નિર્ગમન 9:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને મૂસાએ તેને કહ્યું, “હું નગરમાંથી નીકળીને તરત યહોવાની તરફ મારા હાથ ઊંચા કરીશ. અને ગર્જના બંધ પડશે, ને કરા પડતા રહી જશે; એ માટે કે તમે જાણો કે પૃથ્વી યહોવાની છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 મોશેએ તેને કહ્યું, “હું જેવો શહેરમાંથી બહાર જઈશ કે તરત જ પ્રભુ તરફ મારા હાથ ઊંચા કરીને વિનંતી કરીશ એટલે કડાકા બંધ થશે અને કરા પડતા અટકી જશે. એનાથી તમે જાણશો કે પૃથ્વી તો પ્રભુની છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 મૂસાએ ફારુનને કહ્યું, “હું નગરમાંથી બહાર જઈશ. ત્યારે હું પ્રાર્થના માટે યહોવાહની આગળ મારા હાથ લંબાવીશ. એટલે તરત વીજળીના કડાકા બંધ થઈ જશે. અને કરા પડવાનું પણ અટકી જશે. આ પરથી તને ખબર પડશે કે આખી પૃથ્વી પ્રભુની છે. Faic an caibideilપવિત્ર બાઈબલ29 મૂસાએ ફારુનને કહ્યું, “જ્યારે હું નગર છોડીશ ત્યારે હું પ્રાર્થના માંટે યહોવાની આગળ માંરા હાથ લંબાવીશ. એટલે વીજળીના કડાકા બંધ થઈ જશે. અને કરા પણ નહિ પડે. આ પરથી તને ખબર પડશે કે આખા જગતનો માંલિક યહોવા છે. Faic an caibideil |