જુઓ, યહોવાના ગૌરવથી યહોવાનું મંદિર ભરાઈ ગયું હતું; અને હું ઊંધો પડ્યો.


પછી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ કે જે કરૂબ ઉપર હતું તે ત્યાંથી ઊપડીને મંદિરના ઊમરા આગળ ગયું; અને તેણે પેલો શણનાં વસ્ત્ર પહેરેલો માણસ કે જેની કમરે લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો તેને બોલાવ્યો.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “આ મંદિરનું પાછળનું ગૌરવ આગલાના કરતાં વિશેષ થશે, અને આ સ્થાનમાં હું સલાહશાંતિ આપીશ. એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.


અને કોરાએ તેઓની વિરુદ્ધ સમગ્ર પ્રજાને મુલાકાતમંડપના દ્વારની પાસે એકત્ર કરી; અને સમગ્ર પ્રજાને યહોવાના ગૌરવનાં દર્શન થયાં.


અને ઈશ્વરના મહિમાના તથા તેમના પરાક્રમના ધુમાડાથી મંદિર ભરાઈ ગયું, અને સાત દૂતના સાત અનર્થ પૂરા થયા ત્યાં સુધી કોઈથી મંદિરમાં પ્રવેશ થઈ શકયો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan