નિર્ગમન 6:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યહોવાએ મૂસાને કહ્યું, “હવે હું ફારુનની શી દશા કરીશ તે તું જોશે; કેમ કે મારા બળવાન હાથને કારણે તે તેઓને જવા દેશે, ને મારા બળવાન હાથને કારણે તે તેના દેશમાંથી તેઓને હાંકી કાઢશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 પછી પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ફેરોની કેવી દશા કરું છું તે તું જોજે; કારણ, મારા બાહુબળના પ્રભાવથી તે તમને જવા દેશે; અરે, મારા બાહુબળને લીધે તો તે તમને તેના દેશમાંથી હાંકી કાઢશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પછી યહોવાહે મૂસાને કહ્યું, “હવે, તને જોવા મળશે કે હું ફારુનની શી હાલત કરું છું. મારા સામર્થ્યને કારણે ફારુન તેઓને જવા દેશે. અને મારા બળવાન હાથનાં પરાક્રમને કારણે તે ઇઝરાયલ લોકોને દેશમાંથી મુક્ત કરશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ1 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હવે તું જોઈશ કે હું ફારુનની શી હાલત કરું છું. હું માંરી મહાન શક્તિનો ઉપયોગ તેના વિરોધમાં કરીશ. અને હું તેને માંરા લોકોને બહાર જવા દેવાની ફરજ પાડીશ. અને તે બળવાન હાથથી એ લોકોને તેના દેશમાંથી હાંકી કાઢશે.” Faic an caibideil |