Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 6:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને જે દેશ આપવાનું પ્રતિ પૂર્વક ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની આગળ મેં વચન આપ્યું છે, તે દેશમાં તમને લઈ જઈને વતનને માટે તે હું તમને આપીશ. હું યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લઈ જઈને તે તમારા વતન તરીકે આપીશ. હું પ્રભુ છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હું યહોવાહ છું, મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને જે દેશ આપવાનો કરાર કર્યો છે, તે દેશમાં હું ઇઝરાયલ લોકોને લઈ જઈશ. વતન તરીકે એ દેશ તેઓને આપીશ અને વારસ બનાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હું યહોવા છું, મેં ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે દેશ આપવાનું પ્રતિજ્ઞાપૂર્વક વચન આપ્યું હતું, તે દેશમાં હું તમને લઈ જઈશ અને તમને તેના વારસદાર બનાવીશ.’”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 6:8
29 Iomraidhean Croise  

અને ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “યહોવા પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમની તરફ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે;


તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો: “મિસરની નદીથી એ ફ્રાત નામની મહા નદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે;


આ દેશમાં તું પ્રવાસી થઈ રહે, ને હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારાં સંતાનને હું આ બધો દેશ આપીશ, ને તારા પિતા ઇબ્રાહિમની આગળ જે સમ મેં ખાધા છે તે હું પૂરા કરીશ;


અને જુઓ, તેના ઉપર યહોવા ઊભા રહ્યા હતા, ને તે બોલ્યા, “હું યહોવા તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારાં સંતાનને આપીશ.


અને મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ, ને તારા પછી તારા વંશંજોને તે દેશ આપીશ.”


તેઓની ભૂખ મટાડવા માટે તમે તેઓને આકાશમાથી અન્‍ન આપ્યું. તેઓની તૃષા છિપાવવા માટે ખડકમાંથી પાણી કાઢ્યું, અને જે દેશ તેઓને આપવા માટે તમે સોગન ખાધા હતા, તેને કબજે કરીને તેમાં વસવાની તમે તેઓને આજ્ઞા આપી.


અને જ્યારે યહોવા કનાનીઓનો તથા હિત્તીઓનો તથા યબૂસીઓનો દેશ જે તને આપવાના સોગન તેમણે તારા પિતૃઓની આગળ ખાધા હતા, તે દૂધમધની રેલછેલવાળા દેશમાં તને લાવે, ત્યારે એમ થાય કે, આ માસમાં તારે આ પ્રમાણે ક્રિયા કરવી.


તમારા સેવકો ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલનું સ્મરણ કરો, જેઓની આગળ તમે પોતાના સમ ખાઈને કહ્યું, ‘આકાશના તારાઓના જેટલું હું તમારું સંતાન વધારીશ, ને આ જે સર્વ દેશ વિષે મેં કહ્યું છે તે હું તમારા સંતાનને આપીશ, ને તેઓ સદાને મટે તેનું વતન પામશે.’”


અને ઈશ્વરે મૂસાની સાથે બોલતાં તેને કહ્યું, “હું યહોવા છું.


અને તેઓના પ્રવાસનો દેશ, એટલે કનાન દેશ કે, જેમાં તેઓએ પ્રવાસ કર્યો તે, તેઓને આપવાનો મારો કરાર પણ મેં તેમની સાથે કર્યો છે.


એ માટે ઇઝરાયલીઓને કહે, ‘હું યહોવા છું. ને મિસરીઓની વેઠ નીચેથી હું તમને કાઢીશ, ને હું તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીશ, ને લંબવેલા હાથ વડે તથા મહાન ન્યાયકૃત્યો વડે હું તમને છોડાવીશ.


વળી દૂધમધની રેલછેલવાળો દેશ જે મેં તેઓને આપ્યો હતો, ને જે સર્વ દેશોની શોભા છે તેમાં તેઓને ન લઈ જવાને મેં અરણ્યમાં તેઓની આગળ સમ ખાધા.


વળી તેઓને વિદેશીઓમાં વિખેરી નાખવાને, ને તેમને દેશેદેશ સર્વત્ર વિખેરી નાખવાને મેં અરણ્યમાં તેઓની આગળ સમ ખાધા,


જે દેશ તેઓને આપવાને મેં સમ ખાધા હતા તે દેશમાં જ્યારે હું તેઓને લાવ્યો, ત્યારે તેઓએ દરેક ઊંચા ડુંગરને તથા દરેક ઘટાદાર વૃક્ષને જોઈને ત્યાં પોતાનાં બલિદાનો ચઢાવ્યાં, ને ક્રોધ ઉત્પન્ન કરે એવાં અર્પણો તેઓએ અર્પ્યા, વળી ત્યાં તેઓએ પોતાના સુવાસિત [ધૂપ] પણ બાળ્યા, ને ત્યાં તેઓએ પોતાનાં પેયાર્પણો રેડ્યાં.


વળી હું તમને ઇઝરાયલના દેશમાં, એટલે જે દેશ તમારા પૂર્વજોને આપવા માટે મેં સમ ખાધા હતા તેમાં લાવીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, મેં સોગન ખાઇને [કહ્યું છે કે,] હે વિદેશીઓ તારી આસપાસ છે તેઓને નક્કી મહેણાં મારવામાં આવશે.


તમારે સરખે હિસ્સે તેનો વારસો વહેંચી લેવો; કેમ કે તે તમારા પૂર્વજોને આપવાને મેં ખાધા હતા. આ ભૂમિ તમને વારસા તરીકે મળશે જ.


અને મૂસાના સસરા મિદ્યાની દુએલના દિકરા હોબાબને મૂસાએ કહ્યું, “જે ઠેકાણ સંબંધી યહોવાએ અમને કહ્યું, ‘તે હું તમને આપીશ, ’ ત્યાં જવા માટે અમે કૂચ કરીએ છીએ. તું અમારી સાથે ચાલ, ને અમે તારું ભલું કરીશું; કેમ કે યહોવાએ ઇઝરાયલનું ભલું કરવાનું કહ્યું છે.”


શું એ સર્વ લોકો મારા પેટમાં નીપજ્યા છે? શું મેં તેઓને જન્મ આપ્યો છે કે, તમે મને કહો છો કે જેમ પાળક પિતા પોતાની ગોદમાં ધાવણા બાળકને રાખે છે, તેમ જે દેશ સંબંધી મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા, તેમાં તેઓને ઊંચકીને લઈ જા?


જે દેશમાં તમને વસાવવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે, તેમાં જવા નહિ જ પામશે. કેવળ યફૂનેનો દિકરો કાલેબ તથા નૂનનો દિકરો યહોશુઆ જવા પામશે.


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહિ કરે? અથવા પોતાનું બોલવું તે પૂરું નહિ કરે?


કેમ કે હું મારો હાથ આકાશની તરફ ઊંચો કરીને મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે,


કેમ કે યહોવા તારા ઈશ્વરને તે દયાળુ ઈશ્વર છે તે તારો ત્યાગ કરશે નહિ, ને તારો નાશ કરશે નહિ, તેમજ જે કરાર તેમણે પ્રતિ પૂર્વક તારા પિતૃઓની સાથે કર્યો તેને તે વીસરી જશે નહિ.


એ પ્રમાણે જે દેશ માટે તેં શ્રમ કર્યો નહોતો ને જે નગરો તમે બાંધ્યાં નહોતાં, તે મેં તમને આપ્યાં, ને તમે તેમાં વસો છો:જે દ્રાક્ષાવાડીઓ તથા જૈતવાડીઓ તમે રોપી નહોતી, તે [નાં ફળ] તમે ખાઓ છો.


અને જે સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે, ને પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્‍ન કર્યું, તેમના સમ ખાઈને તેણે કહ્યું, “હવે વિલંબ થશે નહિ.


વળી જે ઇઝરાયલનું સામર્થ્ય છે તે જૂઠું બોલશે નહિ, કે અનુતાપ કરશે નહિ; કેમ કેતે માણસ નથી કે તે અનુતાપ કરે.”


Lean sinn:

Sanasan


Sanasan