અને તમારા લોક જેવી એટલે ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેને પોતાના લોકો થવા માટે છોડાવવા, પોતાનું નામ [અમર] કરવા, અને જે પોતાના લોકને તમે પોતાને માટે મિસરમાંથી, દેશજાતિઓ તથા તેઓનાં દેવદેવીઓ પાસેથી છોડાવ્યા છે તેઓના જોતાં તમારે માટે મહાન કૃત્યો તથા તમારા દેશને માટે ભયંકર કૃત્યો કરવા તમે જે ઈશ્વર તે સિધાવ્યા હોય?
તે રાત્રે એમ થયું કે, યહોવામા દૂતે આવીને આશૂરીઓની છાવણીમાંના એક લાખ પંચાશી હજાર માણસોને મારી નાખ્યા. લોકો મોટી સવારે ઊઠ્યા ત્યારે, જુઓ, તે બધા મરણ પામ્યા હતા, ને તેમની લાશો ત્યાં પડી રહી હતી.
તમે ફારુન પર, તેના સર્વ ચાકરો પર, અને તેના દેશના સર્વ લોકો પર ચિહ્નો તથા ચમત્કારો દેખાડ્યાં; કારણ કે તમે જાણતા હતા કે, તેઓ તેમની પ્રત્યે ગર્વથી વર્તતા હતા; અને આજની જેમ તમે તમારું નામ પ્રતિષ્ઠિત કર્યું.
અને હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, તે તેઓનો પીછો પકડશે; અને ફારુન ઉપર તથા તેના બધા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું.” અને તેઓએ એમ કર્યું.
કેમ કે સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ [બાળવામાં] તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે.” કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે.”
પણ જે ઠગ માનતા માનીને પોતાના ટોળામાં નર હોવા છતાં યહોવાને ખોડવાળા જાનવરનું અર્પણ ચઢાવે છે તે શાપિત થાઓ, કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું મહાન રાજા છું, ને મારું નામ વિદેશીઓમાં ભયપાત્ર છે.”
કેમ કે જેઓને આ દંડાજ્ઞા માટે પ્રાચીનકાળથી નિર્માણ કરવામાં આવ્યા હતા, એવા કેટલાક માણસો ગુપ્ત રીતે અંદર આવ્યા છે. તેઓ અધર્મી છે, ને આપણા ઈશ્વરની કૃપાનો વિષયાસક્તિમાં દુરુપયોગ કરે છે, અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા સ્વામી તથા પ્રભુ છે તેમનો નકાર કરે છે.