Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 7:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને યહોબઅએ મૂસાને કહ્યું, “હારુનને કહે, ‘તું તારી લાકડી લઈને મિસરનાં પાણી પર, તેઓનાં નાળાં ઉપર તથા તેઓની નદીઓ ઉપર તથા તેઓનાં તળાવો ઉપર તથા તેઓનાં સર્વ જળાશયો ઉપર તારો હાથ લાંબો કર, ’ એ માટે કે તેઓ રક્ત થઈ જાય. અને આખા મિસર દેશમાં લાકડાનાં વાસણોમાં તેમ જે પથ્થરનાં વાસણોમાં તે રક્ત થઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તું તારા હાથમાં લાકડી લઈને તેને ઇજિપ્તનાં પાણી પર, તેમની નદીઓ ઉપર, નહેરો ઉપર, તેમનાં તળાવો ઉપર અને તેમનાં સર્વ જળાશયો ઉપર લંબાવ, એટલે એમનાં બધાં પાણી, અરે, સમગ્ર ઇજિપ્ત દેશમાંનાં લાકડાંનાં તેમ જ પથ્થરનાં તમામ પાત્રોમાંનું પાણી રક્ત બની જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું હારુનને કહે કે, તારી લાકડી હાથમાં લઈને મિસરનાં તમામ જળાશયો, નદીઓ, નહેરો અને તળાવો પર તારો હાથ ફેરવ એટલે તેમાંનુ બધું જ પાણી રક્ત બની જશે. અને સમગ્ર મિસર દેશમાં લાકડાંનાં અને પથ્થરનાં બધાં વાસણોમાંના પાણીનું પણ રક્ત થઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું હારુનને એમ કહે કે, તારી લાકડી લઈને મિસરનાં તમાંમ જળાશયો પર, નદીઓ ઉપર, નહેરો અને તળાવો ઉપર તારો હાથ ફેલાવ એટલે તે બધું જ પાણી લોહી બની જાય. અને સમગ્ર મિસર દેશમાં લાકડાના અને પથ્થરનાં બધાં વાસણોમાં પણ પાણીનું લોહી થઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 7:19
15 Iomraidhean Croise  

અને ઈશ્વરે તે કોરી ભૂમિને ‘પૃથ્વી’ કહી, ને એકત્ર થયેલાં પાણીને ‘સમુદ્રો’ કહ્યા; અને ઈશ્વરે જોયું કે તે સારું છે.


ત્યારે ઈશ્વરભક્તે ગેહઝીને કહ્યું, “તારી કમર બાંધીને તથા તારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. કોઈ માણસ તને મળે તો તેને સલામ કરતો નહિ; અને કોઈ તને સલામ કરે, તો તેને સામી સલામ કરતો નહિ. અને છોકરાના મોં પર મારી લાકડી મૂકજે.”


અને યહોવાએ મૂસાને કહ્યું, “તીડ [લાવવા] માટે તું તારો હાથ મિસર દેશ ઉપર લાંબો કર કે, તેઓ મિસર દેશ ઉપર આવીને કરાથી બચેલી સર્વ વનસ્પતિ ખાઈ જાય.”


અને યહોવાએ મૂસાને કહ્યું, “તારો હાથ આકાશ તરફ લાંબો કર કે, મિસર દેશમાં એવું અંધારું થાય કે, એ અંધારામાં માણસોને ફંફોસવું પડે.”


અને તું તારી લાકડી લઈને તારો હાથ સમુદ્ર ઉપર લાંબો કરીને તેના બે ભાગ પાડી નાખ, અને ઇઝરાયલી લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને જશે.


અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો; અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને [પાછો] હઠાવ્યો, ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી, ને તેના પાણીના બે ભાગ થઈ ગયા.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારો હાથ સમુદ્ર તરફ લંબાવ, એ માટે કે મિસરીઓ પર, તેઓના રથો પર તથા તેઓના સવારો પર પાણી ફરી વળે.”


અને જો તેઓ એ બે ચિહ્નોનો પણ ભરોસો નહિ કરે, તથા તારી વાણી નહિ સાંભળે, તો એમ થાય કે તું નદીનું પાણી લઈને કોરી ભૂમિ પર રેડશે; અને જે પાણી તું નદીમાંથી લઈશ તે કોરી ભૂમિ ઉપર રક્ત થઈ જશે.”


અને યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તું તારી લાકડી લંબાવીને ભૂમિની ધૂળ પર માર કે, આખા મિસર દેશમાં તેની જૂઓ થઈ જાય.”


અને મૂસાએ ફારુનની પાસેથી નગર બહાર જઈને યહોવાની તરફ પોતાના હાથ પસાર્ય; તેથી ગર્જના તથા કરા બંધ પડયાં, ને મૂશળધાર વરસાદ બંધ થયો.


તેના સ્તંભોને છૂંદી નાખવામાં આવશે, ને સર્વ મજૂરી કરનારનાં મન શોકાતૂર થશે.


તેથી યહોવાનો કોપ તેમના લોકોની વિરુદ્ધ સળગ્યો છે, ને તેમના પર યહોવાએ હાથ ઉગામીને તેમને માર્યા છે. પર્વત ધ્રૂજ્યા, અને લોકોનાં મુડદાં ગલીઓમાં કચરાની જેમ પડયાં હતાં. એ સર્વ કર્યા છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો છે.


શું યહોવા નદીઓ પર નારાજ થયા? શું તમારો રોષ નદીઓ ઉપર છે કે, તમારો કોપ સમુદ્ર ઉપર છે કે, તેને લીધે તમે તમારા ઘોડાઓ પર, તમારા વિજયી રથોમાં [બેસીને] સવારી કરો છો?


Lean sinn:

Sanasan


Sanasan