Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 8:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને ફારુને કહ્યું, “કાલે કરજે.” અને મૂસાએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે થાઓ. એ માટે કે તમે જાણો કે અમારા ઈશ્વર યહોવાના જેવો કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ફેરોએ કહ્યું, “આવતી કાલે.” મોશેએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે હું કાલે વિનંતી કરીશ; જેથી તમે જાણો કે અમારા ઈશ્વર પ્રભુ જેવો કોઈ છે જ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ફારુને કહ્યું, “આવતી કાલે.” મૂસાએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે થશે.” જેથી તને માલૂમ પડશે કે અમારા ઈશ્વર યહોવાહ સમાન અન્ય કોઈ ઈશ્વર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ફારુને કહ્યું, “આવતી કાલે.” મૂસાએ કહ્યું, “તમે જેવું કહો છો તેવું જ થશે. જેથી તમને ખબર પડી જશે કે અમાંરા દેવ યહોવા સમાંન બીજું કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 8:10
21 Iomraidhean Croise  

માટે, હે યહોવા ઈશ્વર, તમે મોટા છો; કેમ કે જે બધું અમે અમારે કાને સાંભળ્યું છે, તે પ્રમાણે તમારા જેવો કોઈ નથી, ને તમારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


હે યહોવા, અમારા સાંભળવા પ્રમાણે તમારા જેવા બીજા કોઈ નથી, ને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી.


જેથી, તેઓ જાણે કે તમે, જેમનું નામ યહોવા છે તે તમે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી; અને તમારા કૃત્યો જેવાં કોઈનાં નથી.


યહોવાએ પોતે પોતાની ઓળખાણ આપી છે, તેમણે ન્યાય કર્યો છે. દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (હિગ્ગાયોન. સેલાહ)


હે યહોવા, દેવો મધ્યે તમારા જેવો કોણ છે? તમારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય તથા આશ્ચર્યકર્તા [બીજો] કોણ છે?


અને મૂસાએ ફારુણે કહ્યું, “ભલે તમારી મરજી. હવે દેડકાં તમારી પાસેથી તથા તમારાં ઘરોમાંથી જતાં રહીને નદીમાં જ રહે એવી વિનંતી હું તમારે માટે તથા તમારા સેવકોને માટે તથા તમારી પ્રજાને માટે ક્યારે કરું?”


કેમ કે આ વખતે મારા બધા અનર્થો હું તારા હ્રદય ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર મોકલીશ; એ માટે કે તું જાણે કે આખી પૃથ્વીમાં મારા જેવો કોઈ નથી.


અને મૂસાએ તેને કહ્યું, “હું નગરમાંથી નીકળીને તરત યહોવાની તરફ મારા હાથ ઊંચા કરીશ. અને ગર્જના બંધ પડશે, ને કરા પડતા રહી જશે; એ માટે કે તમે જાણો કે પૃથ્વી યહોવાની છે.


આવતી કાલ વિષે ફુલાશ ન માર; કેમ કે એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી.


તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો?


વળી પવિત્ર [ઈશ્વર] પૂછે છે, “તમે મને કોની સાથે સરખાવશો કે, હું તેના જેવો ગણાઉં?”


પુરાતન કાળની બિનાઓનું સ્મરણ કરો; કેમ કે હું ઈશ્વર છું, ને બીજો કોઈ નથી; હું ઈશ્વર છું, ને મારા જેવો કોઈ નથી,


‘હે યહોવા તમે તમારા સેવકને તમારું માહાત્મ્ય તથા તમારો બળવાન હાથ દેખાડવા માંડ્યાં છો. કેમ કે આકાશમાં અથવા પૃથ્વીમાં એવો ક્યો ઈશ્વર છે કે જે તમારા જેવાં કામો તથા તમારા જેવાં મહાન કૃત્યો કરી શકે?


કેમ કે ખુદ આપણા શત્રુઓના માનવા પ્રમાણે પણ, તેઓનો ખડક આપણા ખડક જેવો નથી.


ઓ યશુરૂન, આપણા ઈશ્વરના જેવો કોઈ નથી, કે જે તારી મદદને માટે આકાશ પર, અને પોતાના ગૌરવમાં અંતરિક્ષ પર સવારી કરે છે.


એ બધું તને દર્શાવવાનું કારણ એટલું જ કે તું જાણે કે યહોવા તે જ ઈશ્વર છે; અને તે વિના બીજો કોઇ નથી.


માટે આજ તું જાણ તથા તારા અંત:કરણમાં ઠસાવ કે, આકાશમાં તથા નીચે પૃથ્વીમાં યહોવા તે જ ઈશ્વર છે. તેમના સિવાય બીજો કોઈ નથી.


તોપણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધૂમર [જેવા] છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદ્રશ્ય થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan