Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 10:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી મેં જોયું, તો જુઓ, કરુબોના માથા પર જે ઘૂમટ હતો તેમાં તેમના પર ઊંચે નીલમણિ જેવું કંઈ દેખાયું, ને તેનો આકાર રાજ્યાસન જેવો દેખાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ત્યાર પછી મેં કરુબોના મસ્તક ઉપરના ઘૂમટ તરફ જોયું. ત્યાં નીલમણિના રાજ્યાસન જેવું કંઈક દેખાયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી મેં જોયું તો, કરુબોના માથા ઉપર જે ઘૂમટ હતો, તેમાં તેના પર નીલમણિના જેવું કંઈક દેખાયું, અને તેનો દેખાવ સિંહાસન જેવો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્યાર બાદ મેં કરૂબ દેવદૂતોના માથા ઉપર જોયું તો નીલમણિના ઘૂમટ જેવું કંઇક દેખાયું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 10:1
27 Iomraidhean Croise  

અને યહોવાએ કહ્યું, “જે હું કરું છું તે શું ઇબ્રાહિમથી સંતાડું?


અને તેણે આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, ત્રણ પુરુષ તેની પાસે ઊભા હતા. અને તેઓને જોઈને તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડયો, ને પ્રણામ કરીને


અને તે પુરુષો ત્યાંથી વળીને સદોમ તરફ ગયા; પણ ઇબ્રાહિમ યહોવાની આગળ હજુ ઊભો રહ્યો.


અને ઇબ્રાહિમે કહ્યું, “હવે જો, મેં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરી છે; કદાચિત ત્યાં વીસ મળે તો?” પ્રભુએ કહ્યું, “વીસને લીધે પણ હું તેનો નાશ નહિ કરીશ.”


અને તે માણસને હાંકી કાઢીને જીવનનાં વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વે બાજુએ મૂકી.


અને યાકૂબ એકલો રહી ગયો; અને અરુણોદય સુધી એક પુરષે તેની સાથે મલ્‍લયુદ્ધ કર્યું.


અને યાકૂબે તે જગાનું નામ પનીએલ પાડયું; કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મોઢેમોઢ દીઠા છે, તોપણ મારો જીવ બચ્ચો છે.”


તે કરૂબ ઉપર સવારી કરીને ઊડયા; અને વાયુની પાંખો વડે વેગે ઊડયા.


અને તેઓએ ઇઝરાયલના ઈશ્વરને જોયા. અને ઈશ્વરના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી, અને તે આકાશના જેવી નિર્મળ હતી.


ઘણા દિવસ વીત્યા પછી યહોવાએ મને કહ્યું, “તું ઊઠીને ફ્રાત પાસે જા, ને જે કમરબંધ ત્યાં સંતાડવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ત્યાંથી લઈ લે.”


ત્યારે યહોવાનું વચન મારી પાસે આવ્યું,


ત્રીસમાં વર્ષમાં‍ ચોથા માસની પાંચમીએ હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો તે વખતે આકાશ ઊઘડી ગયું, ને મને ઈશ્વરના દર્શન થયાં.


એ પ્રાણી મેં ઇઝરાયલના ઈશ્વરની નીચે કબાર નદીની પાસે જોયું હતું તે જ એ છે; અને મેં જાણ્યું કે તેઓ કરુબો હતા.


ત્યારે કરુબોએ પોતાની પાંખો પ્રસારી, ને પૈડાં તેમની પડખે હતાં. અને ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ ઊંચે તેમના પર હતું.


પછી જુઓ શણનાં વસ્ત્ર પહેરેલો માણસ જેની કમરે શાહીનો ખડિયો લટકાવેલો હતો તેણે આ બાબત વિષે જાહેર કર્યું, “તેં મને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં કર્યું છે.”


હું મારી ચોકી પર ઊભો રહીશ, ને બુરજ પર ખડો રહીને જોયા કરીશ કે તે મારી સાથે શું બોલે છે, ને મારી ફરિયાદનો મને શો ઉત્તર આપે છે.


ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકીજનિત દીકરો કે, જે પિતાની ગોદમાં છે, તેમણે તેમને પ્રગટ કર્યા છે.


તેમણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેમને મૂએલાંમાંથી ઉઠાડયા,


અને યહોવાએ યહોશુઆને કહ્યું, “જો, મેં યરીખો ને તેનો રાજા તથા શૂરવીર પુરુષો તારા હાથમાં આપ્યાં છે.


દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે, અને ઈશ્વરની જમણી તરફ [બેઠેલા] છે.


તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો, અને તેમની છાતી પર સોનાનો પટો બાંધેલો હતો.


Lean sinn:

Sanasan


Sanasan