Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 40:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને તેણે મંડપ તથા વેદીની આસપાસ આંગણું ઊભું કર્યું, ને આંગણાના દરવાજાને તેણે પડદો લગાડયો. એ પ્રમાણે મૂસાએ તે કામ પૂરું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 મોશેએ મંડપની આસપાસ આંગણું બનાવ્યું અને તેમાં વેદી મૂકી તથા આંગણાના પ્રવેશદ્વાર પર પડદો લટકાવ્યો. એમ તેણે બધું કામ પૂર્ણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 મૂસાએ પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભુ કર્યું. તેણે આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 તેણે પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભું કર્યુ. અને આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાંણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 40:33
21 Iomraidhean Croise  

એવી રીતે સુલેમાને મંદિર બાંધીને તે પૂરું કર્યું.


એમ તેણે મંદિર બાંધીને પૂરું કર્યું. તેણે એરેજવૃક્ષના ભારોટિયાથી તથા પાટિયામાંથી મંદિરનું છાપરું બનાવ્યું.


મુલાકાતમંડપના માંડવાનું બધું કામ એ પ્રમાણે પૂરું થયું; અને યહોવાએ મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું.


જ્યારે તેઓ મુલાકાતમંડપમાં જતા, અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા. ત્યારે તેઓ સ્નાન કરતા; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


અને તું આસપાસનું આંગણું ઊભું કર, ને આંગણાના દરવાજાનો પડદો લગાડ.


ઝરુબ્બાબેલના હાથથી આ મંદિરનો પાયો નંખાયો છે; અને તેના હાથથી તે પૂરું પણ થશે. ત્યારે તું જાણશે કે, ‘મેં સૈન્યોના [ઇશ્વર] યહોવાએ તને તેમની પાસે મોકલ્યો છે.


પણ તું લેવીઓને કરારના મંડપ પર તથા તેના બધા સરસામાન પર, તથા તેને લગતી સર્વ બાબતો પર ઠરાવ. તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે, ને મંડપની આસપાસ છાવણી કરે.


ઈસુએ એ જાણીને તેઓને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે અંદરોઅંદર કેમ વિચાર કરો છો?


હું બારણું છું. મારા દ્વારા જો કોઈ પેસે, તો તે ઉદ્ધાર પામશે, અને અંદર આવશે ને બહાર જશે, અને તેને ‍ચરવાનું મળશે.


ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.


જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે.


ઈસુ તેઓને કહે છે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવી, અને તેમનું કામ પૂર્ણ કરવું એ મારું અન્‍ન છે.


કેમ કે જેમ શરીર એક છે, અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે; તેમ ખ્રિસ્ત પણ છે.


ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજાં કરવાનાં કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓને.


કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણ બન્‍ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.


હું સારી લડાઈ લડયો છું. મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan