Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 7:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 યહોવા એમ કહે છે, ‘આ ઉપરથી તું જાણીશ કે હું યહોવા છું. જો, હું આ મારા હાથમાંની લાકડી લઈને નદીનાં પાણી પર મારીશ, એટલે તે પાણી રક્ત થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તો હવે પ્રભુ તમને જણાવે છે કે તે હવે જે કાર્ય કરવાના છે તે પરથી તે પ્રભુ છે એની તમને ખબર પડશે. હું મારા હાથમાંની આ લાકડી નાઇલનાં પાણી પર મારીશ એટલે પાણી રક્ત બની જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હવે યહોવાહ કહે છે કે, ‘હું યહોવાહ છું. એની તમને ખબર પડી જશે. હવે હું મારા હાથમાંની લાકડી નીલ નદીના પાણી પર પછાડીશ એટલે સમગ્ર પાણી રક્ત થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 હવે, યહોવા કહે છે કે, ‘હું યહોવા છું એની તમને આના પરથી ખબર પડી જશે. જો હું નાઈલ નદીના પાણી પર માંરા હાથમાંની લાકડી પછાડીશ એટલે તે લોહી થઈ જશે;

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 7:17
30 Iomraidhean Croise  

અને એક ઈશ્વરભકતે પાસે આવીને ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવા એમ કહે છે કે, અરામીઓએ કહ્યું છે કે, યહોવા તો પર્વતોનો દેવ છે, પણ તે મેદાનનો દેવ નથી; એ માટે હું આ આખો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ, ને તમે જાણશો કે હું જ યહોવા છું.”


તો હવે હે અમારા ઈશ્વર યહોવા, હું તમને કાલાવાલા કરું છું કે, તમે અમને તેના હાથમાંથી બચાવો કે, પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે, તમે, હે યહોવા, એકલા તમે જ, ઈશ્વર છો.”


તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું, અને તેઓનાં માછલાં મારી નાખ્યાં.


તેમણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં, જેથી તેઓ તે પી શકે નહિ.


જેથી, તેઓ જાણે કે તમે, જેમનું નામ યહોવા છે તે તમે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


યહોવાએ પોતે પોતાની ઓળખાણ આપી છે, તેમણે ન્યાય કર્યો છે. દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (હિગ્ગાયોન. સેલાહ)


અને ફારુને પોતાના સર્વ લોકોને ફરમાવ્યું, “જે પ્રત્યેક છોકરો જન્મે તેને તમારે નદીમાં ફેંકી દેવો, અને પ્રત્યેક છોકરીને તમારે જીવતી રહેવા દેવી.”


અને એ માટે જે કામો મેં મિસર ઉપર કર્યાં છે, ને જે ચિહ્નો મેં તેઓ મધ્યે કર્યાં છે, તે તું તારા દીકરાને તથા તારા દીકરાના દીકરાને કહી સંભળાવે; કે તમે જાણો કે હું યહોવા છું.”


અને જો તેઓ એ બે ચિહ્નોનો પણ ભરોસો નહિ કરે, તથા તારી વાણી નહિ સાંભળે, તો એમ થાય કે તું નદીનું પાણી લઈને કોરી ભૂમિ પર રેડશે; અને જે પાણી તું નદીમાંથી લઈશ તે કોરી ભૂમિ ઉપર રક્ત થઈ જશે.”


ત્યારે ફારુને કહ્યું, “યહોવા કોણ છે કે, હું તેની વાણી માનીને ઇઝરાયલીઓને જવા દઉં, ”


અને હું તમને મારા લોક કરી લઈશ, ને હું તમારો ઈશ્વર થઈશ. અને તમે જાણશો કે મિસરીઓની વેઠ નીચેથી તમને કાઢનાર તમારો ઈશ્વર યહોવા હું છું.


અને જેમ યહોવાએ આજ્ઞા કરી તેમ મૂસા તથા હારુને કર્યું; અને તેણે લાકડી ઊંચી કરીને ફારુનના જોતાં તથા તેના સેવકોના જોતાં નદીનાં પાણી પર મારી, એટલે નદીનાં તમામ પાણી રક્ત થઈ ગયાં.


અને જ્યારે હું મારો હાથ મિસર ઉપર લંબાનીને તેઓ મધ્યેથી ઇઝરાયલી લોકોને બહાર કાઢીશ, ત્યારે મિસરીઓ જાણશે કે હું યહોવા છું.”


હું સખત ધમકીઓ સહિત તેમના પર મહાભારે વૈર વાળીશ અને જ્યારે હું મારું વૈર તેઓ પર વાળીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


મિસર દેશ ઉજ્જડ તથા વેરાન થઈ જશે; ત્યારે લોકો જાણશે કે હું યહોવા છું. કેમ કે તે બોલ્યો છે કે, ‘નદી મારી છે, ને મેં તે બનાવી છે.’


એવી રીતે હું મિસરનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


જ્યારે હું મિસરમાં આગ સળગાવીશ, ને તેના સર્વ મદદગારો નાશ પામશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


જ્યારે હું મિસર દેશને ઉજ્જડ તથા વેરાન કરીશ, એટલે જેથી તે ભરપૂર હતો તે વગરનો તેને કરી નાખીશ, જ્યાર તેમાં રહેનારાં સર્વનો હું સંહાર કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


વળી જેમાં તું તરે છે તે ભૂમિને છેક પર્વતિ સુધી હું તારા રક્તથી તરબોળ કરીશ; અને નાળાં તારા રક્તથી ભરપૂર થશે.


હું મારું પોતાનું મહાત્મ્ય તથા પવિત્રતા વિદિત કરીશ, ને હું ઘણી પ્રજાઓની ર્દષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


તેઓ જાણશે કે હું યહોવા તેઓનો ઈશ્વર છું, કેમ કે મેં તેઓને અન્ય પ્રજાઓમાં બંદીવાસમાં મોકલ્યા, ને પાછા તેઓને પોતાના દેશમાં ભેગા કરીને લાવ્યો અને ત્યાર પછી હું તેઓમાંના કોઈને ત્યાં પડ્યો મૂકીશ નહિ.


એ દંડાજ્ઞા જાગૃત રહેનારાના હુકમથી, ને એ આજ્ઞા પવિત્ર [દૂતો] ના વચનથી છે. એથી જીવતા [માણસો] જાણે કે પરાત્પર [ઈશ્વર] માણસોનો રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, ને પોતાની મરજી હોય તેને તે આપે છે, ને કનિષ્ઠ માણસોને તેના ઉપર અધિકારી ઠરાવે છે.


તને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવશે, ને તારો વાસ વનચર પશુઓ સાથે થશે; તને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે, ને તારે માથે સાત કાળ વીતશે; અને તું જાણશે કે પરાત્પર ઈશ્વર મનુષ્યોના રાજ્ય પર અધિકાર ચલાવે છે, ને જેને ચાહે તેને તે આપે છે ત્યાં સુધી [તને એ પ્રમાણે વીતશે.] ”


હવે હું નબૂખાદનેસ્સાર આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમને મોટા માનું છું, ને તેમનું સન્માન કરું છું; કેમ કે તેમનાં સર્વ કામો સત્ય, ને તેમના માર્ગો ન્યાયી છે. અને જેઓ ગર્વથી વર્તે છે તેઓને તે નીચા પાડી શકે છે.”


અને પરાત્પર ઈશ્વરનો અધિકાર માણસના રાજ્ય ઉપર ચાલે છે, ને તે મને ખાતરી થઈ ત્યાં સુધી તેમને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમનું મન પશુઓના જેવું થઈ ગયું, તેમનો વાસ જંગલી ગધેડાંની સાથે થયો. તેમને બળદની જેમ ઘાસ ખવડાવતાં, ને તેમનું શરીર આકાશના ઝાકળથી પલળતું હતું.


પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે, અને તેમના મંદિરનાં પાત્રો આપની આગળ લાવવામાં આવ્યાં છે, ને આપે તથા આપના અમીરઉમરાવોએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષારસ પીધો છે. વળી આપે સોનારૂપાનાં, પિત્તળનાં, લોઢાનાં, લાકડાંના તથા પથ્થરનાં દેવદેવીઓ જે જોતાં નથી, સાંભળતાં નથી કે જાણતાં નથી, તેમની સ્તુતિ કરી છે; અને જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે, ને જેમના પર આપનો બધો આધાર છે તેમને આપે માન આપ્યું નથી.


તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે કે, તેઓના પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહિ. અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે, અને તેઓ જયારે જયારે ચાહે ત્યારે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક [જાતની] આફત લાવે.


પછી બીજા દૂતે વગાડયું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કંઈ સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. એટલે સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો,


Lean sinn:

Sanasan


Sanasan