Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 10:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પછી યહોવાનું ગૌરવ મંદિરના ઊમરા પરથી જઈને કરુબો પર થંભ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 ત્યાર પછી પ્રભુનું તેજોમય ગૌરવ મંદિરના ઉંબરેથી ઊપડીને કરુબો પર થંભ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી યહોવાહનો મહિમા સભાસ્થાનના પ્રવેશદ્વારથી જઈને કરુબો પર આવી ઊભો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પછી યહોવાનું ગૌરવ મંદિરના પ્રવેશદ્વારથી ખસીને કરૂબો પર આવી ઊભું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 10:18
18 Iomraidhean Croise  

અને તે માણસને હાંકી કાઢીને જીવનનાં વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વે બાજુએ મૂકી.


તેઓ વાત કરતા કરતા હજુ આગળ ચાલ્યા જતા હતા, એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ તથા અગ્નિઘોડા [દેખાયા]. ને એ બધાએ તે બેને જુદા પાડી દીધા. અને એલિયા વંટોળીયામાં થઈને આકાશમાં ચઢી ગયો.


તે કરૂબ ઉપર સવારી કરીને ઊડયા; અને વાયુની પાંખો વડે વેગે ઊડયા.


તેમણે અંધકારને એટલે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષનાં ગાઢાં વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસનું આચ્છાદન બનાવ્યું.


યહોવા રાજ કરે છે; લોકો કાંપો; તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી ડગી જાઓ.


હે યરુશાલેમ, શિક્ષાથી સમજી જા; રખેને મારું મન તારા પરથી ઊતરી જાય, ને હું તને ઉજ્જડ તથા નિર્જન પ્રદેશ કરી મૂકું.”


તું આચ્છાદન કરનાર અભિષિક્ત કરુબ હતો. મેં તને ઈશ્વરના પવિત્ર પર્વત પર સ્થાપ્યો. તું અગ્નિના પથ્થરોમાં આમતેમ ફર્યો છે.


ઉબરાઓ, જાળીઓ તથા પરસાળની સામેના ઝરૂખાના ત્રણ માળ એ [સર્વને] ચારે તરફ ભોંયતળિયાથી તે બારીઓ સુધી પાટિયાં જડેલાં હતાં. બારીઓ તો ઢાંકેલી હતી.


અને જુઓ ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ પૂર્વને માર્ગેથી આવ્યું, તેમની વાણી ઘણાં મોજાઓની ગર્જના જેવી હતી. અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી.


પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેઓ શું કરે છે તે તું જુએ છે કે? એટલે હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તે મતલબથી ઇઝરાયલના લોકો જે ભારે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું [જુએ છે કે] ? હજી પણ બીજાં એથી વિશેષ ધિક્કારપાત્ર કૃત્યો તારા જોવામાં આવશે.


જો કે તેઓ પોતાનાં છોકરાં ઉછેરે છે, તોપણ એક પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને નસંતાન કરીશ; હા, હું તેમનાથી દૂર રહીશ, ત્યારે પણ તેમને અફસોસ!


તેના પતિએ સવારે ઊઠીને ઘરનાં બારણાં ઉઘાડ્યાં, ને રસ્તે પડવા માટે તે બહાર નીકળ્યો; તો જુઓ, તે‍સ્‍ત્રી, એટલે તેની ઉપપત્ની, ઉંબરા પર હાથ રાખીને ઘરના બારણા પાસે પડેલી હતી.


Lean sinn:

Sanasan


Sanasan