Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 1:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓનાં મુખની સિકલ આ પ્રમાણે હતી:દરેક [નાં ચાર મુખમાં] નું એક મુખ માણસનું હતું; અને ચારેને જમણી બાજુએ સિંહનું મુખ હતું; અને એ ચારેને ડાબી બાજુએ બળદનું મુખ હતું; એ ચારેને વળી ગરૂડનું મુખ પણ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પ્રત્યેક પ્રાણીને ચાર જુદાં જુદાં મુખ હતાં. ચારેયને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુએ સિંહનું મુખ, ડાબી બાજુએ આખલાનું મુખ અને પાછળની બાજુએ ગરુડનું મુખ હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓના ચહેરાનો દેખાવ માણસના ચહેરા જેવો હતો. ચારેયને જમણી બાજુએ સિંહનું મુખ અને ડાબી બાજુએ બળદનું મુખ હતું. તેઓને ગરુડનું મુખ પણ હતું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પ્રત્યેક પ્રાણીને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુ સિંહનું મુખ, ડાબી બાજુ બળદનું મુખ અને પાછળની તરફ ગરૂડનુ મુખ હતું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 1:10
20 Iomraidhean Croise  

ગાદીઓમાંથી જેઓ શૂરવીર તથા યુદ્ધમાં કુશળ ને ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ, ને પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો, જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા.


શું ગરૂડ તારા હુકમથી ઊંચે ચઢે છે, અને પોતાનો માળો ઊંચે બાંધે છે?


જ્યાં બળદો નથી, ત્યાં ગભાણ સાફ હોય છે; પણ બળદના બળથી ઘણી નીપજ થાય છે.


પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે; ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”


હે બંડખોર લોકો, આનું સ્મરણ કરો, અને લજવાઓ; તમે એ ફરી ધ્યાનમાં લાવો.


દરેકને ચાર મુખ હતાં, ને તેઓમાના દરેકને ચાર પાંખ હતી.


તે દરેકને ચાર મુખ હતાં:પહેલું મુખ કરુબનું હતું, ને બીજું મુખ મનુષ્યનું હતું, ને ત્રીજું સિંહનું હતું, ને ચોથું ગરૂડનું હતું.


એક બાજુની ખજૂરિ તરફ મનુષ્યનું મુખ હતું, ને બીજી બાજુની ખજૂરી તરફ જુવાન સિંહનું મુખ હતું:આખા મંદિરમાં ચારે તરફ એ પ્રમાણે કરેલું હતું.


પહેલું તો સિંહના જેવું હતું, ને તેન ગરૂડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી, ને તેને જમીન પરથી ઊંચકવામાં આવ્યું, ને માણસની જેમ તેને બ પગ પર ઊભું રાખવામાં આવ્યું, ને તેને મનુષ્યનું હ્રદય આપવામાં આવ્યું.


રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે દક્ષિણની બાજુએ રહે. અને શદેઉરનો દિકરો અલીસૂર તે રુબેનના પુત્રોનો અધિપતિ થાય.


એફ્રાઈમની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે પશ્ચિમ બાજુએ રહે. અને આમિહુદનો દિકરો એલિશામા તે એફ્રાઈમના પુત્રોનો અધિપતિ થાય.


દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ઉત્તર બાજુએ રહે. અને આમિશાદાઈનો દિકરો અહિયેઝેર તે દાનના પુત્રોનો અધિપતિ થાય.


અને પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાની છાવણીની ધજાવાળાં પોતાનાં સૈન્યો પ્રમાણે છાવણી કરે. અને આમિનાદાબનો દિકરો નાહશોન તે યહૂદાના પુત્રોનો અધિપતિ થાય.


હું તમને કહું છું કે તેમ જ એક પાપી પસ્તાવો કરે, તેને લીધે ઈશ્વરના દૂતોની સમક્ષ હર્ષ થાય છે.”


ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.


દૂરથી એટલે પૃથ્વીને છેડેથી, એક દેશજાતિ કે જેની ભાષા તું સમજશે નહિ તેને ઊડતા ગરુડની જેમ યહોવા તારી વિરુદ્ધ લાવશે.


પહેલું પ્રાણી સિંહના જેવું હતું, ને બીજું પ્રાણી વાછરડાના જેવું હતું, ને ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું, ને ચોથું પ્રાણી ઊડતા ગરુડના જેવું હતું.


ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, “તું રડ નહિ, જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની સાત મુદ્રા [તોડવાને] વિજયી થયો છે.”


સાતમે દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ તે નગરના માણસોએ તેને કહ્યું, “મધથી મીઠું શું છે? અને સિંહથી બળવાન શું છે?” તેણે તેઓને કહ્યું, “જો મારી વાછરડીથી તમે ખેડ્યું ન હોત, તો તમને મારા ઉખાણાનો પત્તો લાગત નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan