Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 7:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને હું ફારુનનુમ હ્રદય હઠીલું કરીને મારાં ચિહ્ન તથા ચમત્કારો મિસર દેશમાં વધારીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ અને ઇજિપ્તમાં ઘણાં ચિહ્નો અને ચમત્કારો કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ હું ફારુનને હઠાગ્રહી બનાવી દઈશ, જેથી તું જે કંઈ કહેશે, તેને તે માનશે નહિ. તેથી હું મિસર દેશમાં અનેક ચમત્કારો કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પણ હું ફારુનને હઠાગ્રહી બનાવી દઈશ, જેથી તું જે કંઈ કહીશ તેને તે માંનશે નહિ. એથી હું કોણ છું તે સાબિત કરવા હું મિસર દેશમાં અનેક ચમત્કારો કરીશ. પરંતુ તે છતાં પણ તે સાંભળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 7:3
25 Iomraidhean Croise  

તમે ફારુન પર, તેના સર્વ ચાકરો પર, અને તેના દેશના સર્વ લોકો પર ચિહ્‍નો તથા ચમત્કારો દેખાડ્યાં; કારણ કે તમે જાણતા હતા કે, તેઓ તેમની પ્રત્યે ગર્વથી વર્તતા હતા; અને આજની જેમ તમે તમારું નામ પ્રતિષ્ઠિત કર્યું.


હે મિસર, તારા પ્રદેશમાં, ફારુન ઉપર તથા તેના સર્વ સેવકો ઉપર, પ્રભુએ ચિહ્નો તથા ચમત્કારો મોકલ્યાં.


મિસર દેશમાં સોઆના ક્ષેત્રમાં, તેઓના પિતૃઓની નજર આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં.


અને મૂસા તથા હારુને એ સર્વ ચમત્કાર ફારુનની આગળ કર્યા; અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે તેના દેશમાંથી ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.


અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન તમારું સાંભળશે નહિ. એ માટે કે મારા ચમત્કારો મિસર દેશમાં વત્તા થાય.”


અને હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, તે તેઓનો પીછો પકડશે; અને ફારુન ઉપર તથા તેના બધા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું.” અને તેઓએ એમ કર્યું.


અને મારો હાથ લાંબો કરીશ તે બધા વડે હું મિસરને મારીશ; અને ત્યાર પછી તે તમને જવા દેશે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું ચમત્કારો મેં તારા હાથમાં મૂકયા છે તે સર્વ ફારુનની સમક્ષ કરી બતાવ. પરંતુ હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, ને તે લોકોને જવા દેશે નહિ.


અને મૂસા તથા હારુને જઈને ઇઝરાયલીઓના સર્વ વડીલોને એકઠા કર્યાં;


અને યહોવાએ કહ્યું, “તારો હાથ ફરીથી તારા ઝભ્ભામાં નાખ. (અને તેણે પોતાનો હાથ ફરીથી ઝભ્ભામાં નાખ્યો, અને ઝભ્ભામાંથી તેણે તે કાઢયો ત્યારે, જુઓ તેનો હથ તેના [બાકીના] દેહના જેવો થઈ ગયો હતો.)


અને યહોવાના કહેવા પ્રમાણે ફારુનનું હ્રદય હઠીલું થયું, ને તેણે તેમનું માન્યું નહિ.


પણ નિશ્ચે મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ બતાવું, અને આખી પૃથ્વી ઉપર મારું નામ પ્રગટ કરાય.


પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા; પૂર્વકાળની જેમ, અને પુરાતન કાળની પેઢીઓમાં થયું, તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?


મિસર દેશમાંથી તમારા નીકળી આવવાના દિવસોમાં [થયું હતું] તેમ હું તેને અદભૂત કૃત્યો દેખાડીશ.


ત્યારે ઈસુએ તેને કહ્યું, “ચિહ્નો તથા ચમત્કારો જોયા વગર તમે વિશ્ચાસ કરવાના નથી.”


હે ઇઝરાયલી માણસો, તમે આ વાતો સાંભળો:ઈસુ નાઝારી, જેની મારફતે ઈશ્વરે તમારામાં જે પરાક્રમો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે માણસ ઈશ્વરને પસંદ પડેલા છે, એવું તમારી આગળ [સાબિત થયું] છતાં,


એ માણસે તેઓને બહાર લાવતાં મિસર દેશમાં, સૂફ સમુદ્રમાં તથા ચાળીસ વરસ સુધી અરણ્યમાં અદભુત કામો તથા ચમત્કારો કર્યા.


એટલે યરુશાલેમથી માંડીને ફરતાં ફરતાં છેક ઈલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે [એ વિષે જ હું બોલીશ].


માટે ચાહે તેના પર તે દયા કરે છે, અને ચાહે તેને તે હઠીલો કરે છે.


અથવા જે બધું યહોવા તમારા ઈશ્વરે મિસરમાં તમારે માટે તમારી નજર આગળ કર્યું, તેમ કરીને એટલે પરીક્ષણો, ચિહ્નો તથા ચમત્કારો તથા યુદ્ધ તથા પરાક્રમી હાથ તથા લંબાવેલા બાહુ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે [બીજી] દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?


એટલે જે મોટાં પરીક્ષણો તેં તારી નજરે જોયાં તે, તથા ચિહ્નો તથા ચમત્કારો તથા પરાક્રમી હાથ, તથા લંબાવેલો બાહુ કે જેઓ વડે યહોવા તારા ઈશ્વર તને કાઢી લાવ્યા [તે યાદ રાખવાં]. જે બધી પ્રજાઓથી તું બીહે છે તેઓને યહોવા તારા ઈશ્વર એ જ પ્રમાણે કરશે.


Lean sinn:

Sanasan


Sanasan