Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 8:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તે દિવસે ગોશેન દેશ કે જેમાં મારા લોક રહે છે, તેને હું એવી રીતે અલાહિદો રાખીશ કે તેમાં માખીઓનાં ટોળાં આવે નહિ; એ માટે તું જાણે કે પૃથ્વી મધ્યે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પણ તે દિવસે મારા લોકો રહે છે તે ગોશેન પ્રાંતને હું એવી રીતે અલગ રાખીશ કે જેથી માખીઓનાં ટોળાં ત્યાં જશે નહિ. તમને ખબર પડશે કે દેશમાં આ કાર્યો કરનાર હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ તે દિવસે હું મારા ઇઝરાયલી લોકોને સંભાળી લઈશ. જે ગોશેન પ્રાંતમાં તેઓ વસે છે ત્યાં માખીનું નામનિશાન હશે નહિ, એટલે તને ખાતરી થશે કે સમગ્ર પૃથ્વીમાં હું એકલો જ યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પણ તે દિવસે હું ઇસ્રાએલના લોકો સાથે આવો વ્યવહાર કરીશ નહિ, અને ગોશેન પ્રાંતમાં જયાં માંરા લોકો વસે છે ત્યાં કોઈ માંખી હશે નહિ, એટલે તને ખબર પડશે કે હું યહોવા આ દેશમાં છું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 8:22
19 Iomraidhean Croise  

ત્યારે તમારે આ પ્રમાણે કહેવું કે, ‘તમારા દાસોનો, એટલે અમારો તથા અમારા બાપદાદાનો ધંધો નાનપણથી અત્યાર સુધી ઢોર પાળવઅનો છે.’ જેથી તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળે; કેમ કે ભરવાડમાત્રને મિસરીઓ ધિકકારે છે.”


યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ મોકલશે; તમારા શત્રુઓ ઉપર રાજ કરો.


તોપણ પુરાતન કાળથી ઈશ્વર મારા રાજા છે, પૃથ્વી પર તારણ કરનાર તે જ છે.


તેઓ એકબીજાને જોઈ શકતા નહિ, ને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગાએથી ઊઠયું નહિલ પણ ઇઝરાયલીઓનાં સર્વ ઘરોમાં અજવાળું હતું.


અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ, ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહિ.


તો હવે જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે.


કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્‍ન કર્યા, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યા; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો.


યહોવા એમ કહે છે, ‘આ ઉપરથી તું જાણીશ કે હું યહોવા છું. જો, હું આ મારા હાથમાંની લાકડી લઈને નદીનાં પાણી પર મારીશ, એટલે તે પાણી રક્ત થઈ જશે.


અને જ્યારે હું મારો હાથ મિસર ઉપર લંબાનીને તેઓ મધ્યેથી ઇઝરાયલી લોકોને બહાર કાઢીશ, ત્યારે મિસરીઓ જાણશે કે હું યહોવા છું.”


અને ફારુને કહ્યું, “કાલે કરજે.” અને મૂસાએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે થાઓ. એ માટે કે તમે જાણો કે અમારા ઈશ્વર યહોવાના જેવો કોઈ નથી.


કેમ કે જો તું મારા લોકને જવા નહિ દે તો જો, હું તારા ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારાં ઘરોમાં માખીઓ મોકલીશ; અને મિસરીઓનાં ઘર તથા જે જમીન પર તેઓ ચાલે છે તે પણ માખીઓનાં ટોળાંથી ભરાઈ જશે.


અને મારા લોક તથા તારા લોકની વચ્ચે હું ભેદ રાખીશ. કાલ સુધીમાં તે ચિહ્ન થશે.” તે ચિહ્ન થશે.’”


માત્ર ગોશેન દેશ જ્યાં ઇઝરાયલી લોકો રહેતા હતા ત્યાં કરા પડયા નહિ.


અને મૂસાએ તેને કહ્યું, “હું નગરમાંથી નીકળીને તરત યહોવાની તરફ મારા હાથ ઊંચા કરીશ. અને ગર્જના બંધ પડશે, ને કરા પડતા રહી જશે; એ માટે કે તમે જાણો કે પૃથ્વી યહોવાની છે.


અન યહોવ ઇઝરાયલનાં ઢોરને મિસરીઓનાં ઢોરથી અલાહિદા રાખશે. અને ઇઝરાયલીઓના સર્વસ્વમાંથી કોઈ મરશે નહિ.’”


અને તેને બીજે દિવસે યહોવાએ તે પ્રમાણે કર્યું, અને મિસરનાં સર્વ ઢોર મરી ગયાં; પણ ઇઝરાયલી લોકોનાં ઢોરમાંથી એક પણ મર્યું નહિ.


એવી રીતે હું મિસરનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


ત્યારે તમે ફરશો અને સદાચારીની તથા દુરાચારીની વચ્ચેનો, ઈશ્વરની સેવા કરનારની તથા તેમની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ સમજશો.”


Lean sinn:

Sanasan


Sanasan