Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 7:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેને કહે, ‘હિબ્રૂઓના ઈશ્વર યહોવાએ મને તમારી પાસે એમ કહેવા માટે મોકલ્યો છે કે, મારા લોકોને અરણ્યમાં મારી સેવા કરવા માટે જવા દે. અને જો, હજી સુધી તેં સાંભળ્યું નથી.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તું ફેરોને કહેજે, ‘હિબ્રૂઓના ઈશ્વર પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે. તેમણે આમ કહ્યું છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા રણપ્રદેશમાં જવા દે.’ પણ અત્યાર સુધી તમે સાંભળ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 “ફારુન આવે ત્યારે કહેજે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે, મારા લોકોને મારું ભજન કરવા માટે અરણ્યમાં જવા દે; ‘જો અત્યાર સુધી તેં યહોવાહની વાત કાને ધરી નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હિબ્રૂ લોકોના દેવ યહોવાએ મને તમાંરી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા માંટે રણમાં જવા દે: જો અત્યાર સુધી તેં યહોવાની વાત કાને ધરી નથી.’

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 7:16
18 Iomraidhean Croise  

અને મૂસા તથા હારુને ફારુનની હજૂરમાં જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર યહોવા એમ કહે છે કે, કયાં સુધી તમે મારી આગળ નમી જવાનો ઇનકાર કરશો? મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દો.


અને એમ થયું કે ફારુને મન કઠણ કરીને અમને જવા ન દીધા, ત્યારે યહોવાએ મિસર દેશમાં સર્વ પ્રથમજનિતને એટલે પ્રથમજનિત મનુષ્યોને તથા પ્રથમજનિત પશુઓને મારી નાખ્યા; તે માટે કૂખ ફાડનાર સર્વ નરોને હું યહોવાને અર્પી દઉં છું; પણ મારા પુત્રોમાંના સર્વ પ્રથમજનિતોને હું મૂલ્ય આપીને છોડાવી લઉં છું.


અને મિસરના રાજાએ ખબર મળી કે લોકો નાસી ગયા છે. અને ફારુન તથા તેના સેવકોનું મન લોકો વિષે ફરી ગયું, ને તેઓએ કહ્યું, “ઇઝરાયલને અમારી ચાકરીમાંથી જવા દઈને અમે આ શું કર્યું?”


ત્યારે ઈશ્વરે કહ્યું, “હું નિશ્વે તારી સાથે હોઈશ. અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ તારે માટે એ થશે કે જ્યારે તે લોકોને તું મિસરમાંથી કાઢી લાવે ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.”


અને મૂસાએ ઈશ્વરને કહ્યું, “જો હું ઇઝરાયલીઓની પાસે જઈને તેઓને કહું ‘તમારા પિતૃઓના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે, અને તેઓ મને પૂછે કે, ‘તેનું નામ શું છે’ તો તેઓને હું શું કહું?”


અને તેઓ તરી વાણી સાંભળશે; અને તું તથા ઇઝરાયલના વડીલો મિસરના રાજાની પાસે જઈને તેને કહો, ‘હિબ્રૂઓના ઈશ્વર, યહોવા અમને મળ્યા છે. અને હવે અમારા ઈશ્વર યહોવાની આગળ યજ્ઞ કરવા માટે અમને ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં જવા દે.’


અને તું ફારુનને કહે કે, યહોવા એમ કહે છે કે, ઇઝરાયલ મારો પુત્ર એટલે મારો જ્યેષ્ઠ પુત્ર છે;


અને મેં તને કહ્યું છે કે, મારા પુત્રને મારી સેવા કરવા માટે જવા દે. અને તેં તેને જવા દેવાનો ઇન્કાર કર્યો છે. તો જો, હું તારા પુત્રને એટલે તારા જ્યેષ્ઠ પુત્રને મારી નાખીશ.”


પણ ફારુન તમારું નહિ સાંભળે, અને હું મિસર દેશ પર મારો હાથ નાખીને મારાં સૈન્યોને, એટલે મારા લોક ઇઝરાયલીઓને, મોટાં ન્યાયકૃત્યો વડે મિસર દેશમાંથી કાઢી લાવીશ.


અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુનની પાસે જઈને તેને કહે, કે યહોવા એમ કહે છે, ‘મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે,


અને યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુનની આગળ ઊભો રહેજે. જો, તે ઘાટ ઉપર જવાનો છે. અને તેને કહે, ‘યહોવા એમ કહે છે કે, મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુનની હજૂરમાં જઈને તેને કહે, ‘હિબ્રૂઓનો ઈશ્વર યહોવા એમ કહે છે કે મારા લોકોને મારી સેવઅ કરવા માટે જવા દે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુનની આગળ ઊભો રહે; અને તેને કહે, ‘હિબ્રૂઓનો ઈશ્વર યહોવા એમ કહે છે કે, મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે.


મેં તેને ન્યાયી [ઉદેશથી] ઊભો કર્યો છે, તેના સર્વ માર્ગો હું સીધા કરીશ; તે જ મારું નગર બાંધશે, ને કંઈ મૂલ્ય અથવા બદલો [લીધા] વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે.” સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે, ઇઝરાયલ તથા યહૂદિયાના લોકો બન્ને પર જુલમ ગુજારવામાં આવે છે! જેઓ તેમને બંદીવાસમાં લઈ ગયા તેઓ તેમને પકડી રાખે છે. તેઓ તેમને છોડી મૂકવા ના કહે છે.


Lean sinn:

Sanasan


Sanasan