Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 7:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે ફારુને પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. અને મિસરના તે જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ત્યારે ફેરોએ પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે જ પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યારે ફારુને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસરના જાદુગરોએ પણ મંત્રતંત્ર દ્વારા હારુનના જેવો જ ચમત્કાર કરી બતાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ત્યારે ફારુને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસરના જાદુગરોએ પણ તેમની મેલી વિધા વડે હારુનના જેવો ચમત્કાર કરી બતાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 7:11
25 Iomraidhean Croise  

અને સવારે એમ થયું કે તેનું મન ગભરાયું; અને તેણે મિસરના સર્વ શાસ્‍ત્રીઓને તથા ત્યાંના સર્વ જ્ઞાનીઓને તેડાવ્યા; અને ફારુને તેઓને પોતાનાં સ્વપ્નો કહી સંભળાવ્યાં; પણ તેઓમાંનો કોઈ પણ ફારુનને તેનાં સ્વપ્નનો અર્થ કહી શકયો નહિ.


કેમ કે તેમાંના પ્રત્યેકે પોતાની લાકડી જમીન પર નાખી, ને તેમના સર્પ બની ગયા; પણ હારુનની લાકડી તેઓની લાકડીઓને ગળી ગઈ.


અને મિસરના જાદુગરોએ તેમના મંત્રતંત્રથી તે પ્રમાણે કર્યું. અને યહોવાના કહ્યા પ્રમાણે ફારુનનું હઠીલું થયું, ને તેણે તેઓનું માન્યું નહિ.


અને જાદુગરોએ પણ તેઓના મંત્રતંત્ર વડે જુઓ પેદા કરવાનું કર્યું, પણ તેઓ કરી શક્યા નહિ. અને માણસોને તથા ઢોરઢાંકને જુઓ પડી.


અને નદી દેડકાંથી ખદબદશે, ને તેઓ ચઢી આવીને તારા ઘરમાં તથા તારી સુવાની ઓરડીમાં તથા તારા ચૂલાઓમાં તથા તારી પ્રજા ઉપર તથા તારા ચૂલાઓમાં તથા તારી કથરોટમાં આવશે.


અને જાદુગરો પણ તેમના મંત્રતંત્ર વડે તે પ્રમાણે કરીને મિસર ઉપર દેડકાં લાવ્યાં.


ત્યારે રાજાએ આજ્ઞા કરી, “મારાં સ્વપ્નોનો ખુલાસો કરી બતાવવા માટે જાદુગરોને, મંત્રવિદ્યા જાણનારાઓને, શકુન જોનારાઓને તથા ખાલદીઓને તેડાવો.” તેથી તેઓ હજૂરમાં આવીને રાજાની સંમુખ ઊભા રહ્યા.


દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો, “જે મર્મ વિષે આપે પૂછ્યું છે, એ જ્ઞાનીઓ, મંત્રવિદ્યા જાણનારાઓ, જાદુગરો કે જોષીઓ બતાવી શકતા નથી.


માટે મેં બાબિલના સર્વ જ્ઞાની પુરુષોને મારી હજૂરમાં લાવવાનો હુકમ કર્યો કે, તેઓ મારા સ્વપ્નનો ખુલાસો કરે.


તમારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે; તમારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલૂમ પડ્યા હતા; તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા, તમારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો;


રાજાએ મોટેથી બૂમ પાડી, “મંત્રવિદ્યા જાણનારાઓને, ખાલદીઓને તથા જોષીઓને અંદર લાવો.” રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, “જે કોઈ આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવશે તેને જાંબુડિયા [રંગના] વસ્ત્ર તથા તેને ગળે સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તે રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”


કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊઠશે, ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે, જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે.


ઓ અણસમજુ ગલાતીઓ, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલા સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યા હતા એમ છતાં તમને કોણે ભરમાવ્યા?


જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનરા તથા આમતેમ ફરનારા ન થઈએ


શેતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારનાં ખોટાં પરાક્રમો, ચિહ્નો તથા ચમત્કારો સાથે,


જેમ જાન્‍નેસ તથા જામ્બ્રેસ મૂસાની સામા થયા, તેમ એવા માણસો પણ સત્યની સામા થાય છે. તેઓ ભ્રષ્ટ મતિના, વિશ્વાસથી પતિત થયેલા માણસો છે.


પણ તેઓ આગળ ચાલવાના નથી, કેમ કે જેમ એ [બંને] ની મૂર્ખતા પ્રગટ થઈ, તેમ તેઓની પણ સર્વની આગળ પ્રગટ થશે.


શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે [પકડવામાં આવ્યો]. એ બન્‍નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતાં જ નાખી દેવામાં આવ્યાં.


અને પલિસ્તીઓએ યાજકોને તથા શકુન જોનારાઓને બોલાવીને પૂછ્યું, “અમે યહોવાના કોશનું શું કરીએ? અને તેને તેની જગાએ કેવી રીતે મોકલીએ તે અમને કહો.”


Lean sinn:

Sanasan


Sanasan