Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 8:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને હારુને પોતાનો હાથ મિસરનાં પાણી ઉપર લાંબો કર્યો. અને દેડકાંએ નીકળી આવીને મિસર દેશને ઢાંકી દીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ત્યારે આરોને પોતાનો હાથ ઇજિપ્તના પાણી ઉપર લંબાવ્યો અને દેડકાંઓએ ચડી આવીને ઇજિપ્ત દેશને ઢાંકી દીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યારે હારુને મિસર દેશમાં આવેલા પાણીનાં સ્થળો તરફ તેના હાથ ઊંચા કર્યા અને પાણીમાંથી દેડકાંઓ બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ત્યારે હારુને મિસર દેશમાં જયાં જ્યાં જળાશયો હતા તેના ઉપર હાથ ઉઠાવ્યો અને દેડકાંઓ પાણીમાંથી બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 8:6
17 Iomraidhean Croise  

માટે, હે યહોવા ઈશ્વર, તમે મોટા છો; કેમ કે જે બધું અમે અમારે કાને સાંભળ્યું છે, તે પ્રમાણે તમારા જેવો કોઈ નથી, ને તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


અને તેણે કહ્યું, “હે યહોવા, ઇઝરાયલના ઇશ્વર, આકાશમાં તથા પૃથ્વી પર તમારા જેવો કોઈ ઈશ્વર નથી.તમારા જે સેવકો પોતાના ખરા અંત:કરણથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર પાળો છો, તથા તેઓ પર તમે કૃપા રાખો છો.


તેઓની જમીનમાં પુષ્કળ દેડકાં પેદા થયાં, હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી [ભરાયાં].


તેમણે ડાંસનાં ટોળેટોળાં મોકલ્યાં, તેઓએ તેમને ખાઈ નાખ્યા; વળી દેડકાંઓને મોકલ્યાં, તેઓએ તેમને નષ્ટ કર્યા;


હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી; અને તમારા કૃત્યો જેવાં કોઈનાં નથી.


પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી તથા જગતને રચ્યાં હતાં, તે પહેલાં, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.


અને એ માટે જે કામો મેં મિસર ઉપર કર્યાં છે, ને જે ચિહ્નો મેં તેઓ મધ્યે કર્યાં છે, તે તું તારા દીકરાને તથા તારા દીકરાના દીકરાને કહી સંભળાવે; કે તમે જાણો કે હું યહોવા છું.”


હે યહોવા, દેવો મધ્યે તમારા જેવો કોણ છે? તમારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય તથા આશ્ચર્યકર્તા [બીજો] કોણ છે?


અને યહોબઅએ મૂસાને કહ્યું, “હારુનને કહે, ‘તું તારી લાકડી લઈને મિસરનાં પાણી પર, તેઓનાં નાળાં ઉપર તથા તેઓની નદીઓ ઉપર તથા તેઓનાં તળાવો ઉપર તથા તેઓનાં સર્વ જળાશયો ઉપર તારો હાથ લાંબો કર, ’ એ માટે કે તેઓ રક્ત થઈ જાય. અને આખા મિસર દેશમાં લાકડાનાં વાસણોમાં તેમ જે પથ્થરનાં વાસણોમાં તે રક્ત થઈ જશે.”


કેમ કે આ વખતે મારા બધા અનર્થો હું તારા હ્રદય ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર મોકલીશ; એ માટે કે તું જાણે કે આખી પૃથ્વીમાં મારા જેવો કોઈ નથી.


અને મૂસાએ તેને કહ્યું, “હું નગરમાંથી નીકળીને તરત યહોવાની તરફ મારા હાથ ઊંચા કરીશ. અને ગર્જના બંધ પડશે, ને કરા પડતા રહી જશે; એ માટે કે તમે જાણો કે પૃથ્વી યહોવાની છે.


યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે કે જેથી તમે મને જાણો, ને મારો ભરોસો કરો, ને સમજો કે હું તે છું; મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી, ને મારી પાછળ કોઈ થવાનો નથી.


પાણીમાંનાં જેઓને પર તથા ભિંગડાં નથી હોતાં તેઓ સર્વ તમને અમંગળ છે.


કેમ કે ખુદ આપણા શત્રુઓના માનવા પ્રમાણે પણ, તેઓનો ખડક આપણા ખડક જેવો નથી.


ઓ યશુરૂન, આપણા ઈશ્વરના જેવો કોઈ નથી, કે જે તારી મદદને માટે આકાશ પર, અને પોતાના ગૌરવમાં અંતરિક્ષ પર સવારી કરે છે.


એ બધું તને દર્શાવવાનું કારણ એટલું જ કે તું જાણે કે યહોવા તે જ ઈશ્વર છે; અને તે વિના બીજો કોઇ નથી.


ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા શ્વાપદના મોંમાંથી તથા જૂઠા પ્રબોધકોના મોંમાંથી દેડકાંના જેવા ત્રણ અશુદ્ધ આત્મા [નીકળતા] મેં જોયા.


Lean sinn:

Sanasan


Sanasan