Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 8:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પણ જ્યારે ફેરોએ જોયું કે દેડકાંથી તેનો છુટકારો થયો છે ત્યારે પ્રભુએ કહ્યું હતું તેમ તેણે પોતાનું હૃદય હઠીલું કર્યું અને મોશે અને આરોનનું કહેવું માન્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ જ્યારે ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાહના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હૃદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 ફારુને જોયું કે, એ તો દેવનું કરેલું છે. અને દેશ દેડકાઓથી મુક્ત છે પણ તે પાછો હઠીલો થઈ ગયો. અને મૂસા અને હારુનની વાત સાંભળી નહિ. આ તો જેમ દેવે કહ્યું હતું તેમજ બન્યું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 8:15
24 Iomraidhean Croise  

અને મિસરના રાજાએ ખબર મળી કે લોકો નાસી ગયા છે. અને ફારુન તથા તેના સેવકોનું મન લોકો વિષે ફરી ગયું, ને તેઓએ કહ્યું, “ઇઝરાયલને અમારી ચાકરીમાંથી જવા દઈને અમે આ શું કર્યું?”


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું ચમત્કારો મેં તારા હાથમાં મૂકયા છે તે સર્વ ફારુનની સમક્ષ કરી બતાવ. પરંતુ હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, ને તે લોકોને જવા દેશે નહિ.


પણ ફારુન તમારું નહિ સાંભળે, અને હું મિસર દેશ પર મારો હાથ નાખીને મારાં સૈન્યોને, એટલે મારા લોક ઇઝરાયલીઓને, મોટાં ન્યાયકૃત્યો વડે મિસર દેશમાંથી કાઢી લાવીશ.


અને તેઓએ તેમના ઢગલા કર્યા અને દેશમાં દુર્ગંધ ઊડી.


અને યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તું તારી લાકડી લંબાવીને ભૂમિની ધૂળ પર માર કે, આખા મિસર દેશમાં તેની જૂઓ થઈ જાય.”


અને ફારુને કહ્યું, “હું તમને તમારા ઈશ્વર યહોવાની આગળ અરણ્યમાં યજ્ઞ કરવા માટે જવા દઈશ. ફકત તમારે ઘણે દૂર જવું નહિ; મારે માટે વિનંતી કરો.”


અને મૂસાએ કહ્યું, “જુઓ, હું હવે તમારી પાસેથી બહાર જાઉં છું, અને હું યહોવાને વિનંતી કરીશ કે ફારુન પાસેથી તથા તેમના સેવકો પાસેથી તથા તેમની પ્રજા પાસેથી કાલે માખીઓ દૂર થાય. કેવળ ફારુને ફરીથી કપટ કરીને યહોવાની આગળ યજ્ઞ કરવા માટે લોકોને જવા દેવાની મના કરવી નહિ.”


અને આ વખતે પણ ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહિ.


ત્યારે ફારુને મૂસાને તથા હારુનને બોલાવીને કહ્યું, “તમે યહોવાની વિનંતી કરો કે તે મારી પાસેથી તથા મારી પ્રજા પાસેથી દેડકાંને દૂર કરે. અને હું લોકોને યહોવા માટે યજ્ઞ કરવાને જવા દઈશ.”


જેમ પોતાનું ઓકેલું ખાવાને માટે કૂતરો પાછો આવે છે, તેમ મૂર્ખ ફરીફરીને મૂર્ખાઈ જ કરનાર છે.


જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.


દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી તે માટે મનુષ્યોનું અંત:કરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોંટેલું છે.


દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, તો પણ તે ધાર્મિકપણું નહિ શીખે; પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરશે, ને યહોવાના મહાત્મ્યને જોશે નહિ.


હે એફ્રાઈમ, હું તને શું કરું? હે યહૂદિયા, હું તને શું કરું? કેમ કે તમારી ભલાઈ સવારના વાદળના જેવી, ને જલદીથી ઊડી જનાર ઝાકળના જેવી છે.


કેમ કે કહેલું છે, “આજ જો તમે તેમની વાણી સાંભળો, તો જેમ ક્રોધકાળે તમે તમારાં હ્રદય કઠણ કર્યાં તેમ કરો નહિ.”


તો જેમ ક્રોધકાળે, એટલે રાનમાંના પરીક્ષણના સમયમાં, તમે તમારાં‍હ્રદય કઠણ કર્યાં તેમ કરો નહિ.


માણસો મોટી આંચથી દાઝયાં. અને તેથી જે ઈશ્વરને આ અનર્થો પર અધિકાર છે, તેમના નામની તેઓએ નિંદા કરી. પણ તેઓએ પસ્તાવો કર્યો નહિ, નએ ઈશ્વરને મહિમા આપ્યો નહિ.


અને ગાયોએ સીધો બેથ-શેમેશનો રસ્તો પકડ્યો. રાજમાર્ગે ચાલતી ચાલતી તેઓ બરાડતી હતી, ને જમણી કે ડાબી તરફ વળી જ નહિ; અને પલિસ્તીઓના સરદારો તેઓની પાછળ પાછળ બેથ-શેમેશની સીમ સુધી ગયા.


તેઓએ કહ્યું, “જો તમે ઇઝરાયલના ઈશ્વરનો કોશ પાછો મોકલો, તો તે ખાલી મોકલશો નહિ; પણ તેની સાથે ગમે તેમ કરીને કંઈ દોષાર્થાર્પણ મોકલજો; ત્યારે તમે સાજા થશો, ને તમારા પરથી તેમના હાથનું નિવારણ કેમ થતું નથી એનું કારણ તમને સમજાશે.”


તો જેમ મિસરીઓએ તથા ફારુને પોતાનાં અંત:કરણ કઠણ કર્યાં તેમ તમે તમારા અંત:કરણો કેમ કઠણ કરો છો? તેણે તેઓ મધ્યે અદભૂતકૃત્યો કર્યાં, ત્યારે પછી તેઓએ [ઇઝરાયલી લોકને] જવા દીધા, ને તેઓ ગયા, શું એમ ન બન્યું?


અને જો, તે પોતાની સીમને માર્ગે થઈને બેથ-શેમેશ તરફ જાય, તો તે જ આપણા પર આ મોટી આફત લાવ્યો છે. પણ જો તે તરફ તે ન જાય, તો આપણે જાણીશું કે આપણને મારનાર તે તેનો હાથ નથી; પણ દૈવયોગે એ આપણા પર આવી પડ્યું હતું.”


Lean sinn:

Sanasan


Sanasan