Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 40:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તું યજ્ઞ વેદીનો તથા તેનાં સર્વ પાત્રોનો અભિષેક કરીને વેદીને પાવન કર, એટલે વેદી પરમપવિત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પછી વેદીનો તથા તેનાં સર્વ સાધનોનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરજો, એટલે તે સંપૂર્ણ પવિત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તું દહનીયાર્પણની વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરીને તેમને શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરી તેમની શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 40:10
13 Iomraidhean Croise  

અને તું તેઓને પવિત્ર કર કે તેઓ પરમપવિત્ર થાય; તેઓને જે કંઈ અડકે તે પણ પવિત્ર થશે.


અને તું હોજનો તથા તેના તળિયાનો અભિષેક કરીને તેને પાવન કર.


યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે.


પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે;


તેને ખમીર સહિત પકાવવું નહિ. મેં મારા હોમયજ્ઞમાંથી તે તેઓને તેઓના હિસ્સા દાખલ આપ્યું છે; પાપાર્થાર્પણની જેમ તથા દોષાર્થાર્પણની જેમ તે પરમપવિત્ર છે.


અને તેમાંનું તેણે વેદી પર સાત વાર છાંટ્યું, ને વેદીને તથા તેનાં સર્વ વાસણોને અને હોજને તથા તેના તળિયાને પાવન કરવા માટે તેઓનો અભિષેક કર્યો.


દૂતે તેને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદાન કરશે; માટે જે [તારાથી] જનમશે તે પવિત્ર, ઈશ્વરનો દીકરો, કહેવાશે


તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને માટે હું પોતાને પવિત્ર કરું છું.


કેમ કે જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરનાં વચન બોલે છે; કેમ કે [ઈશ્વર] માપથી આત્મા નથી આપતા.


પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો ઈશ્વર તરફથી આપણે માટે ન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયા છે.


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


વળી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી કે, જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને જેમને આકાશ કરતાં વધારે ઊંચે ચઢાવેલા છે.


Lean sinn:

Sanasan


Sanasan