Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 8:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને આ વખતે પણ ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 છતાં આ વખતે પણ ફેરોએ પોતાનું હૃદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 પરંતુ ફારુન તો ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને તેણે ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 પરંતુ ફારુન ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને ઇસ્રાએલના લોકોને જવા ન દીધા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 8:32
11 Iomraidhean Croise  

અને યહોવાએ મૂસાને કહ્યું, “તું ચમત્કારો મેં તારા હાથમાં મૂકયા છે તે સર્વ ફારુનની સમક્ષ કરી બતાવ. પરંતુ હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, ને તે લોકોને જવા દેશે નહિ.


પણ ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.


અને યહોવાએ મૂસાના કહ્યા પ્રમાણે કરીને ફારુન પાસેથી તથા તેના સેવકો પાસેથી તથા તેની પ્રજા પાસેથી માખીઓ દૂર કરી; એક પણ રહી નહિ.


ત્યારે ફારુને મૂસાને તથા હારુનને બોલાવીને કહ્યું, “તમે યહોવાની વિનંતી કરો કે તે મારી પાસેથી તથા મારી પ્રજા પાસેથી દેડકાંને દૂર કરે. અને હું લોકોને યહોવા માટે યજ્ઞ કરવાને જવા દઈશ.”


અને ફારુને માણસ મોકલીને [તપાસ કરાવી] તો જુઓ, ઇઝરાયલીઓનાં ઢોરમાંથી એક પણ મર્યું નહોતું. પણ ફારુનનું હ્રદય હઠીલું હતું, માટે તેણે લોકોને જવા દીધા નહિ.


હે યહોવા, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો? અમે તમારી બીક ન રાખીએ, એવી રીતે અમારાં હ્રદયોને તમે શા માટે કઠણ કરો છો? તમારા સેવકોને માટે તમારા વારસાના કુળોને માટે પાછા આવો.


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


તો જેમ મિસરીઓએ તથા ફારુને પોતાનાં અંત:કરણ કઠણ કર્યાં તેમ તમે તમારા અંત:કરણો કેમ કઠણ કરો છો? તેણે તેઓ મધ્યે અદભૂતકૃત્યો કર્યાં, ત્યારે પછી તેઓએ [ઇઝરાયલી લોકને] જવા દીધા, ને તેઓ ગયા, શું એમ ન બન્યું?


Lean sinn:

Sanasan


Sanasan