Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 9:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને ફારુને માણસ મોકલીને મૂસા તથા હારુનને બોલાવ્યા, ને તેઓને કહ્યું, “મેં આ વખત પાપ કર્યું છે. યહોવા ન્યાયી છે, ને હું તથા મારા લોક દુષ્ટ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 પછી ફેરોએ માણસ મોકલીને મોશે તથા આરોનને બોલાવ્યા અને તેમને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યું છે. પ્રભુ તો ન્યાયી છે, વાંક તો મારો તથા મારા લોકોનો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને તેઓને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યુ છે, યહોવાહ ન્યાયી છે. હું તથા મારી પ્રજા અપરાધી છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 પછી ફારુને મૂસા અને હારુનને બોલાવડાવ્યા, અને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યુ છે, યહોવા સાચા છે અને હું તથા માંરી પ્રજા ગુનેગાર છીએ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 9:27
20 Iomraidhean Croise  

અને દાઉદે નાથાનને કહ્યું, “મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.” અને નાથાને દાઉદને કહ્યું, “યહોવાએ પણ તમારું પાપ દૂર કર્યું છે; તમે મરશો નહિ.


ત્યારે ઇઝરાયલના સરદારોએ તથા રાજાએ દીન બનીને કહ્યું, “યહોવા ન્યાયી છે.”


યહોવા ન્યાયી છે; તેમણે દુષ્ટોએ બાંધેલાં બંધનો કાપ્યાં છે.


યહોવા પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે, તે પોતાનાં સર્વ કામોમાં કૃપાળુ છે.


યહોવાએ પોતે પોતાની ઓળખાણ આપી છે, તેમણે ન્યાય કર્યો છે. દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (હિગ્ગાયોન. સેલાહ)


ત્યારે ફારુને મૂસા તથા હારુનને ઉતાવળે બોલાવીને કહ્યું, “મેં તમારા ઈશ્વર યહોવાનો તથા તમારો અપરાધ કર્યો છે.


એ માટે ફક્ત આટલો જ વખત મારા અપરાધની ક્ષમા કરીને તમારા ઈશ્વર યહોવાની વિનંતી કરો કે તે માત્ર આ મરો મારાથી દૂર કરે.”


અને ફારુને મૂસા તથા હારુનને બોલાવીને કહ્યું, “તમે જાઓ, અને આ દેશમાં તમારા ઈશ્વરને માટે યજ્ઞ કરો.”


ત્યારે ફારુને મૂસાને તથા હારુનને બોલાવીને કહ્યું, “તમે યહોવાની વિનંતી કરો કે તે મારી પાસેથી તથા મારી પ્રજા પાસેથી દેડકાંને દૂર કરે. અને હું લોકોને યહોવા માટે યજ્ઞ કરવાને જવા દઈશ.”


યહોવા ન્યાયી છે, કેમ કે મેં તેમની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો, ને મારું દુ:ખ જુઓ! મારી કુમારિકાઓ તથા મારા જુવાનો બંદીવાસમાં ગયાં છે.


એ માટે યહોવા યોગ્ય સમય જોઈને એ આપત્તિ અમારા પર લાવ્યા છે, કેમ કે અમારા ઈશ્વર યહોવા પોતે જે જે કરે છે, તે સર્વ કામો ન્યાયયુક્ત છે, ને અમે તેમની વાણી માની નથી.


અને લોકોએ મૂસાની પાસે આવીને કહ્યું, “અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા તારી વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાની પ્રાર્થના કર કે, તે અમારી પાસેથી સર્પોને દૂર કરે.” અને મૂસાએ લોકોને માટે પ્રાર્થના કરી.


અને બલામે યહોવાના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે; કેમ કે તું મને એટકાવવાને રસ્તામાં ઊભો હતો તે હું જાણતો નહોતો. અને હવે જો તને ખોટું લાગે તો હું પાછો જઈશ.”


કહ્યું, “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ તેને કહ્યું, “તેમાં અમારે શું? તે તું જાણે.”


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે.


અને આખાને યહોશુઆને ઉત્તે આપ્યો, “ખરેખર, ઇઝરાયલના ઈશ્વર યહોવાની વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને મેં ફલાણું ફલાણું કર્યું છે:


ત્યારે શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તમારાં વચનનું ઉલ્‍લંઘન કર્યું છે; કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું, માન્યું.


ત્યારે શાઉલે કહ્યું, “મેં પાપ તો કર્યું છે, તોપણ કૃપા કરીને હાલ મારા લોકોના વડીલોની આગળ તથા ઇઝરાયલની આગળ મારું માન રાખો, ને તમારા ઈશ્વર યહોવાનું હું ભજન કરું, માટે મારી સાથે પાછા આવો.”


ત્યારે શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે. મારા દિકરા દાઉદ, પાછો આવ. કેમ કે હવે પછી હું તને ઈજા કરીશ નહિ, કેમ કે આજે મારો જીવ તારી દષ્ટિમાં મૂલ્યવાન હતો. જો, મેં મૂર્ખાઈ કરીને ઘણીજ ભૂલ કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan