Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 9:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 શું હજી પણ તું મારા લોકો ઉપર ગર્વ કરીને તેઓને જવા દેતો નથી.?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 હજી પણ મારા લોકોની સામે પડીને તું તેમને જવા દેતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 શું તું હજુ પણ મારા લોકોની વિરુદ્ધ છે? તું મારા લોકો સાથે પોતાને ઊંચો રાખીને તેઓને જવા દેતો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 શું તું હજુ પણ માંરા લોકોની વિરુદ્ધ છે? તું માંરા લોકો સાથે ઘમંડી વર્તાવ રાખી તેમને જવા દેતો નથી?

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 9:17
14 Iomraidhean Croise  

તને ઈશ્વરના જેવા હાથ છે? તેના જેવા અવાજથી શું તું ગર્જી શકે છે?


[એ] તો જ્ઞાની તથા સામર્થ્યવાન [છે] ; તેમની સામો થઈને કોણ આબાદાની પામ્યો છે?


પણ નિશ્ચે મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ બતાવું, અને આખી પૃથ્વી ઉપર મારું નામ પ્રગટ કરાય.


જો, કાલે આસરે આ સમયે હું એવા ભારે કરા વરસાવીશ, કે જેવા કરા મિસરનું [રાજ્ય] સ્થપાયું તે દિવસથી તે આજ સુધીમાં પડયા નથી.


શું કુહાડી તેને વાપરનાર પર સરસાઈ કરે? શું કરવત તેને વાપરનારની સામે બડાઈ કરે? જેમ છડી તેને ઝાલનારાને હલાવે, ને જે લાકડું નથી તેને [એટલે માણસને] સોટી ઉઠાવે તેમ એ છે!”


હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ [તમારા] લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.


મારા પર તારા ક્રોધાયમાન થયાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ.’


જે પોતાના બનાવનાર સાથે વાદ કરે છે તેને અફસોસ! માટીનાં ઠીકરાંમાં તે ઠીકરું જ છે! શું માટી ઘડનારને પૂછે કે, ‘તું શું કરે છે?’ અને શું તારું કામ [કહે કે,] ‘તારા કામને હાથ નથી?’


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, તેં તારા મનને ઈશ્વરના મનને દરજ્જે બેસાડ્યું છે,


પણ જ્યારે તેમનું મન ગર્વિષ્ઠ થયું, ને તેમનો મિજાજ કરડો થયાથી તે મગરૂરીથી વર્તવા લાગ્યા, ત્યારે તેમને પોતાનાં રાજ્યાસન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા, ને તેમનો બધો માનમરતબો તેમની પાસેથી લઈ લેવામાં આવ્યો.


તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના દૂતે તરત તેને માર્યો. અને કીડાથી ખવાઈ જઈને તેણે પ્રાણ છોડયો.


તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


Lean sinn:

Sanasan


Sanasan