Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 1:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્રીસમાં વર્ષમાં‍ ચોથા માસની પાંચમીએ હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો તે વખતે આકાશ ઊઘડી ગયું, ને મને ઈશ્વરના દર્શન થયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ત્રીસમા વર્ષના ચોથા માસની પાંચમી તારીખે હું બેબિલોનની કબાર નદીને કાંઠે દેશનિકાલ થઇને આવેલા ઇઝરાયલીઓ સાથે રહેતો હતો. ત્યારે આકાશ ઊઘડી ગયું અને મને ઈશ્વરનું દર્શન દેખાયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ એવું બન્યું કે, જ્યારે હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો. તે સમયે આકાશ ઊઘડી ગયું, મને ઈશ્વરનું સંદર્શન થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ બાબત ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ બની જ્યારે હું ઇસ્રાએલી બંદીવાનોની સાથે બાબિલમાં આવેલી કબાર નદીની પાસે રહેતો હતો. તે વખતે મે જોયું કે આકાશ ઊઘડી ગયું, ને મને દેવનાં દર્શન થયાં.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 1:1
39 Iomraidhean Croise  

એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”


રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે ઇઝરાયલ સાથે વાત કરીને કહ્યું, “યાકૂબ, યાકૂબ.” અને તેણે કહ્યું, જુઓ, હું આ રહ્યો.”


બાબિલની નદીઓને કાંઠે અમે બેઠા, અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું ત્યારે અમે રડ્યા.


અને તેઓએ ઇઝરાયલના ઈશ્વરને જોયા. અને ઈશ્વરના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી, અને તે આકાશના જેવી નિર્મળ હતી.


યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.


ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું.


કેમ કે તમે કહ્યું છે, “યહોવાએ અમારે માટે બાબિલમાં પણ પ્રબોધકોને ઊભા કર્યા છે.”


ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બુઝીના પુત્ર હઝકિયેલ યાજક પાસે યહોવાનું વચન આવ્યું; ત્યાં પ્રભુનો હાથ તેના પર હતો.


ત્યાર પછી મેં જોયું, તો જુઓ, કરુબોના માથા પર જે ઘૂમટ હતો તેમાં તેમના પર ઊંચે નીલમણિ જેવું કંઈ દેખાયું, ને તેનો આકાર રાજ્યાસન જેવો દેખાતો હતો.


દેખાવમાં તે ચારેનો ઘાટ એક સરખો હતો.જાણે કે એક પૈડું બીજાની મધ્યે હોય તેમ.


કરુબો ઊડીને ઊંચે ચઢ્યા. જે પ્રાણી મેં કબાર નદીની પાસે જોયું હતું તે એ જ.


એ પ્રાણી મેં ઇઝરાયલના ઈશ્વરની નીચે કબાર નદીની પાસે જોયું હતું તે જ એ છે; અને મેં જાણ્યું કે તેઓ કરુબો હતા.


તેઓના મુખોનો ઘાટ તો દેખાવમાં ને સ્વરૂપમાં કબાર નદીની પાસે જે મુખો મેં જોયાં હતાં તેના જેવો હતો. તે દરેકને સીધું આગળ ચાલતું હતું.


પછી ઈશ્વરનો આત્મા મને ઊંચકીને સંદર્શનમાં ખાલદી દેશમાં બંદીવાનોની પાસે લાવ્યો. પછી જે સંદર્શન મને થયું હતું તે મારી પાસેથી લોપ થયું.


પછી હું તેલ-અવીવમાં કબાર નદીની પાસે રહેનારા બંદીવાનોની પાસે આવ્યો, અને તેઓ બેઠા હતા ત્યાં હું બેઠો, અને ત્યાં તેઓની સાથે હું સાત દિવસ સુધી સ્તબ્ધ બેસી રહ્યો.


ત્યારે હું ઊઠીને મેદાનમાં ગયો. અને, જુઓ, જે ગૌરવ મેં કબાર નદીની પાસે જોયું હતું તે જ પ્રમાણે યહોવાનું ગૌરવ ત્યાં ઊભું હતું; અને હું ઊધો પડી ગયો.


ઈશ્વરના સંદર્શનોમાં તે મને ઇઝરાયલના દેશમાં લાવ્યા, ને એક બહું ઊંચો પર્વત કે જેના પર દક્ષિણે એક નગર જેવું એક મકાન હતું; તેના પર તેમણે મને બેસાડ્યો.


જે સંદર્શન મને થયું હતું, એટલે હું નગરનો નાશ કરવાને આવ્યો હતો ત્યારે જે સંદર્શન મને થયું હતું, તેના તેજ જેવું તે હતું. કબાર નદીને તીરે જે સંદર્શન મને થયું હતું તેના જેવા તે સંદર્શનો હતાં; અને હું ઊંધો પડ્યો.


તેણે હાથના આકાર જેવું લંબાવીને મારા માથાના વાળની લટ પકડીને, અને ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઊંચકી લીધો, ને તે મને ઈશ્વરે આપેલા સંદર્શનોમાં યરુશાલેમમાં ઉત્તર બાજુના અંદરના ચોક ના દરવાજાના બારણા પાસે લાવ્યો કે, જ્યાં આગળ ઈશ્વરને કોપાયમાન કરે એવી મૂર્તિનું સ્થાન હતું.


વળી મેં પ્રબોધકોને વાત કરી છે, ને સંદર્શનો વધાર્યા છે; અને પ્રબોધકોની હસ્તક ર્દ્દષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે.


ત્યાર પછી એવું થશે કે, હું સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, તમારા જુવાનોને સંદર્શનો થશે


અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ.


એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉમરના જે સર્વ મુલાકાતમંડપનું કામ કરવાને સેવકપદમાં દાખલ થાય છે તે બધાની [ગણતરી કરો].


અને તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને એવી આજ્ઞા કરી, “માણસનો દીકરો મૂએલાંમાંથી પાછો ઊઠે ત્યાં સુધી આ જે તમે જોયું તે કોઈને કહેતા ના.”


અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો.


અને તરત તેમણે પાણીમાંથી ઉપર આવીને આકાશ ઊઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતો જોયો.


હવે સર્વ લોકો બાપ્તિસ્‍મા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં આકાશ ઊઘડી ગયું,


ઈસુ પોતે [બોધ] કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષના હતા, અને (લોકોની માન્યતા પ્રમાણે) તે યૂસફનો દીકરો હતો, જે એલીનો [દીકરો] ,


તે તેને કહે છે, “હું તમને ખચીત કહું છું કે, તમે આકાશ ઊઘડેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરા ઉપર ચઢતા અને ઊતરતા જોશો.”


અને આકાશ ખુલ્લું થયેલું તથા એક વાસણ મોટી ચાદરના જેવું તેના ચાર ખૂણાથી લટકાવેલું ધરતી પર ઊતરી આવતું તેણે જોયું.


તેણે એક દિવસ બપોરે આશરે ત્રણ વાગે દર્શનમાં ઈશ્વરના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને, “ઓ કર્નેલ્યસ, ” એમ કહેતો પ્રત્યક્ષ જોયો.


તેણે કહ્યું, “જુઓ, આકાશ ખુલ્લું થયેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલા હું જોઉં છું.”


અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુનાં દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ.


પછી મેં આકાશ ઊઘડેલું જોયું, તો જુઓ, એક શ્વેત ઘોડો, અને તેના પર એક જણ બેઠેલા છે, તેમનું નામ ‘વિશ્વાસુ તથા સાચા’ છે; તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે.


એ બનાવો બન્યા પછી મેં જોયું, તો જુઓ, આકાશમાં એક દ્વાર ઊઘડેલું હતું! અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણશિંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે જે થવાનું જ છે તે હું તને બતાવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan