Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 40:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને મૂસા મુલાકાતમંડપમાં પેસી શક્યો નહિ. કેમ કે મેઘ તેના ઉપર સ્થિર રહ્યો હતો, ને તંબુ યહોવાના ગૌરવથી ભરપૂર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 એને લીધે મોશે મંડપમાં જઈ શકાયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 મૂસા મુલાકાતમંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે વાદળ તેના પર સ્થિર થયું હતું અને યહોવાહનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 મૂસા મુલાકાત મંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે, વાદળ તેના પર સ્થિર થયું હતું, અને યહોવાનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 40:35
15 Iomraidhean Croise  

યાજકો પવિત્રસ્થાનમાંથી નીકળ્યા ત્યારે એમ થયું કે મેઘથી યહોવાનું મંદિર એવું ભરાઈ ગયું કે,


મેઘના કારણથી યાજકો સેવા કરવા ઊભા રહી શકયા નહિ; કેમ કે યહોવાના ગૌરવે યહોવાનું મંદિર ભરી દીધું હતું.


યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું, તેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ કરી ન શક્યા.


અને હારુન ઇઝરાયલી લોકોની આખી સભાને વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે, તેઓએ અરણ્ય તરફ જોયું, તો જુઓ, યહોવાનું ગૌરવ મેઘમાં દેખાયું.


અને ત્યાં હું ઇઝરાયલી લોકોની મુલાકાત લઈશ; અને [મંડપ] મારા ગૌરવથી પવિત્ર થશે.


યહોવા સિયોન પર્વતના દરેક રહેઠાણ પર, ને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો, અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે સર્વ ગૌરવ ઉપર આચ્છાદાન થશે.


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.


પોકારનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા, અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું.


પછી યહોવાનું ગૌરવ કરુબ ઉપરથી ઉપડીને મંદિરના ઊમરા ઉપર થંભ્યું; અને મંદિર વાદળાથી ભરાઈ ગયું, ને ચોક પ્રભુના ગૌરવના પ્રકાશથી ભરપૂર હતો.


યહોવાના ગૌરવે પૂર્વ તરફના મોંવાળા દરવાજાને માર્ગે મંદિરમાં પ્રવેશ કર્યો.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે કે, તે પવિત્રસ્‍થાનમાં પડદાની અંદરની બાજુએ કોશ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખેને તે માર્યો જાય; કેમ કે હું દયાસન પર મેધમાં દર્શન આપીશ.


અને મુલાકાતમંડપમાં મૂસા તેમની સાથે બોલવા ગયો, ત્યારે બે કરૂબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી પોતાની સાથે બોલનારની વાણી તેણે સાંભળી; અને તે તેની સાથે બોલ્યા.


અને મંડપ ઊભો કરવામાં આવ્યો તે દિવસે મેઘે મંડપ પર, એટલે કરારમંડપ પર, આચ્છાદન કર્યું, અને સાંજથી તે સવાર સુધી મંડપ ઉપર તે જાણે કે અગ્નિરૂપે આવી રહેતો.


અને ઈશ્વરના મહિમાના તથા તેમના પરાક્રમના ધુમાડાથી મંદિર ભરાઈ ગયું, અને સાત દૂતના સાત અનર્થ પૂરા થયા ત્યાં સુધી કોઈથી મંદિરમાં પ્રવેશ થઈ શકયો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan